કરોડોની સંપત્તિનો માલિક છે ક્રુણાલ કામરા, નેટવર્થ છે કરોડોમાં, વિવાદોમાં મોટું છે કોમેડિયનનું નામ
કોમેડિયન ક્રુણાલ કામરાએ પોતાના સ્ટેન્ડ અપ શોમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પર આકરા પ્રહારો કર્યા, જેના પગલે શિવસેનાના કાર્યકરોએ તેમના સ્ટુડિયોમાં તોડફોડ કરી હતી. કુણાલ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. ચાલો તમને જણાવીએ કે કુણાલ કામરા કોણ છે અને તેના પિરાવરમાં કોણ કોણ છે.

કોમેડિયન ક્રુણાલ કામરાએ રવિવારના રોજ મુંબઈમાં એક શો દરમિયાન મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પર આકરા પ્રહારો કર્યા હતા. ત્યારબાદ આ સમગ્ર મામલો ગરમાયો હતો. વાત એવી હતી કે, સ્ટેન્ડ અપ શો દરમિયાન કામરાએ દિલ તો પાગલ હૈના એક ગીતની પૈરોડી કરી જેમાં શિંદેને ગદ્દાર કહ્યા હતા.

કોમેડિયન ક્રુણાલ કામરાની પર્સનલ લાઈફ વિશે જાણો

કુણાલ કામરાનો જન્મ 3 ઓક્ટોબર 1988ના રોજ મુંબઈમાં થયો છે.કુણાલ કામરા સ્ટેન્ડ અપ કોમેડિયન છે. તેમની કોમેડીમાં રાજકીય વ્યંગ છે, જે ક્યારેક વિવાદનું કેન્દ્ર બની જાય છે.રિપોર્ટ અનુસાર, કુણાલ કામરા એક શો માટે 12 થી 15 લાખ રૂપિયા ચાર્જ કરે છે.

કુણાલ કામરા હાસ્ય માટે જાણીતો છે. તેમના અભિનયમાં રાજકારણ, ટેક્સી ચાલકો, બેચલર જીવન અને ટીવી જાહેરાતો વિશેના જોક્સનો સમાવેશ થાય છે. તેના શો ઘણો લોકપ્રિય રહ્યો છે, પરંતુ આ સિવાય કામરાની વિવાદોની લાંબી યાદી છે. તેઓ એકનાથ શિંદે પહેલા પણ ઘણી વખત વિવાદાસ્પદ ટિપ્પણી કરી ચૂક્યા છે.

કુણાલ કામરા હાસ્ય માટે જાણીતો છે. તેમના અભિનયમાં રાજકારણ, ટેક્સી ચાલકો, બેચલર જીવન અને ટીવી જાહેરાતો વિશેના જોક્સનો સમાવેશ થાય છે. તેના શો ઘણો લોકપ્રિય રહ્યો છે, પરંતુ આ સિવાય કામરાની વિવાદોની લાંબી યાદી છે. તેઓ એકનાથ શિંદે પહેલા પણ ઘણી વખત વિવાદાસ્પદ ટિપ્પણી કરી ચૂક્યા છે.

તેમણે પ્રસૂન પાંડેના એડ ફિલ્મ પ્રોડક્શન હાઉસ કોર્કોઇસ ફિલ્મ્સમાં પ્રોડક્શન આસિસ્ટન્ટ તરીકે કામ કરવાનું શરૂ કરવા માટે તેમના બીજા વર્ષમાં અભ્યાસ છોડી દીધો, જ્યાં તેમણે અગિયાર વર્ષ કામ કર્યું હતુ.

તેમણે 2013માં મુંબઈના કેનવાસ લાફ ક્લબ ખાતે એક શો સાથે સ્ટેન્ડ-અપ કોમેડિયન તરીકે અભિનય શરૂ કર્યો. 2017માં યુટ્યુબ પર અપલોડ કરાયેલા તેમના એક શોની ક્લિપને કારણે તેમને ભારતીય અતિ-રાષ્ટ્રવાદ પર વ્યંગાત્મક વલણ બદલ જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી.

તેમણે જુલાઈ 2017માં રમિત વર્મા સાથે મળીને પોતાનો ટોક-શો શટ અપ યા કુણાલ શરૂ કર્યો.એપિસોડમાં સામાન્ય રીતે એક અથવા વધુ આમંત્રિત મહેમાનો સાથે વાતચીત દર્શાવવામાં આવે છે, જે રમૂજ રીતે રજુ કરવામાં આવે છે.

1 માર્ચ 2017ના રોજ, તેમણે યુટ્યુબ પર "દેશભક્તિ અને સરકાર" નામનો એક કોમેડી વિડીયો રજૂ કર્યો જેમાં ભારતીય નોટબંધી, સરકાર અને ભારતીયોના સૈન્ય પ્રત્યેના વલણની મજાક ઉડાવવામાં આવી હતી.

આ વિડીયો અપલોડ કરવા બદલ તેમને અનેક જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી. 2018માં, તેમણે શેર કર્યું કે, તેમની મકાનમાલિકે તેમને "રાજકીય મુદ્દાઓ" ને કારણે જગ્યા ખાલી કરવાનું કહ્યું હતું. ક્રુણાલ કામરાના નેટવર્થની વાત કરીએ તો તેની નેટવર્થ અંદાજે 17 કરોડ રુપિયા છે. આ તેની કુલ સંપત્તિ કોમેડી જગતમાં તેની સફળતાના કારણથી છે. તેની કુલ નેટવર્થ સ્ટેન્ડ અપ કોમેડી ટૂર, સોશિયલ મીડિયા અને પોડકાસ્ટ શો દ્વારા થાય છે.

કુણાલ કામરાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ જ મોટી ફેન ફોલોઈંગ છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 10 લાખથી વધુ ફોલોઅર્સ અને યુટ્યુબ પર 2.29 મિલિયન સબસ્ક્રાઈબર્સ છે. X પર 2.4 મિલિયન ફોલોઅર્સ છે. કુણાલ કામરાના જો પરિવાર વિશે આપણે વાત કરીએ તો. કામરાના પિતા મુંબઈમાં એક ફાર્મસીની દુકાન ચલાવતા હતા. જાણકારી મુજબ તેની માતા હાઉસ વાઈફ છે. ક્રુણાલ કામરાનના ભાઈ બહેન અને તેની પર્સનલ લાઈફ વિશે અન્ય કોઈ માહિતી નથી.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

































































