Manish Sisodia Arrest: CBI પછી EDએ સિસોદિયાની શા માટે કરી ધરપકડ ? જાણો સંપૂર્ણ વિગતો

|

Mar 10, 2023 | 7:25 AM

Delhi Liquor Case: મનીષ સિસોદિયા અત્યાર સુધી સીબીઆઈ કેસમાં આરોપી હતા. રિમાન્ડ બાદ સીબીઆઈએ સિસોદિયાને તિહાર જેલમાં મોકલી આપ્યો હતો.

Manish Sisodia Arrest: CBI પછી EDએ સિસોદિયાની શા માટે કરી ધરપકડ ? જાણો સંપૂર્ણ વિગતો

Follow us on

દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ અને શિક્ષણ પ્રધાન મનીષ સિસોદિયાની હવે ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)ની ટીમે તિહાર જેલમાંથી ધરપકડ કરી છે. મનીષ સિસોદિયાની જામીનની સુનાવણી શુક્રવારે એટલે કે આજે થવાની છે, પરંતુ તેના એક દિવસ પૂર્વે જ તેમની ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઈ દ્વારા મનીષ સિસોદિયાની ધરપકડના કેસમાં જામીન મેળવવા અંગે આ સુનાવણી થવાની હતી. મતલબ કે હવે મનીષ સિસોદિયા દેશની બે એજન્સીઓના આરોપી બની ગયા છે.

જો કે કાયદેસર રીતે હવે તે ગુરુવારે રાત્રીથી EDના આરોપી બની ગયા છે. EDએ કોર્ટમાંથી મનીષ સિસોદિયાની ધરપકડનો આદેશ લીધો છે. EDની ટીમો કોર્ટમાંથી કાયદાકીય કાગળો સાથે તિહાર જેલ પહોંચી હતી. અને મનીષ સિસોદિયાની તિહાર જેલમાંથી જ ધરપકડ કરવામાં આવી હતી. આ કાગળો ED દ્વારા તિહાર જેલ પ્રશાસન સમક્ષ પણ રજૂ કરવામાં આવ્યા છે. આ કાયદાકીય દસ્તાવેજોના આધારે EDએ મનીષ સિસોદિયાની ધરપકડ કરી છે.

સિસોદિયા બે કેન્દ્રીય તપાસ એજન્સીઓના આરોપી

જો જોવામાં આવે તો મનીષ સિસોદિયા હવે ભારતની બે કેન્દ્રીય તપાસ એજન્સીઓનાઆરોપી બની ગયા છે. પ્રથમ આરોપી સીબીઆઈના કે જેણે તેની ધરપકડ કરી રિમાન્ડ પૂરા થતાં તેને જેલમાં ધકેલી દીધો હતો. ગુરુવારે આખો દિવસ EDએ તિહાર જેલ પરિસરમાં જ મનીષ સિસોદિયાની પૂછપરછ કરી. આ પૂછપરછ 6 થી 8 કલાક સુધી ચાલી હોવાનું કહેવાય છે. તિહાર જેલમાં મનીષને ED દ્વારા ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, પરંતુ તેમાંથી 100 કરોડની લાંચ આપવા સંબંધિત પ્રશ્ન મહત્વપૂર્ણ હતો.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

અત્રે એ ઉલ્લેખનીય છે કે ઇડીએ મનીષ સિસોદિયા સામે ચાર્જશીટ દાખલ કરી દીધી છે. ઇડીએ આ ચાર્જશીટ દારૂ માફિયા સાથેની મિલીભગતના કેસમાં દાખલ કરી હતી. EDનું માનવું છે કે જો મનીષ સિસોદિયા દારૂના કૌભાંડમાં સામેલ ન હોય તો તેમને 100 કરોડ રૂપિયાના ગેરકાયદેસર વ્યવહાર કરવાની શું જરૂર હતી ? ED 100 કરોડ રૂપિયાની લાંચની રકમ વસૂલવાનો પ્રયાસ કરશે અને દિલ્હી સરકારના આબકારી વિભાગને થયેલા નાણાકીય નુકસાનની ભરપાઈ કરશે. બીજી તરફ, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે CBIને મનીષ સિસોદિયા પાસેથી કેસને મજબૂત કરે તેવુ વધુ કંઈ મળ્યું નથી, ત્યારે હવે EDએ મનીષ પર કાયદાકીય પકડ વધુ કડક કરવા માટે તેના સ્તરે મનીષની ધરપકડ કરી છે.

Next Article