IPL 2025 : એક ઓવરમાં 6,6,6,6,6,6, પછી આઈપીએલમાં 39 બોલમાં સદી ફટકારનાર કોણ છે પ્રિયાંશ આર્ય, જાણો
પ્રિયાંશ આર્ય સૌપ્રથમ એક ઓવરમાં છ છગ્ગા ફટકારીને ચર્ચામાં આવ્યો હતો. દિલ્હી પ્રીમિયર લીગની શરૂઆતની સીઝનમાં સાઉથ દિલ્હી સુપરસ્ટાર્સ તરફથી રમતી વખતે તેણે એક ઓવરમાં છ છગ્ગા ફટકાર્યા હતા.હવે આઈપીએલમાં સદી ફટકારી ચર્ચામાં આવ્યો છે.

IPL 2025 માટે ખેલાડીઓના ઓક્શનમાં, પ્રિયાંશ આર્યને ખરીદવા માટે દિલ્હી કેપિટલ્સ, પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ટકકર જામી હતી. અંતે, પંજાબ કિંગ્સની જીત થઈ હતી. તેમણે તેમના માટે 3.80 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા.

પ્રિયાંશ આર્ય 14મી ઓવરમાં આઉટ થયો હતો. તેણે 42 બોલમાં 103 રન બનાવ્યા, જેમાં 9 છગ્ગા અને 7 ચોગ્ગાનો સમાવેશ થાય છે.

આ સાથે, તેણે CSK સામે સૌથી ઝડપી સદીનો રેકોર્ડ પણ બનાવ્યો છે.મહત્વની વાત એ છે કે, પ્રિયાંશે માત્ર 19 બોલમાં અડધી સદી ફટકારી હતી.

પ્રિયાંશ આર્ય ગત્ત વર્ષે દિલ્હી પ્રીમિયર લીગની પહેલી સીઝનમાં પોતાની વિસ્ફોટક બેટિંગથી ધમાલ મચાવી હતી. આ દરમિયાન તેમણે એક ઓવરમાં 6 સિક્સ ફટકારી હતી. મેગા ઓકશનમાં પંજાબે તેમણે 3.8 કરોડ રુપિયા ટીમમાં લીધો હતો. હવે માત્ર 4 મેચમાં 24 વર્ષના ખેલાડીએ પોતાની તાકાત દેખાડી દીધી છે.

પ્રિયાંશ આર્ય આઈપીએલ 2025માં સદી ફટકાવનાર બીજો બેટ્સમેન બની ગયો છે. તેના પહેલા ઈશાન કિશને રાજસ્થાન વિરુદ્ધ સદી ફટકારી હતી પરંતુ પ્રિયાંશ આર્યાએ તેનાથી પણ વધારે ફાસ્ટ સદી ફટકારી છે.

ESPNcricinfoના અહેવાલ મુજબ, આર્યના માતા-પિતા દિલ્હીની એક સરકારી શાળામાં શિક્ષક છે અને તેણે ગૌતમ ગંભીરના ભૂતપૂર્વ કોચ સંજય ભારદ્વાજ હેઠળ તાલીમ લીધી છે. આર્યએ 9-10 વર્ષની ઉંમરે આ એકેડેમીમાં પ્રવેશ મેળવ્યો હતો.
આઈપીએલની પ્રથમ સીઝન 2008માં થઈ હતી અને ત્યારથી આ લીગનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. IPLમાં કુલ 10 ટીમો રમે છે. આઈપીએલના વધુ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

































































