Stock Market: AGR મુદ્દે સરકારનો મોટો નિર્ણય! ભારતીય ટેલિકોમ્યુનિકેશન કંપની પર ભાર ઓછો, હવે શેરના ભાવ ઉછળશે કે તૂટશે?

AGR મુદ્દે સરકારે મોટો નિર્ણય લીધો છે, જેના કારણે ભારતીય ટેલિકોમ્યુનિકેશન કંપનીને રાહત મળી છે. આ નિર્ણયના પરિણામે શેરના ભાવમાં ખાસ હલચલ જોવા મળી શકે છે.

| Updated on: Jan 09, 2026 | 5:18 PM
1 / 8
ભારતીય ટેલિકોમ્યુનિકેશન કંપનીએ કહ્યું છે કે, તેને AGR (Adjusted Gross Revenue) બાકી રકમ અંગે સરકાર તરફથી મોટી રાહત મળી છે. કંપનીએ 9 જાન્યુઆરીએ શેરબજારને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે, નાણાકીય વર્ષ 2007 થી 2019 સુધીના AGR લેણાં હાલ પૂરતા ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. આનો અર્થ એ છે કે, આ રકમ પર વધુ કોઈ દબાણ રહેશે નહીં અને પેમેન્ટ પછીથી કરવામાં આવશે.

2 / 8
કંપનીએ જણાવ્યું હતું કે, AGR લેણાંનું પેમેન્ટ માર્ચ 2026 માં શરૂ થશે. આ હેઠળ, માર્ચ 2026 થી માર્ચ 2031 સુધી દર વર્ષે મહત્તમ 124 કરોડ રૂપિયા ચૂકવવા પડશે. આ પછી, માર્ચ 2032 થી માર્ચ 2035 સુધી દર વર્ષે 100 કરોડ રૂપિયા ચૂકવવામાં આવશે.

3 / 8
વોડાફોન આઈડિયાએ જણાવ્યું હતું કે, ટેલિકોમ્યુનિકેશન વિભાગ AGR લેણાંની પુનઃગણતરી (Recalculation) માટે એક સમિતિની રચના કરશે. જો કે, આ અંતર્ગત સમિતિનો નિર્ણય ફાઇનલ રહેશે. આ પછી જે નવી રકમ નક્કી કરવામાં આવશે, તેને માર્ચ 2036 થી માર્ચ 2041 દરમિયાન સમાન વાર્ષિક હપ્તાઓમાં ચૂકવવામાં આવશે.

4 / 8
1 ડિસેમ્બર, 2025 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં એક સરકારી બેઠક યોજાઈ હતી. આ બેઠકથી વોડાફોન આઈડિયાને નોંધપાત્ર રાહત મળી છે. સરકારે કંપનીના જૂના લેણાં તાત્કાલિક ચૂકવવાની ફરજ દૂર કરી અને હાલ પૂરતી આ રકમને રોકી રાખી છે. આનાથી ભારે દેવામાં ફસાયેલ વોડાફોન આઈડિયાને મોટી રાહત મળી છે અને કંપનીને થોડી રિકવરીની તક મળી છે.

5 / 8
બ્લૂમબર્ગના જણાવ્યા અનુસાર, કંપની સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ધિરાણકર્તાઓ (Lenders) પાસેથી ફંડ એકત્ર કરી શકે છે. એકત્ર કરાયેલા ફંડનો મોટો ભાગ નેટવર્ક સુધારણા અને વિસ્તરણમાં ખર્ચવામાં આવશે, જેનાથી કંપની તેના હરીફો ભારતી એરટેલ લિમિટેડ અને રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડ સાથે વધુ સારી રીતે સ્પર્ધા કરી શકશે.

6 / 8
વોડાફોન આઈડિયા લાંબા સમયથી નુકસાનનો સામનો કરી રહી છે પરંતુ હવે તેની સ્થિતિમાં થોડો સુધારો જોવા મળ્યો છે. નાણાકીય વર્ષ 2026 ના બીજા ક્વાર્ટરમાં કંપનીનું નુકસાન ઘટીને ₹5,524 કરોડ થયું, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં ₹7,176 કરોડ હતું. મળતી માહિતી મુજબ, ઓછા વ્યાજ ખર્ચ અને ઊંચા ટેરિફથી કંપનીને ફાયદો થયો છે.

7 / 8
રોકાણકારો માટે શું મેસેજ છે?: રોકાણકારોએ ગભરાવાની કે મૂંઝવણમાં પડવાની જરૂર નથી. આ મોક ટ્રેડિંગ સત્ર ફક્ત સિસ્ટમની મજબૂતાઈ ચકાસવા માટે છે. આગામી નિયમિત ટ્રેડિંગ દિવસે શેરબજાર સામાન્ય રીતે ફરી ખુલશે, અને રોકાણકારો રાબેતા મુજબ ટ્રેડ કરી શકશે. એકંદરે, 10 જાન્યુઆરીએ NSE અને BSE ખુલવું એ રોકાણકારો માટે માત્ર ટ્રેડિંગ તક નથી, પરંતુ બજાર સુરક્ષા અને વિશ્વાસને મજબૂત કરવા માટે જરૂરી તકનીકી કવાયત છે.

8 / 8
હાલમાં, 'સરકાર' વોડાફોન આઈડિયામાં 49 ટકા જેટલો હિસ્સો ધરાવે છે. જો કે, આ જાહેરાત બાદ Vi ના શેરમાં શરૂઆતમાં ઉછાળો આવ્યો હતો. કંપનીનો શેર શરૂઆતમાં ₹11.65 પર ટ્રેડ થઈ રહ્યો હતો, જે 1.30% જેટલો વધ્યો હતો. નોંધનીય છે કે, આ વધારા બાદ શેરમાં એકંદરે ઘટાડો જોવા મળ્યો હતો. 09 જાન્યુઆરી એટલે કે આજે (શુક્રવાર) Vi ના શેર શરૂઆતી ઉછાળા બાદ 2.09%  જેટલા ઘટ્યા અને 11.26 ના ભાવે બંધ થયા હતા.