Anand : અનુસૂચિત જાતિ સરકારી કન્યા છાત્રાયલમાં હોબાળો, મેનુ મુજબ ભોજન ન અપાતું હોવાનો આરોપ, જુઓ Video
ગુજરાતમાં કેટલીક વાર સરકાર દ્વારા ચલાવવામાં આવતા મધ્યાહન ભોજન ગુણવત્તાને લઈને વિવાદમાં આવતું હોય છે. ત્યારે આણંદના બાકરોલની સરકારી કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થિનીઓએ હોબાળો કર્યો છે.
સરકારી શાળાઓમાં સરકાર દ્વારા મધ્યાહન ભોજન આપવામાં આવતુ હોય છે. જો કે કેટલીક વાર સરકાર દ્વારા ચલાવવામાં આવતી મધ્યાહન ભોજન યોજના ગુણવત્તાને લઈને વિવાદમાં આવતી હોય છે. ત્યારે આણંદના બાકરોલની સરકારી કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થિનીઓએ હોબાળો કર્યો છે.
બાકરોલની સરકારી કન્યા છાત્રાલયમાં હોબાળો
અનુસૂચિત જાતિ સરકારી કન્યા છાત્રાયલમાં વિદ્યાર્થિનીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે. મેનું મુજબ ભોજન ન અપાતું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ભોજનમાં અવાર-નવાર જીવાત નીકળતી હોવાની વિદ્યાર્થિનીઓની ફરિયાદ છે. અનેકવાર રજૂઆત છતાં પગલાં ન લેવાતા વિદ્યાર્થિનીઓમાં રોષ જોવા મળ્યો છે. નિયમ મુજબ જમવાનું નહીં મળે ત્યાં સુધી ભોજનના બહિષ્કારની ચીમકી ઉઠી છે.
મેનુ મુજબ ભોજન ન અપાતું હોવાનો આરોપ
વિદ્યાર્થિનીઓનો આક્ષેપ છે કે અનેકવાર રજૂઆત છતાં કોઈ જ પગલાં નથી લેવાઈ રહ્યા. એટલું જ નહીં વિદ્યાર્થિનીઓએ હોબાળો મચાવતા વોર્ડન કે નિયામકે તેમની વાત સાંભળવાને બદલે પોલીસ બોલાવતા વિદ્યાર્થિનીઓ રોષે ભરાઈ હતી.