Instagram Reelsને સીધા WhatsApp Statusમાં કરી શકો છો શેર, ઓડિયો નહીં થાય ગાયબ
પહેલા ઇન્સ્ટા રીલ્સ વોટ્સએપ સ્ટેટસ પર લીન્કના રુપે દેખાતી હતી પરંતુ હવે તેનો વીડિયો દેખાશે તેમજ ઓડિયો ગાયબ પણ નહીં થાય, કારણ કે હવે આ સમસ્યાનું પણ નિરાકરણ આવી ગયું છે. હવે યુઝર્સ વોટ્સએપ સ્ટેટસ પર ઇન્સ્ટાગ્રામ રીલ્સ સરળતાથી શેર કરી શકશે.

ઇન્સ્ટાગ્રામ રીલ્સ ફોટો અને વિડિયો શેરિંગ એપનું ખૂબ જ લોકપ્રિય ફીચર છે. યુઝર્સ ઇન્સ્ટા પર કલાકો સુધી રીલ્સ જોવે છે. ક્યારેક જ્યારે તમને રીલ ગમે છે, ત્યારે તમે તેને ઇન્સ્ટાગ્રામ સ્ટોર અને DM કરી તમારા મિત્રોને મોકલો છો. જોકે, હવે યુઝર્સ વોટ્સએપ સ્ટેટસ પર પણ ઇન્સ્ટાગ્રામ રીલ્સ શેર કરી શકે છે.

પહેલા ઇન્સ્ટા રીલ્સ વોટ્સએપ સ્ટેટસ પર લીન્કના રુપે દેખાતી હતી પરંતુ હવે તેનો વીડિયો દેખાશે તેમજ ઓડિયો ગાયબ પણ નહીં થાય, કારણ કે હવે આ સમસ્યાનું પણ નિરાકરણ આવી ગયું છે. હવે યુઝર્સ વોટ્સએપ સ્ટેટસ પર ઇન્સ્ટાગ્રામ રીલ્સ સરળતાથી શેર કરી શકશે.

1. સૌ પ્રથમ તમારા ફોનમાં Instagram ખોલો.

2. આ પછી Instagram Reels ખોલો.

૩. તમે તમારા WhatsApp સ્ટેટસ પર જે પણ રીલ્સ શેર કરવા માંગો છો, તેના નીચે દેખાતા શેર આઇકોન પર ક્લિક કરો.

4. હવે તમને રીલ્સની નીચે ઘણા બધા વિકલ્પો દેખાશે, જેમાં WhatsAppના બે વિકલ્પો પણ હાજર હશે. એક વિકલ્પમાં WhatsApp અને બીજા વિકલ્પમાં WhatsApp Status ઉપલબ્ધ રહેશે. જો તમે WhatsApp સ્ટેટસ પર Instagram રીલ્સ શેર કરવા માંગતા હો, તો તમારે WhatsApp સ્ટેટસ વિકલ્પ પસંદ કરવો પડશે.

5. આ વિકલ્પ પર ક્લિક કર્યા પછી, તમારા WhatsApp સ્ટેટસ પર ઓડિયો સાથે Instagram રીલ આવશે.

આ સુવિધા એવા લોકો માટે પણ ખૂબ ઉપયોગી થશે જેઓ વારંવાર ઇન્સ્ટાગ્રામ પર પોતાની રીલ્સ બનાવે છે. આ રીતે, તેઓ તેમની રીલ્સ પર મહત્તમ પહોંચ મેળવવા માટે વોટ્સએપ સ્ટેટસ પર રીલ શેર કરી શકે છે.

અત્યાર સુધી તેઓ સીધા વોટ્સએપ સ્ટેટસ પર રીલ્સ મોકલી શકતા નહોતા, પરંતુ નવા ફીચર પછી, હવે તેઓ તેમના ઇન્સ્ટાગ્રામ રીલ્સ સીધા વોટ્સએપ સ્ટેટસ પર મૂકી શકશે.
ટેકનોલોજીને લગતા ઘણી ટ્રિક છે જે અજમાવી તમે તમારા ફોનને વધારે બેહતર રીતે કામ કરે તેમ બનાવી શકો છો ત્યારે આવી જ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો






































































