KKR vs LSG : ‘હું બહુ ખુશ નથી’… રિષભ પંતે કોલકાતામાં પોતાના દિલની વાત કહી દીધી
લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન રિષભ પંત સારા ફોર્મમાં નથી. તેના માટે વિકેટ પર ટકી રહેવું ખૂબ મુશ્કેલ બની ગયું છે. હવે કોલકાતા સામેની મેચમાં પંતે કહ્યું કે તે બહુ ખુશ નથી, જાણો શું મામલો છે.

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન અને IPL 2025માં લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન રિષભ પંતના દિવસો સારા નથી ચાલી રહ્યા.

પહેલા રિષભ પંતને ચેમ્પિયન્સ ટ્રોફીમાં એક પણ મેચ રમવાની તક મળી ન હતી અને હવે તેનું બેટ IPLમાં સારું પ્રદર્શન કરી રહ્યું નથી.

લખનૌ સુપર જાયન્ટ્સનું નેતૃત્વ કરી રહેલ રિષભ પંત IPL 2025માં ખૂબ જ નિરાશ દેખાઈ રહ્યો છે.

સ્વાભાવિક છે કે જ્યારે તમને 27 કરોડ રૂપિયા મળે છે, ત્યારે તમારા પર થોડું દબાણ તો હોય જ છે. રિષભ પંત સાથે પણ એવું જ થઈ રહ્યું છે.

કોલકાતા સામેની મેચમાં રિષભ પંતે કહ્યું કે તે ખુશ નથી. જો કે, ચિંતાની કોઈ વાત નથી, રિષભ પંતે ખરેખર ટોસ હાર્યા પછી આમ કહ્યું હતું.

કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ટોસ હાર્યા બાદ રિષભ પંતે કહ્યું કે તે પહેલા બેટિંગ કરવાથી બહુ ખુશ નથી. જોકે, રિષભ પંતે કહ્યું કે એક કેપ્ટન તરીકે તે ટીમની જીતથી ખુશ થશે. (All Photo Credit : PTI)
IPL 2025માં લખનૌ સુપર જાયન્ટ્સને પહેલી ચાર મેચમાં બે મેચમાં હાર અને બે મેચમાં જીત મળી છે. આગામી મેચોમાં LSG વધુ મેચ જીતવા પ્રયાસ કરશે. લખનૌ સુપર જાયન્ટ્સ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો



























































