Cucumber thepla recipe : દૂધીના નહીં કાકડીના થેપલા બનાવો, આ રહી સરળ ટીપ્સ
ગુજરાતી ઘરોમાં મેથી,પાલક,દૂધી સહિતના અનેક પ્રકારના થેપલા બનાવવામાં આવતા હોય છે. પરંતુ તમે ક્યારે કાકડીના થેપલા ખાધા નહીં સાંભળ્યા હોય. તો આજે અમે તમને કાકડીના થેપલા બનાવવાની સરળ રીતે જણાવીશું.

મેથી, પાલક અને દૂધીના થેપલા તો તમે બધાએ ખાધા જ હશે. ત્યારે તમને કાકડીના થેપલા બનાવવાની સરળી રેસિપી તમને જણાવશું. જે ઘરે સરળતાથી બનાવી શકાય છે. તેમજ તે શરીર માટે ખૂબ જ લાભકારક છે.

કાકડીના થેપલા બનાવવા માટે રવો, ઘઉંનો લોટ, ચોખાનો લોટ, ઝીણી ખમણેલી કાકડી, તેલ, લીલા મરચાંની પેસ્ટ, હળદર પાઉડર, ધાણાજીરું, લાલ મરચું, આદુની પેસ્ટ, દહીં, મીઠું, સફેદ તલ, કોથમીર સહિતની સામગ્રીની જરુરત પડશે.

કાકડીના થેપલા બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલમાં ઘઉંનો લોટ લો. તેમાં ઝીણી ખમણેલી કાકડી ઉમેરો. ત્યારબાદ તેમાં મરચાંની પેસ્ટ, હળદર, ધાણાજીરું, લાલ મરચું પાઉડર, દહીં, આદુની પેસ્ટ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરો.

ત્યારબાદ તમામ સામગ્રીને બરાબર મિક્સ કરો. હવે જરુર પડે તો થોડું પાણી ઉમેરીને નરમ લોટ બાંધો. ત્યારબાદ 10 થી 15 મિનિટ માટે ઢાંકીને મુકી દો.

ત્યારબાદ લોટમાંથી નાના લુઆ બનાવી લો. હવે દરેક લુઆમાંથી થેપલા વણી લો. થેપલા વણતા ધ્યાન રાખો કે થેપલા ફાટી ન જાય. હવે એક તવી ગરમ કરવા માટે મુકો. ત્યારબાદ તવા પર તેલ લગાવી આ થેપલામાં મુકો.

કાકડીના થેપલાને બંન્ને બાજુ તેલ અથવા ઘી લગાવીને સોનરી રંગ થાય ત્યાં સુધી શેકી લો. હવે આ ગરમા ગરમ કાકડીના થેપલાંને દહીં, અથાણું કે ચટણી સાથે સર્વ કરી શકો છો.
Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.






































































