ગીર એટલે માત્ર વનરાજી નહીં પરંતુ પ્રકૃતિનો વૈભવ. કંઈક આવા જ દ્રશ્યો.જૂનાગઢના ગીરના જંગલમાંથી સામે આવ્યા. ગીર નેશનલ પાર્કમાં પ્રવાસીઓના કેમેરે કેદ થયેલો આ વીડિયો લોકોના દિલ જીતી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે.એક નાનકડું સિંહનું બચ્ચું રમતા-રમતા ઉત્સાહમાં આવીને ઝાડ પર તો ચડી ગયું પણ જ્યારે નીચે જોયું ત્યારે બચ્ચાના હોશ ઉડી ગયા ઊંચાઈ જોઈને તે ફફડી ગયું સિંહના બચ્ચાએ નીચે ઉતરવા પ્રયાસ પણ ખર્યા પરંતુ નીચે પડવાનો ડર હતો.બચ્ચાને મુશ્કેલીમાં જોઈને સિંહણ તુરંત ત્યાં પહોંચી. સામાન્ય રીતે કોઈ પણ પ્રાણી પોતાના બચ્ચાને મોઢામાં પકડીને નીચે ઉતારી લેતું હોય છે પણ આ ગીરની સિંહણ હતી.સિંહણ બચ્ચાને પાસે ઉભી રહે છે.અને પોતાના મોઢાથી સિંહબાળને ટેકો કરીને.સિંહણ પોતાના બચ્ચાને ધીમે-ધીમે વૃક્ષથી નીચે ઉતરવાની કળા શીખવાડે છે. કહેવત છે કે.એક માતા સો શિક્ષકની ગરજ સારે.ગીરના પ્રાકૃતિક પરિદ્રશ્યમાં પણ સિંહણે જાણ આ કહેવત સાર્થક કરી