Rajkot : કાળઝાળ ગરમીના પગલે સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ, 20 બેડનો વોર્ડ કરાયો ઉભો, જુઓ Video
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહીના પગલે સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ થયું છે. વધતી ગરમીના પગલે સિવિલ હોસ્પિટલમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. 20 બેડ વાળો ખાસ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. તાત્કાલિક સારવાર વિભાગ હેઠળ નવો વોર્ડ શરુ કરાયો છે.
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહીના પગલે સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ થયું છે. વધતી ગરમીના પગલે સિવિલ હોસ્પિટલમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. 20 બેડ વાળો ખાસ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. તાત્કાલિક સારવાર વિભાગ હેઠળ નવો વોર્ડ શરુ કરાયો છે. 3 મેડિકલ ઓફિસર અને 2 રેસિડન્સ ડોક્ટરોને ખડેપગે રાખવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગે કામ વગર બહાર ન નીકળવા લોકોની અપીલ કરી છે. હવામાન વિભાગ દ્વારા રાજકોટમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયો છે.
આકાશમાંથી અગનગોળા વરસવાની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ થાય તેવી શક્યતા છે. આજે રાજ્યના અનેક શહેરોમાં અગનભઠ્ઠીમાં શેકાવા જેવી સ્થિતિ સર્જાશે. તો ક્યાંય ભડકા જેવા તડકાનો અનુભવ થઈ શકે છે.તો હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 4 દિવસ તાપમાનનો પાર હાઇ રહેવાની પ્રબળ શક્યતા છે. કચ્છ સહિત સૌરાષ્ટ્રના શહેરમાં ગરમીનું એલર્ટ આપવામાં આવ્યું છે. તો ઉત્તર ગુજરાતના શહેરોમાં પણ હીટવેવની શક્યતા છે. તેમજ રાજ્યના 9 જિલ્લાઓમાં તાપમાનનનો પારો 40 ડિગ્રી પાર થાય તેવી આગાહી છે.