What Gujarat Thinks Today : Gen Z ધર્મ અને રાષ્ટ્રવાદ સાથે દેશને આગળ લઈ જવા માટે તૈયાર, TV9ના મહામંચ પર સુનિલ આંબેકરે મનની વાત કરી
TV9 ગુજરાતીના સૌથી મોટા મંચ 'થિંક ફેસ્ટ'માં આજે સમાજને સ્પર્શતા વિવિધ મુદ્દાઓ પર દિગ્ગજો સાથે સંવાદ યોજાયો હતો. આ 'થિંક ફેસ્ટ'માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકરે પોતાના મનની વાત કરી હતી.
TV9 ગુજરાતીના સૌથી મોટા મંચ ‘થિંક ફેસ્ટ’માં આજે સમાજને સ્પર્શતા વિવિધ મુદ્દાઓ પર દિગ્ગજો સાથે સંવાદ યોજાયો હતો. આ મહામંચ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર ઉપસ્થિત રહ્યા હતા. સંઘના 100 વર્ષ પૂર્ણ થવાના અવસરે, તેમણે શતાબ્દી પર્વના સંકલ્પો અને આજની યુવાપેઢી (Gen Z) વિશે સંઘના વિચારો રજૂ કર્યા હતા.
સુનિલ આંબેકરે આજની યુવાપેઢી એટલે કે Gen Z વિશે સંઘના વિચારો રજૂ કરતા જણાવ્યું હતું કે, ભારતની નવી પેઢી ભજન, ક્લબિંગ અને AI (Artificial Intelligence) એમ ત્રણેય ક્ષેત્રોમાં સમાન રીતે સક્રિય છે.
તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, આજની યુવાપેઢી ધર્મ તરફ વળી રહી છે અને ‘ભારતમાતા ની જય’ના નાદ સાથે દેશને પ્રગતિના પંથે આગળ લઈ જવા માટે કટિબદ્ધ છે. સંઘના મંચ પરથી તેમણે 360 ડિગ્રી એનાલિસિસ સાથે સ્પષ્ટ કર્યું હતું કે, યુવાપેઢીને સંઘ સાથે જોડવા માટે તેમના વિચારો અને ક્ષમતાઓને સમજવી અનિવાર્ય છે.
‘PK’ નું પ્રમોશન… પહેલા ભાજપ યુવા મોરચાની કમાન, હવે નવા સંગઠનમાં સૌથી પાવરફુલ મહામંત્રીનો કાર્યભાર- કોણ છે JV ના વિશ્વાસુ ‘PK’?
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
