Weather Today : ગુજરાતમાં ગરમીનો કહેર, આ જિલ્લાઓમાં રેડ એલર્ટની આગાહી, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 2 દિવસ રાજ્યમાં ગરમીનો કહેર જોવા મળે છે. સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓ હાલ ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ગરમી મામલે સૌથી ટોપ પર છે.સમગ્ર દેશમાં હાલ સૌથી વધુ ગરમી સૌરાષ્ટ્ર અને કચ્છમાં જ પડી રહી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 2 દિવસ રાજ્યમાં ગરમીનો કહેર જોવા મળે છે. સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓ હાલ ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ગરમી મામલે સૌથી ટોપ પર છે.સમગ્ર દેશમાં હાલ સૌથી વધુ ગરમી સૌરાષ્ટ્ર અને કચ્છમાં જ પડી રહી છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ગરમી હાહાકાર મચાવી રહી છે. સતત ચાર દિવસથી હીટવેવના કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં હાહાકારની સ્થિતિ જોવા મળી રહી છે. કાળઝાળ ગરમીના કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે.
ગરમી પર હવે જે નવી આગાહી સામે આવી છે. તેના કારણે આપને થોડી ઠંડક મળી શકે છે કે કારણ કે આગામી 24 કલાકથી ગરમીથી થોડી રાહત મળવાની શકયતાઓ છે. હવામાન વિભાગની આગાહી છે કે ગુજરાતમાં ગરમીમાંથી આંશિક રાહત મળી શકે છે. કચ્છમાં છેલ્લા 4 દિવસથી રેડ એલર્ટ હતું.
આકરી ગરમીથી સૌરાષ્ટ્રમાં ત્રાહિમામ્
જો કે આગામી 24 કલાકમાં કચ્છમાં ગરમીનો કહેર ઓછો થશે. હવામન વિભાગે કચ્છ માટે હવે ઓરેન્જ આપ્યું છે. એટલું જ નહીં સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ ગરમીથી થોડી રાહત મળવી શકયતાઓ છે. પરંતુ રાજકોટ સહિતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ યથાવત્ રહેશે. ગરમીનો પારો 41 ડિગ્રીથી 43 ડિગ્રી વચ્ચે રહી શકે છે. ત્યારે રાજકોટમાં આરોગ્ય વિભાગે શહેરીજનોને બપોરના 12થી 5 વાગ્યા સુધી ઘર બહાર ન નીકળવા અપીલ કરી છે.
ઓરેન્જ એલર્ટ જાહેર
હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં મોરબી, રાજકોટ તથા ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં હીટવેવનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, ગાંધીનગર, સુરત અને વલસાડમાં ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

સોનાની આ સફર જાણી લો પછી જ સોનામાં રોકાણ કરો

Breaking News: પહલગામમાં પ્રવાસીઓ પર આંતકી હુમલામાં 27ના મોતની આશંકા

હનુમાનજીની એક અનોખી મૂર્તિ જે 'ઉલ્ટા હનુમાન' નામથી પ્રખ્યાત છે

Amreli : દારૂની ભઠ્ઠી અને ગેરકાયદે રેતી ખનન કરનાર લોકો પર પોલીસની તવાઈ
