AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shakira India Concert : શકીરાના કોન્સર્ટની એક ટિકિટ 32 હજાર રુપિયાની, એપ્રિલમાં આ 2 શહેરમાં કરશે પરફોર્મન્સ

Shakira Concert Price : પોપ સ્ટાર શકીરા અંદાજે 19 વર્ષ પછી ભારત પરત ફરી રહી છે. શકીરા ઈન્ડિયા ટુર ફાઈનલ થઈ ચૂકી છે. આ દરમિયાન તે માત્ર 2 શહેરમાં શો કરશે. તેમજ આ કોન્સર્ટની ટિકિટ ખુબ મોંઘી છે. તો ચાલો જાણીએ શકીરા ક્યા બે શહેરમાં પરફોર્મન્સ કરશે.

Shakira India Concert : શકીરાના કોન્સર્ટની એક ટિકિટ 32 હજાર રુપિયાની, એપ્રિલમાં આ 2 શહેરમાં કરશે પરફોર્મન્સ
| Updated on: Mar 02, 2026 | 11:56 AM
Share

Shakira India Concert Ticket Price : Waka Waka Eh Eh…આ ગીત તમે બધાએ સાંભળ્યું હશે. સાઉથ આફ્રિકામાં 2010ના ફીફા વર્લ્ડકપ માટે આ ગીત પર ચાહકો ખુબ નાચ્યા હતા. આ ગીત કોલંબોની સિંગર અને ડાન્સર શકીરાએ ગાયું હતુ. જેનાથી તે દુનિયાભરમાં ફેમસ થઈ હતી. ઈન્ડિયામાં પણ શકીરાના ગીતનો ખુબ ક્રેઝ છે. તેના ચાહકો પણ મોટી સંખ્યામાં છે. હવે ઈન્ડિયન ચાહકો માટે એક ગુડ ન્યુઝ આવ્યા છે. અંદાજે 19 વર્ષ પછી શકીરા પોતાની ધુન પર ચાહકોને નચાવવા માટે ભારત આવી રહી છે. શકીરાનો ઈન્ડિયામાં કોન્સર્ટ થવાનો છે. જેની તારીખ પણ સામે આવી છે.

ઈન્ટરનેશનલ પોપ સ્ટાર શકીરાએ 2007માં મુંબઈમાં ઓરલ ફિક્સેશન ટુર કરી હતી. હવે ફરી એક વખત ભારત આવી રહી છે. જેનાથી ચાહકો ખુબ જ ઉત્સાહિત છે. શકીરા આ વર્ષે એપ્રિલમાં મુંબઈ અને દિલ્હીમાં પરફોર્મન્સ કરશે. શકીરાના કોન્સર્ટ માટે ટિકિટ ખુબ મોંઘી છે. આ ક્રેઝ બાદ શકીરાના કોન્સર્ટની ટિકિટની કિંમત અંદાજે 32 હજાર સુધી પહોંચી ગઈ છે.

View this post on Instagram

A post shared by Shakira (@shakira)

દિલ્હી અને મુંબઈમાં શકીરાનો કોન્સર્ટ

શકીરાના ઈન્ડિયા કોન્સર્ટ પહેલા શાનદાર માહૌલ જામ્યો છે. તેના શો અને ટિકિટ લાઈવ થઈ ચૂકી છે. લૈટિના પોપ સેન્સેશન શકીરાને એપ્રિલ 2026માં 2 પરફોર્મન્સ આપશે. 2007માં ઓરલ ફિક્સેશન ટુર બાદ આ તેની પહેલી ઈન્ડિયા ટુર છે. શકીરા 10 એપ્રિલના રોજ મુંબઈના મહાલક્ષ્મી રેસકોર્સમાં પરફોર્મન્સ આપશે. ત્યારબાદ 15 એપ્રિલના રોજ દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં તેનો બીજો શો હશે.

  • મુંબઈ – 10 એપ્રિલ, મહાલક્ષ્મી રેસકોર્સ
  • દિલ્હી – 15 એપ્રિલ, જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ, JLN

શકીરાના કોન્સર્ટની ટિકિટ પ્રાઈઝ

શકીરાના મુંબઈ કોન્સર્ટ માટે ટિકિટ કેટેગરીમાં અનેક ઓપ્શન છે. સૌથી મોંઘી ટિકિટ HSBC સ્ટારસ્ટ્રક લાઉન્ઝ પાસ 32 હજાર રુપિયા છે. જેમાં 28,500ની બેઝ ટિકિટ પ્રાઈઝ, 200નો ડિલીવરી ચાર્જ અને 3,363ની બુકિંગ ફી સામેલ છે. જેમાં જીએસટી પણ સામેલ છે. બીજા ઓપ્શનમાં પ્લેટિનમ લાઉઝ માટે 24,500, VIP સેક્શન માટે 14,500 અને જનરલ એડમિશન માટે 6,000 રુપિયા સામેલ છે. આ તમામમાં એક્સ્ટ્રા બુકિંગ અને ડિલીવરી ચાર્જ સામેલ નથી.

શકીરા મુંબઈ કોન્સર્ટ ટિકિટ કિંમત

  • HSBC સ્ટારસ્ટ્રક લાઉન્જ – 32,000 (સૌથી મોંઘી ટિકિટ)
  • પ્લેટિનમ લાઉન્જ ટિકિટ – 24,500
  • VIP સેક્શન ટિકિટ – 14,500
  • જનરલ શો ટિકિટ – 6,000

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેને બોલિવુડના નામથી ઓળખવામાં આવે છે. બોલિવૂડનું નામ અંગ્રેજી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોલીવુડની તર્જ પર રાખવામાં આવ્યું હતું. અહી ક્લિક કરો

સુરેન્દ્રનગરમાં સગીરાએ બાળકને જન્મ આપતા દુષ્કર્મનો ભાંડો ફૂટ્યો
સુરેન્દ્રનગરમાં સગીરાએ બાળકને જન્મ આપતા દુષ્કર્મનો ભાંડો ફૂટ્યો
ખેડામાં પ્રેમ લગ્નન વિવાદ વકર્યો, જાણો રબારી અગ્રણીઓએ શું આપી ખાતરી?
ખેડામાં પ્રેમ લગ્નન વિવાદ વકર્યો, જાણો રબારી અગ્રણીઓએ શું આપી ખાતરી?
રાજકોટ એલર્ટ: પાણીની બોટલ હવે થશે મોંઘી!
રાજકોટ એલર્ટ: પાણીની બોટલ હવે થશે મોંઘી!
6.50 કરોડની હોસ્પિટલ શોભાના ગાંઠિયા જેવી, ડોક્ટર વગર દર્દીઓ 'રામભરોસે'
6.50 કરોડની હોસ્પિટલ શોભાના ગાંઠિયા જેવી, ડોક્ટર વગર દર્દીઓ 'રામભરોસે'
અંબાજી મંદિરમાં દારૂ પાર્ટીના વાયરલ વીડિયો બાબતે શરૂ થયો તપાસનો ધમધમાટ
અંબાજી મંદિરમાં દારૂ પાર્ટીના વાયરલ વીડિયો બાબતે શરૂ થયો તપાસનો ધમધમાટ
વિમલ ચુડાસમાએ સરકાર સામે કર્યા આકરા પ્રહાર- જુઓ
વિમલ ચુડાસમાએ સરકાર સામે કર્યા આકરા પ્રહાર- જુઓ
રાજકોટમાં LPG સિલિન્ડરની કાળાબજારીનો પર્દાફાશ, 87 સિલિન્ડર સાથે ઝડપાયા
રાજકોટમાં LPG સિલિન્ડરની કાળાબજારીનો પર્દાફાશ, 87 સિલિન્ડર સાથે ઝડપાયા
સિરામીક ઉધોગ બંધ થતાં શ્રમિકો વતન પરત ફર્યા
સિરામીક ઉધોગ બંધ થતાં શ્રમિકો વતન પરત ફર્યા
આજે પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણી થશે જાહેર
આજે પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણી થશે જાહેર
તમે હવે રાહતનો અનુભવ કરશો, નાણાકીય બચત અંગે સલાહ લઈ શકો છો
તમે હવે રાહતનો અનુભવ કરશો, નાણાકીય બચત અંગે સલાહ લઈ શકો છો
g clip-path="url(#clip0_868_265)">