“CM દાદા” એ ચીપ્યો બદલીનો ગંજીફો, કિ પોસ્ટ પરથી આ અધિકારીઓ બદલાયા
ભૂપેન્દ્ર પટેલની સરકારે તાજેતરમાં જ અધિકારીઓની મોટા પાયે બદલીના આદેશ કર્યા હતા. જેના ગણતરીના મહિનામાં ફરીથી 16 અધિકારીઓની બદલીના આદેશ કરાતા, વહીવટીતંત્ર પર પકડ મજબૂત કરવામાં આવી રહી હોવાની ચર્ચા ગાંધીનગરની ગલિયારીઓમાં થઈ રહી છે.
ગુજરાત સરકારે તાજેતરમાં જ સનદી અધિકારીઓની બદલી કર્યાના કેટલાક મહિનાની અંદર ફરીથી 16 અધિકારીઓની બદલી કરીને વહીવટીતંત્રમાં સૌ કોઈને ચોકાવી નાખ્યાં છે. ગુજરાતના સામાન્ય વહિવટ વિભાગે, મોડી સાંજે બદલીના આદેશ કરવાાં આવ્યા છે. આ બદલીઓમાં મ્યુનિસિપલ કમિશનર ઉપરાંત જિલ્લા કલેકટરોનો સમાવેશ થાય છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર દિલિપ રાણાની બદલી ગાંધીનગર ખાતે કમિશનર ઓફ હાયર એજ્યુકેશન તરીકે કરવામાં આવી છે. ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર પદે એન કે મીણાની બદલી કરવામાં આવી છે.
તુષાર ભટ્ટને પાટણ જિલ્લાના કલેક્ટર, મનીષકુમારને ભાવનગરજિલ્લાના કલેક્ટર પદે બદલી કરવામાં આવી છે. UGVCL ના એમ ડી અરુણ મહેશ બાબુની વડોદરા મહાનગરપાલિકાના કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે.
જુઓ બદલીનું સંપૂર્ણ લિસ્ટ
આર આર ડામોરની બદલી ગાંધીનગરમાં ક્લાઇમેન્ટ ચેન્જ વિભાગમાં જોઇન્ટ સેક્રેટરી તરીકે કરવામાં આવી છે તો અર્પિત સાગરને મહીસાગર જિલ્લાના કલેકટર તરીકે બદલી કરવામાં આવી છે. જ્યારે શાલીની દુહાનની બદલી ડાંગના જિલ્લા કલેક્ટર તરીકે કરવામાં આવી છે.
ભૂપેન્દ્ર પટેલની સરકારે તાજેતરમાં જ અધિકારીઓની મોટા પાયે બદલીના આદેશ કર્યા હતા. જેના ગણતરીના મહિનામાં ફરીથી 16 અધિકારીઓની બદલીના આદેશ કરાતા, વહીવટીતંત્ર પર પકડ મજબૂત કરવામાં આવી રહી હોવાની ચર્ચા ગાંધીનગરની ગલિયારાઓમાં થઈ રહી છે.

સુરતના અમરોલી વિસ્તારમાં બ્રાન્ડેડ કંપનીના નામે નકલી શેમ્પુ વેચતા

સુરતમાંથી ઝડપાયુ વધુ એક બાળ મજૂરી કરાવવાનું કૌભાંડ- Video

સુરતમાં SMCએ 6 લાખથી વધુનો ગાંજો કર્યો જપ્ત- જુઓ Video

આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
