AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Iran Israel War Breaking : ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો, જુઓ વીડિયો

ઓમાનના તટે ઓઈલ ટેન્કર પર મિસાઈલ હુમલામાં એક ભારતીય ક્રૂ મેમ્બરનું મોત થયું છે.21 ક્રૂ મેમ્બરને MV SANDએ બચાવ્યા છે.જહાજના એન્જિન રૂમમાં વિસ્ફોટ સાથે આગ લાગી હતી.

Iran Israel War Breaking  : ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો, જુઓ વીડિયો
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 03, 2026 | 12:34 PM
Share

ઈરાનના યુદ્ધ દરમિયાન એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. ઓઈલ ટેન્કર પર મિસાઈલ હુમલામાં ભારતીય ક્રૂ મેમ્બરનું મોત થયું છે.ઓમાનના તટે ઈરાને ઓઈલ ટેન્કરને નિશાન બનાવ્યું હતું. મૃતક દિવના ખારવા સમાજનો દિક્ષિત સોલંકી હોવાનું સામે આવ્યું છે. મૃતક દિક્ષિતનો પરિવાર હાલ મુંબઈના કાંદિવલીમાં રહે છે.

હુમલાથી જહાજના એન્જિન રૂમમાં વિસ્ફોટ સાથે આગ લાગી હતી.જહાજ પરના અન્ય 21 ક્રૂ મેમ્બરને MV SANDએ બચાવ્યા છે. જેમાં 16 ભારતીય, 4 બાંગ્લાદેશી, 1 યૂક્રેની ક્રૂ મેમ્બરો સવાર હતા,ક્ષતિગ્રસ્ત જહાજ પર હાલ રૉયલ નેવીની નજર છે.પોર્ટ સુલ્તાન કાબૂસના સમુદ્રમાં હુમલો થયો હતો.

આજે ઈરાન-ઈઝરાયલ યુદ્ધનો ચોથો દિવસ

ઈઝરાયલ અને અમેરિકાએ 28 ફેબ્રુઆરી 2026ની સવારથી ઈરાન પર હુમલો કરવાનું શરુ કર્યું છે. આજે આ યુદ્ધના 4 દિવસ થઈ ચૂક્યા છે. હજુ પણ અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલુ છે.ઈરાને તેના ડ્રોન કાર્યક્રમમાં નોંધપાત્ર વિકાસ કર્યો છે. તે અમેરિકા અને ઇઝરાયલી હુમલાઓના જવાબમાં ખાડી દેશો અને અમેરિકન ઠેકાણાઓ પર હુમલા કરી રહ્યું છે. શાહેદ-136 જેવા આત્મઘાતી ડ્રોનથી ભારે તબાહી મચી ગઈ છે. આ ડ્રોન શોધવા મુશ્કેલ છે, સસ્તામાં બની જાય છે અને હજારો કિલોમીટર દૂરના લક્ષ્યો પર સચોટ પ્રહાર કરી શકે છે.ઈરાનનો દાવો છે કે યુએસ-ઇઝરાયલી હવાઈ હુમલામાં અંદાજે 555 લોકો માર્યા ગયા છે અને 131 શહેરોને અસર થઈ છે

તમને જણાવી દઈએ કે, ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનેઈના મૃત્યુ બાદ, ઈરાને દુબઈ, બહેરીન, કુવૈત અને કતાર સહિત અનેક દેશો પર મિસાઈલ હુમલાઓ કરીને બદલો લીધો છે. અલી ખામેનેઈના મોતનો અનેક જગ્યાએ વિરોધ પણ થઈ રહ્યો છે.

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે અગાઉ 2025 માં યુદ્ધ થયું હતું. ઈઝરાયલે 13 જૂન, 2025 ના રોજ સવારે ઈરાન પર હુમલા શરૂ કર્યા. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us
TET સામે શિક્ષકોનો રોષ, કલેક્ટર કચેરીએ ધરણાં, watch video
TET સામે શિક્ષકોનો રોષ, કલેક્ટર કચેરીએ ધરણાં, watch video
આજનું રાશિફળ: પ્રેમ અને સંબંધોમાં ખુશખબર, ધંધામાં રાખો સાવધાની
આજનું રાશિફળ: પ્રેમ અને સંબંધોમાં ખુશખબર, ધંધામાં રાખો સાવધાની
રાજકોટના સનાળી ગામે ભારે પવનથી ચાર વીજ પોલ ધરાશાયી
રાજકોટના સનાળી ગામે ભારે પવનથી ચાર વીજ પોલ ધરાશાયી
ધોળકામાં હેવાન શિક્ષકે વિદ્યાર્થી સાથે આચર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
ધોળકામાં હેવાન શિક્ષકે વિદ્યાર્થી સાથે આચર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
ઈડરમાં મૈત્રી કરાર કરનાર યુવકને બની બેસેલા ઠેકેદારોએ આપી તાલિબાની સજા
ઈડરમાં મૈત્રી કરાર કરનાર યુવકને બની બેસેલા ઠેકેદારોએ આપી તાલિબાની સજા
NEET પરીક્ષાને લઈ વડોદરામાં લોખંડી બંદોબસ્ત: 17 કેન્દ્રો પર મોકડ્રીલ
NEET પરીક્ષાને લઈ વડોદરામાં લોખંડી બંદોબસ્ત: 17 કેન્દ્રો પર મોકડ્રીલ
Breaking News : રાજકોટના વિંછીયા પંથકમાં ધોધમાર વરસાદ
Breaking News : રાજકોટના વિંછીયા પંથકમાં ધોધમાર વરસાદ
અમરેલી અને બાબરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશી
અમરેલી અને બાબરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશી
અમદાવાદમા કફ સિરપથી નશાનો નવો ટ્રેન્ડ અટલ બ્રિજ પાસે ખાલી બોટલોના ઢગલા
અમદાવાદમા કફ સિરપથી નશાનો નવો ટ્રેન્ડ અટલ બ્રિજ પાસે ખાલી બોટલોના ઢગલા
ફાયર NOC વગર ચાલતી 37 હોટલ પર તૂટી પડ્યું 'તંત્ર', 4 ને લાગ્યા 'તાળાં'
ફાયર NOC વગર ચાલતી 37 હોટલ પર તૂટી પડ્યું 'તંત્ર', 4 ને લાગ્યા 'તાળાં'
g clip-path="url(#clip0_868_265)">