Surat : પાણીપુરીના વિક્રેતાઓ પર તંત્રની તવાઈ યથાવત, સડેલા બટાકા અને પુરીઓના જથ્થોનો કરાયો નાશ, જુઓ Video
ઉનાળાની શરૂઆત સાથે સુરતનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. સુરતમાં મનપાના આરોગ્ય અધિકારીઓએ મોટી કાર્યવાહી હાથ ધરી. સુરતમાં પાણીપુરીના વિક્રેતાઓ પર તવાઈ બોલાવી છે. સતત બીજા દિવસે પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા તપસાનો ધમધમાટ કરવામાં આવ્યો છે.
ઉનાળાની શરૂઆત સાથે સુરતનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. સુરતમાં મનપાના આરોગ્ય અધિકારીઓએ મોટી કાર્યવાહી હાથ ધરી. સુરતમાં પાણીપુરીના વિક્રેતાઓ પર તવાઈ બોલાવી છે. સતત બીજા દિવસે પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા તપસાનો ધમધમાટ કરવામાં આવ્યો છે. પાંડેસરાના વડોદગામ અને પુણાગામમાં મનપા દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસમાં મોટા પ્રમાણમાં અખાદ્ય જથ્થો મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે. બાફેલા બટાટા સડેલા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. સ્થળ પર જ સડેલા બટાટા અને પુરીઓના જથ્થાનો નાશ કરાયો છે.
ઠંડા પીણાના હોલસેલ વિક્રેતાઓને ત્યાં તવાઇ
બીજી તરફ ગઈકાલે ઠંડા પીણાના હોલસેલ વિક્રેતાઓને ત્યાં તવાઇ મનપાના આરોગ્ય વિભાગે તવાઈ બોલાવી હતી. શહેરના પાંડેસરા વિસ્તારમાં મનપાના આરોગ્ય અધિકારીઓએ મોટી કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા પાડીને હાનિકારક પેપ્સી, ફ્રૂટી સહિતની વસ્તુઓ કબજે કરાઈ.
આ તમામ ઠંડાપાણી સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોવાથી જથ્થાનો સ્થળ ઉપર જ નાશ કરાયો હતો. જેમાં અખાદ્ય 80 કિલો ફૂડ, 1 હજારથી વધુ પેપ્સી, 7 લીટર ફ્રૂટીનો નાશ કરવામાં આવ્યો હતો. તપાસમાં ખુલાસો થયો છે કે દુકાનદારો કોઈપણ પ્રકારની માન્યતા વિના જ ઠંડા પીણાનું વેચાણ કરતાં હતા. મહત્વપૂર્ણ છે કેપાંડેસરા, ઉધના, ડિંડોલી સહિતના વિસ્તારોમાં પાછલા કેટલાક દિવસોથી ઝાડા-ઉલટીના કેસમાં વધારો નોંધાયો છે. ત્યારે વધતા રોગચાળાને ડામવા માટે મનપા તંત્રએ કડકાઇ દાખવી છે.
