અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધના કારણે શેરબજારમાં 2 માર્ચના રોજ ઘટાડો જોવા મળી રહ્યો છે.ભૌગોલિક રાજકીય તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિમાં મોંઘવારી વધવાનો ખતરો રહે છે. વાયદા બજાર MCX પર 3 ટકાના વધારા સાથે સોનું 5 હજાર રૂપિયા વધી 1.67 લાખ પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યું હતું,જ્યારે ચાંદી 10 હજાર રૂપિયા વધીને 2.92 લાખ પ્રતિ કિલો પહોંચી ગઈ છે. એક્સપર્ટના મતે અમેરિકા-ઈરાન યુદ્ધના કારણે સોનું 1.90 લાખ રૂપિયા અને ચાંદી 3.5 લાખ રૂપિયા સુધી જઈ શકે છે.તો યુદ્ધ વચ્ચે લોકો વધુ રોકાણ ગોલ્ડમાં કરતા હોય છે. શેર માર્કેટમાંથી લોકો પોતાનું રોકાણ ઓછુ કરતા હોવાથી આ સ્થિતિ સર્જાતી હોય છે. હજુ પણ યુદ્ધ ચાલશે તો ગોલ્ડ ના ભાવમાં વધારો કરવામાં આવશે.