AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જોત જોતામાં જ ભાવ ધડામ ! ચાંદીની ચમક મિનિટોમાં ગાયબ, રોકાણકારોના અબજો રૂપિયા મિનિટોમાં સ્વાહા

વૈશ્વિક બજારમાં આજે ચાંદીની કિંમતોમાં એવી અણધારી ઉથલપાથલ જોવા મળી કે, મોટા ગજાના રોકાણકારો પણ સ્તબ્ધ થઈ ગયા છે. આકાશને આંબવા જઈ રહેલી ચાંદીની કિંમત મિનિટોમાં જ પત્તાની મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ.

| Updated on: Mar 03, 2026 | 7:20 PM
Share
ચાંદીની કિંમતોમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. કિંમત 96.40 ડોલરની સર્વોચ્ચ સપાટીએથી ગગડીને સીધી 81.85 ડોલરના નીચલા સ્તર સુધી પહોંચી ગઈ છે. આ આશરે 15 ટકાનો ઘટાડો (Silver Price Today) રહ્યો, જેને 'ફ્લેશ ક્રેશ' તરીકે ઓળખવામાં આવ્યો છે. આ ઘટાડા પાછળ કેટલાક મોટા કારણો સામે આવ્યા છે.

1 / 7
યુએસ ડોલર ઇન્ડેક્સ (US Dollar Index) 99.20 સુધી પહોંચી ગયો છે, જે જાન્યુઆરીના અંત પછીનું સૌથી ઊંચું સ્તર છે. આની સાથે જ 10 વર્ષના અમેરિકી ટ્રેઝરી યીલ્ડમાં 10 બેસિસ પોઈન્ટનો વધારો થતા તે 4.07 ટકા થઈ ગઈ છે. આના કારણે વ્યાજ ન આપતી ધાતુઓમાં (જેમ કે ચાંદી) રોકાણ ઓછું આકર્ષક બન્યું છે.

2 / 7
શરૂઆતમાં જીઓ-પોલિટિકલ તણાવના (Geopolitical tension) કારણે ચાંદીની કિંમતમાં ઉછાળો આવ્યો હતો પરંતુ હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) બંધ થવાની આશંકાએ વૈશ્વિક ઊર્જા સપ્લાય અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓને લઈને ચિંતા વધારી દીધી છે. આ માર્ગ વિશ્વના આશરે 20 ટકા ઊર્જા સપ્લાય સાથે જોડાયેલો છે. આનાથી સોલર સેક્ટર જેવા ઉદ્યોગોમાં ચાંદીની માંગ પર અસર પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

3 / 7
ISM મેન્યુફેક્ચરિંગ પ્રાઇસ ઇન્ડેક્સ 11.5 અંક વધીને 70.5 પર પહોંચી ગયો છે, જેનાથી મોંઘવારી ઊંચી રહેવાની આશંકા વધી છે. બજારે ફેડરલ રિઝર્વ દ્વારા આગામી વ્યાજદરમાં ઘટાડાની અપેક્ષા જુલાઈથી હટાવીને સપ્ટેમ્બર 2026 સુધી ટાળી દીધી છે.

4 / 7
COMEX બજારમાં પેપર ફ્યુચર્સ અને ફિઝિકલ કિંમતો વચ્ચેનો તફાવત વધવાને કારણે હાઈ વોલ્યુમ ટ્રેડિંગમાં 'ડીલીવરેજિંગ' જોવા મળ્યું હતું. સોમવારે 96.40 ડોલરના સ્તરે પહોંચ્યા બાદ રોકાણકારોએ ભારે નફાબૂકિંગ કર્યું, જેના કારણે કિંમતોમાં તીવ્ર ઘટાડો આવ્યો.

5 / 7
વૈશ્વિક શેરબજારોમાં નુકસાનના કારણે લીવરેજ્ડ ટ્રેડર્સને માર્જિન કોલ કવર કરવા માટે ચાંદી વેચવી પડી હતી. આના પરિણામે રોકાણકારોએ ચાંદીમાંથી નીકળીને અમેરિકી ડોલર તરફ વલણ અપનાવ્યું છે.

6 / 7
જણાવી દઈએ કે, આજે ભારતમાં બજાર બંધ છે અને MCX બુધવારે સ્પોટ રેટ જાહેર કરશે. એવી અપેક્ષા છે કે, બુધવારે પણ ભારતમાં સોનું અને ચાંદી નીચા સ્તરે ખુલી શકે છે.

7 / 7

બેસ્ટ ETF કેવી રીતે પસંદ કરવો ? યુદ્ધના માહોલમાં સોના-ચાંદીમાં રોકાણ કરવાનો શ્રેષ્ઠ વિકલ્પ; આ વાત જાણી લો, નહીં તો પસ્તાવો થશે

Follow Us
ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ

પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, 2.13 લાખની ઉચાપતનો દાવો

તાપીઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે બબાલનો કેસ

પ્રવેશોત્સવમાં ચોંકાવનારો કિસ્સો: 9મા ધોરણના વિદ્યાર્થીને ABCD ન આવડી

જંગલેશ્વરની તોડફોડ પાછળ કરેલા જંગલ જેવા ખર્ચનો હિસાબ કિતાબ આપોઃ સરકાર

સુરતમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા લાખો લીટર પાણીનો વેડફાટ !

નાસીરનગર ડિમોલિશન મામલે પોલીસ અને તંત્રને હાઈકોર્ટની ફટકાર

ભગવાનનો વૈદિક મંત્રોચ્ચાર સાથે જળાભિષેક કરાયો

રાજકારણમાંથી નિવૃત્તિ લઈ સલાહકાર સમિતિમાં જોડાવાની ગણતરી

દેશના 22 રાજ્યોમાં ચોમાસાનું આગમન, ક્યાંક વરસાદ તો ક્યાંક હીટવેવનો ડબલ

g clip-path="url(#clip0_868_265)">