AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હિન્દુ યુવતી-મુસ્લિમ યુવકના લગ્નને લઈને હોબાળો, વકીલના કપડા પહેરાવી લવાઈ રજીસ્ટ્રાર ઓફિસમાં, જુઓ-Video

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના કઠવાડાનો યુવક ગાંધીનગરના કારોલીની એક યુવતીને ભગાડી ગયો હતો અને લોકોના જણાવ્યા મુજબ તે યુવતીને બહેલાવી ફોસલાવીને મેરેજ રજીસ્ટ્રાર ઓફિસમાં લઈ આવ્યો અને લગ્ન કરી લીધા હતા. મેરેજ રજીસ્ટ્રાર કચેરી ખાતે લગ્ન નોંધાવ્યા હતા. આ અંગે હિન્દુ સંગઠનોના કાર્યકરોએ આ લગ્નને “લવ જેહાદ” ગણાવી ઉગ્ર વિરોધ કર્યો હતો.

| Updated on: Mar 03, 2026 | 3:27 PM
Share

અમદાવાદની જિલ્લા મેટ્રો કોર્ટ ખાતેની મેરેજ રજીસ્ટ્રાર કચેરી વિભાગ ખાતે થયેલી આ ઘટનાએ શહેરમાં ચર્ચાનો વિષય ઊભો કર્યો છે. હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવકના લગ્નની નોંધણી મુદ્દે ઉદ્ભવેલા વિવાદને કારણે કચેરી પર ભારે હોબાળો મચ્યો હતો. ઘટના અંગે જાણ થતાં જ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો સ્થળ પર પહોંચ્યા અને વિરોધ નોંધાવ્યો હતો. કેટલાક લોકોના આક્ષેપ મુજબ યુવતીને વકીલના વેશમાં કચેરી ખાતે લાવવામાં આવી હતી જેથી નોંધણી પ્રક્રિયા સરળતાથી પૂર્ણ કરી શકાય.

હિન્દુ યુવતી-મુસ્લિમ છોકરાના લગ્નને લઈને હોબાળો

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના કઠવાડાનો યુવક ગાંધીનગરના કારોલીની એક યુવતીને ભગાડી ગયો હતો અને લોકોના જણાવ્યા મુજબ તે યુવતીને બહેલાવી ફોસલાવીને મેરેજ રજીસ્ટ્રાર ઓફિસમાં લઈ આવ્યો અને લગ્ન કરી લીધા હતા. મેરેજ રજીસ્ટ્રાર કચેરી ખાતે લગ્ન નોંધાવ્યા હતા. આ અંગે હિન્દુ સંગઠનોના કાર્યકરોએ આ લગ્નને “લવ જેહાદ” ગણાવી ઉગ્ર વિરોધ કર્યો હતો. લોકોનો આક્ષેપ છે કે કચેરીનો સમય સવારે 11 વાગ્યાનો હોવા છતાં નોંધણી માટે 9:30 વાગ્યે ઓફિસ ખોલવામાં આવી હતી. આક્ષેપો અનુસાર, મેરેજ રજીસ્ટ્રાર એમ.એમ. સૈયદની ભૂમિકા અંગે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે અને તેમની બદલીની માંગ કરવામાં આવી રહી છે.

વકીલના કપડા પહેરાવી લવાઈ રજીસ્ટ્રાર ઓફિસમાં

લોકોના જણાવ્યા મુજબ લગ્ન નોંધણી 11 વાગે શરૂ થાય છે પરંતુ આ મુસ્લિમ યુવક અને હિન્દુ યુવતીના લગ્નની નોંધણી માટે 9:30 કલાકે ઓફિસ ખોલવામાં આવી હતી. આ ઘટનાને લઈને રજીસ્ટ્રારની બદલીની માંગ સાથે લોકો ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા છે. મેરેજ રજીસ્ટ્રાર એમ.એમ.સૈયદ પોતે મુસ્લિમ હોવાથી પક્ષપાતી વલણ ધરાવતા હોવાનો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળનો આક્ષેપ છે.

હિન્દુ સંગઠનોના કાર્યકરોનો વિરોધ

સમાચાર વાયુવેગે ફેલાતા જ વિવિધ હિન્દુ સંગઠનોના કાર્યકરો મોટી સંખ્યામાં મેટ્રો કોર્ટ ખાતે પહોંચી ગયા હતા. કચેરી બહાર એકત્રિત થયેલા લોકો દ્વારા ‘જય શ્રી રામ’ના નારા લગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જેના કારણે સમગ્ર વિસ્તારમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી. હાલ યુવક અને યુવતી કચેરીની અંદર હાજર હોવાનું જાણવા મળે છે, જ્યારે બહાર મોટી સંખ્યામાં લોકોના એકત્ર થવાને કારણે અનિચ્છનીય બનાવ ટાળવા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

(With Input: Ronak varma )

Iran Israel War Breaking : ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો, જુઓ વીડિયો, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

સુરેન્દ્રનગરમાં સગીરાએ બાળકને જન્મ આપતા દુષ્કર્મનો ભાંડો ફૂટ્યો
સુરેન્દ્રનગરમાં સગીરાએ બાળકને જન્મ આપતા દુષ્કર્મનો ભાંડો ફૂટ્યો
ખેડામાં પ્રેમ લગ્નન વિવાદ વકર્યો, જાણો રબારી અગ્રણીઓએ શું આપી ખાતરી?
ખેડામાં પ્રેમ લગ્નન વિવાદ વકર્યો, જાણો રબારી અગ્રણીઓએ શું આપી ખાતરી?
રાજકોટ એલર્ટ: પાણીની બોટલ હવે થશે મોંઘી!
રાજકોટ એલર્ટ: પાણીની બોટલ હવે થશે મોંઘી!
6.50 કરોડની હોસ્પિટલ શોભાના ગાંઠિયા જેવી, ડોક્ટર વગર દર્દીઓ 'રામભરોસે'
6.50 કરોડની હોસ્પિટલ શોભાના ગાંઠિયા જેવી, ડોક્ટર વગર દર્દીઓ 'રામભરોસે'
અંબાજી મંદિરમાં દારૂ પાર્ટીના વાયરલ વીડિયો બાબતે શરૂ થયો તપાસનો ધમધમાટ
અંબાજી મંદિરમાં દારૂ પાર્ટીના વાયરલ વીડિયો બાબતે શરૂ થયો તપાસનો ધમધમાટ
વિમલ ચુડાસમાએ સરકાર સામે કર્યા આકરા પ્રહાર- જુઓ
વિમલ ચુડાસમાએ સરકાર સામે કર્યા આકરા પ્રહાર- જુઓ
રાજકોટમાં LPG સિલિન્ડરની કાળાબજારીનો પર્દાફાશ, 87 સિલિન્ડર સાથે ઝડપાયા
રાજકોટમાં LPG સિલિન્ડરની કાળાબજારીનો પર્દાફાશ, 87 સિલિન્ડર સાથે ઝડપાયા
સિરામીક ઉધોગ બંધ થતાં શ્રમિકો વતન પરત ફર્યા
સિરામીક ઉધોગ બંધ થતાં શ્રમિકો વતન પરત ફર્યા
આજે પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણી થશે જાહેર
આજે પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણી થશે જાહેર
તમે હવે રાહતનો અનુભવ કરશો, નાણાકીય બચત અંગે સલાહ લઈ શકો છો
તમે હવે રાહતનો અનુભવ કરશો, નાણાકીય બચત અંગે સલાહ લઈ શકો છો
g clip-path="url(#clip0_868_265)">