Shalini Pandey Birthday : એન્જિનિયરિંગ પછી, શાલિની પાંડે ફિલ્મો તરફ વળી, પ્રથમ પ્રોજેક્ટથી જ થઈ લોકપ્રિય

|

Sep 23, 2022 | 9:19 AM

Shalini Pandey Birthday : શાલિની પાંડેએ વર્ષ 2017માં ફિલ્મ 'અર્જુન રેડ્ડી'થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તે વિજય દેવરાકોંડાની ઓપોઝિટ જોવા મળી હતી.

1 / 5
શાલિની પાંડે (Shalini Pandey Birthday) એક ભારતીય અભિનેત્રી અને મોડલ છે, જેમણે મુખ્યત્વે તેલુગુ, તમિલ અને હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. તાજેતરમાં, તે કોમેડી-ડ્રામા ફિલ્મ 'જયેશભાઈ જોરદાર'માં રણવીર સિંહ સાથે મુદ્રા પટેલની ભૂમિકામાં જોવા મળી હતી.

2 / 5
શાલિની પાંડેનો જન્મ 23 સપ્ટેમ્બર 1993ના રોજ મધ્યપ્રદેશના જબલપુરમાં એક મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો. તેના પિતા મધ્યપ્રદેશમાં સરકારી કર્મચારી છે અને તેની માતા પ્રશિક્ષિત ગાયિકા છે. શાલિનીને પૂજા પાંડે નામની એક નાની બહેન પણ છે.

3 / 5
શાલિની પાંડેએ પોતાનો પ્રારંભિક અભ્યાસ ક્રાઈસ્ટ ચર્ચ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલ, જબલપુરમાંથી પૂર્ણ કર્યો. શાળાનો અભ્યાસ પૂરો કર્યા પછી, તેણે ગ્લોબલ એન્જિનિયરિંગ કૉલેજ, જબલપુરમાંથી CSEમાં બી.ટેક કર્યું.

4 / 5
શાલિની પાંડેએ વર્ષ 2018માં 'મહાનતી', વર્ષ 2019માં 118 અને વર્ષ 2020માં 'ઈદ્દારી લોકમ ઓકાટે' સહિત અન્ય ઘણી તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું છે.

5 / 5
વર્ષ 2018માં જ શાલિનીએ તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ફિલ્મ 'નદીગૈયાર થિલાગમ'થી ડેબ્યૂ કર્યું હતું. આ પછી, તેણે વર્ષ 2019માં 'ગોરિલા' અને '100% કધલ' જેવી તમિલ ફિલ્મોમાં કામ કર્યું.

Next Photo Gallery