Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

8 ભાઈ બહેનોમાં સૌથી નાનો, 50 વર્ષની ઉંમરે પણ કુંવારો છે કોરિયોગ્રાફર, જુઓ પરિવાર

કોરિયોગ્રાફર ટેરેન્સ લુઇસ મુંબઈનો રહેવાસી છે. મુંબઈમાં તેમનું એક આલીશાન ઘર છે. ટેરેન્સ લુઈસ પાસે એક ડાન્સ એકેડમી પણ છે. તો આજે પરિવારના સૌથી નાના એવા ટેરેન્સ લુઈસના પરિવાર વિશે વાત કરીએ.

| Updated on: Apr 10, 2025 | 7:30 AM
ભલે આજે ટેરેન્સ લુઈસનું નામ દેશના શ્રેષ્ઠ કોરિયોગ્રાફરોની યાદીમાં સામેલ હોય, પરંતુ શું તમે જાણો છો કે બાળપણથી જ ટેરેન્સ અભિનેતા અને સિંગર બનવા માંગતો હતો.

1 / 14
ટેરેન્સ લુઈસનો ઉછેર મુંબઈમાં ઝેવિયર લુઈસ અને ટેરેસા લુઈસના મેંગલોરિયન કેથોલિક પરિવારમાં થયો હતો. લુઈસ 8 ભાઈ-બહેનોમાં સૌથી નાનો છે. તેમણે સેન્ટ થેરેસા બોય્ઝ હાઈ સ્કૂલ અને સેન્ટ ઝેવિયર્સ કોલેજ, મુંબઈમાં અભ્યાસ કર્યો છે.

2 / 14
તે IHM મુંબઈમાંથી સ્નાતક થયો છે. તેમણે ન્યૂ યોર્કમાં એલ્વિન એલી અમેરિકન ડાન્સ થિયેટર અને માર્થા ગ્રેહામ સેન્ટર ઓફ કન્ટેમ્પરરી ડાન્સ ખાતે જાઝ, બેલે અને કન્ટેમ્પરરી ડાન્સમાં તાલીમ લીધી છે.

3 / 14
ડાન્સર અને કોરિયોગ્રાફર ટેરેન્સ લુઈસ આજે તેમનો 50મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ટેરેન્સ લુઈસ બોલિવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં એક જાણીતો કોરિયોગ્રાફર છે.

4 / 14
ટેરેન્સ લુઈસનો જન્મ મુંબઈના અંધેરી વિસ્તારમાં આવેલી એક ચાલીમાં થયો હતો. અહીં એક નાના ઘરમાં રહેતા ટેરેન્સ લુઇસને 7 ભાઈ-બહેન હતા. તે પરિવારમાં સૌથી નાનો હતો

5 / 14
ટેરેન્સ લુઈસને બાળપણથી જ ડાન્સનો ખુબ શોખ હતો. ટેરેન્સના પિતા એક ફેક્ટરીમાં કામ કરતા હતા અને તેની માતા સીવણ કામ કરતી હતી.પોતાના દમ પર સ્કૂલ સ્ટેજથી રિયાલિટી શો સ્ટેજ સુધી પહોંચ્યો અને આજે તે મનોરંજન જગતમાં એક મોટું નામ બની ગયો છે.

6 / 14
ટેરેન્સ લુઈસે સખત સંઘર્ષ કરીને પોતાની કારકિર્દી બનાવી છે. આજે ટેરેન્સ લુઈસ કરોડોની મિલકતના માલિક છે. તો ચાલો જાણીએ કે ટેરેન્સ લુઈસ ડાન્સ દ્વારા કેટલી કમાણી કરે છે. તેની કુલ સંપત્તિ કેટલી છે? તેમજ તેની પર્સનલ લાઈફ વિશે.

7 / 14
તેમને બોલિવૂડ સેલિબ્રિટીઝ સાથે કામ કરવાની તક મળી. તેમણે સુષ્મિતા, ગૌરી ખાનથી લઈને અંબાણી પરિવાર સુધી બધાને ફિટનેસ ક્લાસ આપવાનું શરૂ કર્યું.

8 / 14
 આ રીતે, તેમણે બોલિવૂડમાં પોતાની ઓળખ સ્થાપિત કરી. તેમને પહેલો મોટો બ્રેક આમિર ખાનની ફિલ્મ લગાનથી મળ્યો. આ પછી તેમણે ઘણી ફિલ્મોની કોરિયોગ્રાફી કરી હતી.

9 / 14
ટેરેન્સ લુઈસ પાસે કરોડો રુપિયાની કાર છે.તેમની આવક કરોડો રૂપિયા સુધીની છે. ટેરેન્સ ગીત કોરિયોગ્રાફી, રિયાલિટી શો, સ્ટેજ શો, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને ડાન્સ એકેડમી દ્વારા મોટી કમાણી કરે છે.

10 / 14
કોરિયોગ્રાફર ટેરેન્સને માત્ર ડાન્સ જ પસંદ નથી, પણ સ્ટંટ કરવાનો પણ શોખ છે.કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે કે, ટેરેન્સે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ પોતાનું નામ નોંધાવ્યું છે. તેમના નામે'World's Largest Photobook'નો રેકોર્ડ છે.

11 / 14
50 વર્ષીય ટેરેન્સ લુઈસ હજુ પણ સિંગલ છે અને લગ્ન કરવાનો તેમનો કોઈ ઈરાદો નથી.

12 / 14
ટેરેન્સ કહે છે કે, તે કોઈની સાથે 12 કલાક રહી શકતો નથી તેથી તે ક્યારેય લગ્ન કરવા માંગતો નથી. તે માને છે કે ખુશ રહેવા માટે લગ્ન જરૂરી નથી.

13 / 14
તેઓ રિયાલિટી ડાન્સ શો ડાન્સ ઈન્ડિયા ડાન્સ (2009–2012) અને નચ બલિયે (2012–2017)માં જજની પેનલમાં જોવા મળ્યો હતો.

14 / 14

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">