Health Tips : ડાબા પડખે કેમ સૂવું જોઈએ, જાણી લો ચોંકાવનારા ફાયદા
સારા આરોગ્ય માટે ઊંઘની સ્થિતિ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પ્રાચીન આયુર્વેદ અને આધુનિક વૈજ્ઞાનિક સંશોધન મુજબ, ડાબા પડખે સૂવાથી અનેક પ્રકારના આરોગ્યલક્ષી ફાયદા થઈ શકે છે. ચાલો, જાણીએ કે ડાબા પડખે સૂવાથી શરીર પર શું અસર થાય છે.

ડાબા પડખે સૂવાથી હૃદય પર દબાણ ઓછું પડે છે. હૃદય શરીરમાં લોહી પંપ કરતું હોય છે, અને ડાબી બાજુ ઊંઘવાથી રક્તપ્રવાહ સરળ બને છે. લોહીપ્રવાહ સરળ હોવાને કારણે હાઈ બ્લડ પ્રેશર અને હૃદયરોગની સંભાવના ઓછી થઈ શકે છે. (Credits: - Canva)

આપણું પેટ ડાબી બાજુ સ્થિત હોય છે. આ સ્થિતિમાં, ખોરાક સહેલાઈથી પેટમાંથી આંતરડાંમાં જાય છે અને પાચન ક્રિયા ઝડપી બને છે. ગૅસ, અપચો અને એસિડિટીની સમસ્યા ઓછી થઈ શકે છે. (Credits: - Canva)

જમણા પડખે ઊંઘવાથી અમુક લોકોમાં એસિડ રિફ્લક્સ (જલન)ની તકલીફ થાય છે. ડાબા પડખે સૂવાથી પેટનું એસિડ ગળામાં ચઢતું નથી, જેનાથી આ સમસ્યા ટાળી શકાય છે. (Credits: - Canva)

ગર્ભાવસ્થા દરમિયાન ડાબા પડખે સૂવાથી ગર્ભમાં રહેલા શિશુ માટે વધુ ઓક્સિજન અને પોષક તત્વો પહોંચે છે. ડાબા પડખે સૂવાથી લોહીપ્રવાહને સરળ બનાવે છે, જેના કારણે માતા અને બાળક બંને માટે ફાયદાકારક થાય છે. (Credits: - Canva)

ડાબા પડખે સૂવાથી લીવર અને કિડની પર દબાણ ઓછું થાય છે. આ અવસ્થામાં શરીરથી ઝેરી તત્વો ઝડપથી બહાર નીકળી શકે છે. લીવર પર બોજ ઓછો થવાને કારણે શરીર સ્વસ્થ રહે છે. (Credits: - Canva)

ડાબા પડખે સૂવાથી શરીરમાં લોહીનો પ્રવાહ સરળ બને છે. શરદી, ખાંસી અને શ્વાસ સંબંધિત તકલીફમાં આ સ્થિતિ મદદરૂપ થાય છે. ઓક્સિજન યોગ્ય રીતે મળવાથી મગજ (brain) વધુ સારી રીતે કાર્ય કરે છે. ( નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે. ) (Credits: - Canva)
બિનઆરોગ્યપ્રદ ખાનપાન, ખરાબ લાઈફસ્ટાઈલ, સ્થૂળતા, આનુવંશિક પરિબળોને કારણે બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે.તો સ્વસ્થ જીવનશૈલીને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

































































