Women’s Health : ‘PCOS’ અને ‘PCOD’ વચ્ચે શું તફાવત છે? આ સમસ્યાથી કેવી રીતે બચવું
પીસીઓડી અને પીસીઓએસનું આખું નામ છે પોલિસિસ્ટિક ઓવેરી સિન્ડ્રોમ (PCOS) અને પોલિસિસ્ટિક ઓવરી ડિસઓર્ડર (PCOD). તે એક હોર્મોનલ ડિસઓર્ડર છે જે વિશ્વભરની અસંખ્ય મહિલાઓના જીવનને અસર કરે છે.

આજકાલની વ્યસ્ત લાઈફસ્ટાઈલ, સ્ટ્રેસ અને ફાસ્ટફુડના કારણે મોટાભાગની મહિલાઓ પીસીઓએસ અને પીસીઓઓડી જેવી સમસ્યાઓનો શિકાર બની જાય છે.

આજકાલની વ્યસ્ત લાઈફસ્ટાઈલ, સ્ટ્રેસ અને ફાસ્ટફુડના કારણે મોટાભાગની મહિલાઓ પીસીઓએસ અને પીસીઓઓડી જેવી સમસ્યાઓનો શિકાર બની જાય છે.

તો આજે આપણે જાણીશું કે, 'PCOS' અને 'PCOD' વચ્ચે શું તફાવત છે. આ સમસ્યાને લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરવાથી યોગ્ય કરી શકાય છે.

જો આપણે વાત કરીએ કે, PCODશું છે, તો PCOD મતલબ પૉલિસિસ્ટિક ઓવરી ડિસીસ જે એક હોર્મોનલ ડિસઓર્ડર છે. અને મહિલાઓમાં થનારી આ સમસ્યા મહિલાની ઓવરીઝને પ્રભાવિત કરે છે. આ સમસ્યાથી પીડિત મહિલાઓની ઓવરીઝમાં અનેક સિસ્ટ બની જાય છે.PCOD થવાનું કારણ વધારે વજન, તણાવ અને હોર્મોનલમાં ફેરફાર છે.

જો આપણે હવે PCODના લક્ષણની વાત કરીએ તો, પીસીઓઓડીના લક્ષણોમાં અનિયમિત પીરિયડ, પેટની આસપાસ ચરબીના થર જામવા લાગે છે જે મહિલાઓની પ્રજનન ક્ષમતાને નુકસાન પહોંચાડે છે.

PCOS શું છે. તો પીસીઓએસનો મતલબ પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ થાય છે.પીસીઓએસ શરીરમાં પ્રજનન હોર્મોનને અસંતુલન ઉભું કરનાર મેડિકલ કંડીશન કહેવામાં આવે છે. પીસીઓએસથી પીડિત મહિલાઓના ઓવરીઝમાં સિસ્ટ પણ થઈ શકે છે. પરંતુ હોર્મોનલ અસંતુલન એક ચિંતાનો વિષય છે. પીસીઓઓડીથી અધિક ગંભીર સમસ્યા છે.

પીસીઓએસના લક્ષણો વિશે વાત કરીએ તો અનિયમિત માસિક ચક્ર, વાળ ખરવા, ચેહરા પર ખીલ થવા વગેરે બાબતો સામેલ છે. દુનિયાભરમાં 6 થી 12 ટકા મહિલાઓ આ સમસ્યાથી પીડાય છે. હાલમાં પીસીઓએસની કોઈ સારવાર કે દવા નથી.પરંતુ લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરી આ સમસ્યાથી રાહત મળી શકે છે.

આ સમસ્યાથી બચવા ફાસ્ટ ફૂડથી દૂર રહેવાનો પ્રયત્ન કરો અને દરરોજ કસરત કરો. માનસિક તણાવ ન લેવો. તમારી દિનચર્યામાં યોગનો પણ સમાવેશ કરો.

જો વજન વધે છે, વાળ ખરવા, પેલ્વિક એરિયામાં દુખાવો અને પીરિયડ્સ સમયસર ન આવવા જેવી સમસ્યાઓ હોય તો આ બાબતે બેદરકારી ન રાખો અને ડોક્ટરની સલાહ લો.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

































































