Prajapati surname history : પ્રજાપતિ અટકની ભગવાન બ્રહ્માજી સાથે છે ખાસ સંબંધ, જાણો શું છે ઈતિહાસ
ભારતમાં અલગ અલગ પ્રકારના વર્ણ વ્યવસ્થા આવે છે. જેમાં કોઈ પણ વ્યક્તિના નામ પાછળ અટક લખવામાં આવે છે. જે કુટુંબ, વંશ અથવા જાતિ દર્શાવે છે. નામ વ્યક્તિની કૌટુંબિક ઓળખ અથવા સાંસ્કૃતિક વારસો વ્યક્ત કરે છે. પરંતુ અટક પાછળનો ઈતિહાસ ખબર હોતી નથી.

પ્રજાપતિ અટકએ ભારતમાં એક અગ્રણી અટક છે, જે મુખ્યત્વે કુંભાર એટલે માટીકામ કરનારા, કારીગરો અને અન્ય કારીગર સમુદાયો સાથે સંકળાયેલી છે. આ અટક મુખ્યત્વે ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત, હરિયાણા, મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં જોવા મળે છે.

પ્રજાપતિ શબ્દ સંસ્કૃતમાંથી આવ્યો છે. જે પ્રજા એટલે લોકો અને પતિ એટલે સ્વામી અથવા રક્ષક પરથી આવ્યો છે. જેનો અર્થ સમગ્ર લોકોના સ્વામી અથવા રક્ષક થાય છે.

હિન્દુ ધર્મમાં ભગવાન બ્રહ્માને પ્રજાપતિ કહેવામાં આવ્યા છે. કારણ કે તેમને બ્રહ્માંડના સર્જનહાર માનવામાં આવે છે. આ કારણોસર પ્રજાપતિ અટક ધરાવતા લોકો પોતાને બ્રહ્માજીના વંશજ માને છે.

પ્રજાપતિ સમુદાયા અને પરંપરાગત વ્યવસાય છે. કુંભાર પ્રજાપતિ સમુદાય પરંપરાગત રીતે માટીકામ, શિલ્પકામ અને હસ્તકલા સાથે સંકળાયેલા છે.

કેટલાક પ્રદેશોમાં પ્રજાપતિ સમુદાય મકાન બાંધકામ, પ્રતિમા નિર્માણ અને અન્ય હસ્તકલા કર્યોમાં રોકાયેલા છે. તેમજ આધુનિક સમયમાં પ્રજાપતિ સમુદાયના લોકો કૃષિ, વ્યવસાય, સરકારી સેવાઓ અને અન્ય વ્યવસાયોમાં પણ કામ કરી રહ્યાં છે.

પ્રજાપતિ સમુદાયના લોકો મોટી સંખ્યામાં ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા, પંજાબ અને દિલ્હીમાં રહે છે. આ સમુદાય ખાસ કરીને જયપુર, જોધપુર, ઉદયપુરમાં જોવા મળે છે.

મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં અહીં પ્રજાપતિ સમુદાયના લોકો ખેડૂત અને કારીગર તરીકે કાર્યરત છે. ગુજરાત અને મહારાષ્ટ્ર વસવાટ કરે છે. આ સમુદાય અમદાવાદ, સુરત, મુંબઈ અને અન્ય સ્થળોએ વ્યવસાય અને અન્ય પ્રવૃત્તિઓમાં રોકાયેલ છે.

પ્રજાપતિ સમુદાય ઘણી જગ્યાએ કુંભાર જાતિ સાથે સંકળાયેલો છે. પરંતુ સમય જતા આ સમુદાયે વ્યવસાય, સરકારી નોકરીઓ, શિક્ષણ અને રાજકારણમાં પણ પોતાની છાપ છોડી છે.

રાજસ્થાન અને હરિયાણામાં, પ્રજાપતિ સમુદાયને OBC શ્રેણીમાં સમાવવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશ અને બિહારમાં પણ આ સમુદાય સામાજિક અને આર્થિક રીતે સશક્ત બની રહ્યો છે.

પ્રજાપતિ અટક ધરાવતા લોકો હવે શિક્ષણ, રાજકારણ, વહીવટ અને વ્યવસાયમાં પણ સક્રિય છે. આજે પણ ઘણા પ્રજાપતિ પરિવારો માટીકામ, શિલ્પ અને હસ્તકલામાં રોકાયેલા છે.
Tv9 ગુજરાતી પર શહેર, અટક પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

































































