Women’s Health : હનીમૂન સિસ્ટીટીસના લક્ષણો અને તેની સારવાર વિશે જાણો
હનીમૂન સિસ્ટાઈટિસ મહિલાઓમાં થનારું એક સામાન્ય સંક્રમણ છે. આ રોગમાં પેશાબ કરતી વખતે બળતરા, વારંવાર પેશાબ થવો અને પેટમાં દુખાવો જેવા લક્ષણો જોવા મળે છે. જોકે, સ્વચ્છતા, હાઇડ્રેશન અને ડૉક્ટરની મદદથી આ ચેપને અટકાવી શકાય છે.

હનીમૂન સિસ્ટીટીસ એક પ્રકારનું ઈનફેક્શન છે. જે સામાન્ય રીતે મહિલાઓમાં શારિરીક સંબંધ બનાવ્યા બાદ જોવા મળે છે.

આ ઈન્ફેક્શનથી બળતરા તથા સોજો પણ આવી જાય છે.તેમજ વાંરવાર પેશાબ જવું તેજ બળતરા જેવી સમસ્યાઓ થાય છે.

હનીમૂન સિસ્ટીટીસની આ સમસ્યા સામાન્ય રીતે નવી પરિણીત સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે જે લગ્ન પછી શારીરિક સંબંધો બાંધ્યા બાદ થાય છે. જોકે, તે કોઈપણ ઉંમરની સ્ત્રીઓને અસર કરી શકે છે. શારિરીક સંબંધ દરમિયાન, બેક્ટેરિયા મૂત્રમાર્ગ દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે, જેના કારણે ઈન્ફેક્શન લાગે છે.

જો ઈન્ફેક્શનનો સમયસર ઉપચાર ન કરવામાં આવે તો, તે કિડનીમાં ફેલાઈ શકે છે અને ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. આ સમસ્યાને તમે સ્વચ્છતા દ્વારા અટકાવી શકો છો.

હનીમૂન સિસ્ટીટીસથી પીડિત સ્ત્રીઓ વારંવાર પેશાબ જાય છે અને પેશાબ કરતી વખતે તેમને બળતરા અથવા દુખાવો થાય છે. આ ઈન્ફેક્શન પછી, પેટના નીચેના ભાગમાં દુખાવો અનુભવાય છે.

જો શારીરિક સંબંધ પહેલાં કે પછી સ્વચ્છતા જાળવવામાં ન આવે તો ઈન્ફેક્શનું જોખમ વધી જાય છે. હનીમૂન સિસ્ટીટીસની સારવાર જલ્દી કરાવવી જરુરી છે. કારણ કે બાકી આ સમસ્યા ગંભીર રુપ લઈ શકે છે.

દિવસમાં વધારે પાણી પીવો.જેનાથી બેકટરીયા સરળતાથી શરીરમાંથી બહાર નીકળી જાય.ઉપરાંત, દહીં અને અન્ય પ્રોબાયોટિક્સ ખાવાથી સારા બેક્ટેરિયા વધે છે અને ચેપ ઘટાડવામાં મદદ મળી શકે છે.હનીમૂન સિસ્ટીટીસથી બચવા માટે પ્રાઈવેટ પાર્ટની સાફ સફાઈનું ધ્યાન રાખો.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

































































