Gold Price Today: આજે ઘટ્યો સોનાનો ભાવ ! જાણો કેટલો થયો 24 કેરેટ સોનાનો ભાવ
દુનિયામાં વધતી અનિશ્ચિતતાના કારણે લોકો પોતાના પૈસાને સુરક્ષિત રાખવા માટે સોનામાં રોકાણ કરી રહ્યા છે, જેના કારણે તેની કિંમત ઝડપથી વધી રહી છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિએ અમેરિકી શેરબજાર સહિત સમગ્ર વિશ્વમાં ઘમાસાણ મચાવી દીધું છે. આ વચ્ચે, આજે સોનાની કિંમતમાં આજે ઘટાડો જોવા મળ્યો છે. મંગળવાર, 8 એપ્રિલે, સોનાના ભાવમાં થોડી લગભગ 230 રુપિયાનો ઘટાડો જોવા મળ્યો છે.

દિલ્હીમાં આજે 24 કેરેટ સોનું રૂ.90,530 રુપિયા પર પહોંચી ગયું છે જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 83,000 રુપિયા પર પહોંચી ગઈ છે.

આજે ગુજરાતના અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં આજે 22 કેરેટ સોનાનો ભાવ 82,890 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો રુપિયા 90,420 પ્રતિ 10 ગ્રામ છે.

મંગળવાર 7 એપ્રિલ, 2025 ના રોજ, ચાંદીનો ભાવ 93,900 રૂપિયા પ્રતિ કિલો રહ્યો છે. ચાંદીના ભાવમાં આજે કોઈ ઘટાડો જોવા મળ્યો નથી.

દુનિયામાં વધતી અનિશ્ચિતતાના કારણે લોકો પોતાના પૈસાને સુરક્ષિત રાખવા માટે સોનામાં રોકાણ કરી રહ્યા છે, જેના કારણે તેની કિંમત ઝડપથી વધી રહી છે, પણ હવે નિષ્ણાંતોનું કહેવું છે સોનાના ભાવ જલદી ઉતરી શકે છે.

આંતરરાષ્ટ્રીય બજાર દર, આયાત શુલ્ક, કર અને વિનિમય દરોમાં વધઘટ મુખ્યત્વે ભારતમાં સોનાના ભાવને અસર કરે છે. એકસાથે, આ પરિબળો સમગ્ર દેશમાં દૈનિક સોનાના દરો નક્કી કરે છે.

ભારતમાં સોનું સાંસ્કૃતિક અને આર્થિક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે રોકાણનો પસંદગીનો વિકલ્પ છે અને તે ઉજવણીઓ, ખાસ કરીને લગ્નો અને તહેવારો માટે મહત્વપૂર્ણ છે. સતત બદલાતી બજારની પરિસ્થિતિઓ સાથે, રોકાણકારો અને વેપારીઓ વધઘટ પર નજીકથી નજર રાખે છે. ગતિશીલ વલણોને અસરકારક રીતે નેવિગેટ કરવા માટે અપડેટ રહેવું મહત્વપૂર્ણ છે.
ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે આથી તેનો ભાવ શુ ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો
