AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બુધવારે સવારે માર્કેટ ખુલતા જ આ એક શેર મચાવશે ધૂમ! રક્ષા મંત્રાલયના એક હસ્તાક્ષરે રોકાણકારોમાં જગાડ્યો ભારે ઉત્સાહ

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની અફરાતફરી વચ્ચે ભારત સરકારે દેશની સુરક્ષા કાજે મોટો નિર્ણય લીધો છે. રક્ષામંત્રીની હાજરીમાં 6 એડવાન્સ હેલિકોપ્ટર અને શ્ટિલ મિસાઇલ ખરીદવા માટે ₹5,083 કરોડના સોદાને મંજૂરી અપાઈ છે.

બુધવારે સવારે માર્કેટ ખુલતા જ આ એક શેર મચાવશે ધૂમ! રક્ષા મંત્રાલયના એક હસ્તાક્ષરે રોકાણકારોમાં જગાડ્યો ભારે ઉત્સાહ
Image Credit source: AI
| Updated on: Mar 03, 2026 | 9:37 PM
Share

સંરક્ષણ મંત્રાલયે સોમવારે ₹5,083 કરોડના રક્ષણાત્મક સોદા પર હસ્તાક્ષર કર્યા છે. ડિફેન્સ સેક્રેટરી રાજેશ કુમાર સિંહની હાજરીમાં 6 એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર (ALH) MK-III અને સરફેસ ટુ એર વર્ટિકલ લોન્ચ – શ્ટિલ (Shtil) મિસાઇલ ખરીદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સોદો એવા સમયે થયો છે જ્યારે મધ્ય-પૂર્વમાં યુદ્ધની સ્થિતિ ગંભીર છે.

HAL ને મળ્યો ₹2,901 કરોડનો ઓર્ડર

6 એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર (ALH) MK-III ની ખરીદી હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) પાસેથી કરવામાં આવશે.

  • ડીલની કિંમત: ₹2,901 કરોડ.
  • લાભ: આ હેલિકોપ્ટર ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ માટે હશે, જેમાં એન્જિનિયરિંગ સપોર્ટ પેકેજ અને લોજિસ્ટિક સપોર્ટ પણ સામેલ છે.
  • વિશેષતા: આ હેલિકોપ્ટરમાં બે એન્જિન હોય છે અને તે અત્યંત આધુનિક છે, જે દરિયાકાંઠાની સુરક્ષામાં વધારો કરશે.

બુધવારે HAL ના શેર ફોકસમાં રહેશે

સોમવારે HAL નો શેર BSE પર 0.96% ની તેજી સાથે ₹3951.75 ના સ્તર પર બંધ થયો હતો. આટલા મોટા વર્ક ઓર્ડર બાદ હવે બુધવારે માર્કેટ ખુલતાની સાથે જ કંપનીના શેર પર રોકાણકારોની ખાસ નજર રહેશે. નોંધનીય છે કે છેલ્લા એક વર્ષમાં HAL ના શેરમાં 28% ની તેજી જોવા મળી છે.

રશિયા પાસેથી મિસાઇલની ખરીદી

સંરક્ષણ મંત્રાલયે શ્ટિલ (Shtil) મિસાઇલ માટે રશિયન ફેડરેશનના JSC Rosoboronexport સાથે ₹2,182 કરોડનો સોદો કર્યો છે. આ મિસાઇલ સિસ્ટમ ભારતની આકાશી સુરક્ષાને વધુ મજબૂત અને અભેદ્ય બનાવશે.

આત્મનિર્ભર ભારતને વેગ

સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ એડવાન્સ હેલિકોપ્ટરના આગમનથી ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની ક્ષમતાઓમાં અનેકગણો વધારો થશે. સરકાર આ ડીલ દ્વારા ‘આત્મનિર્ભર ભારત’ મિશનને વધુ પ્રોત્સાહન આપી રહી છે.

ડિસ્ક્લેમર: આ સમાચાર માત્ર માહિતી માટે છે અને રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમોને આધીન છે, તેથી કોઈપણ રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ જરૂર લો.

યુદ્ધના ભય વચ્ચે આ છે સૌથી વધુ વળતર આપનારા ‘5 ગોલ્ડ ફંડ્સ’, વાંચવા માટે અહીં ક્લિક કરો

સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
g clip-path="url(#clip0_868_265)">