Aryan Khan Case Update: આર્યન ખાન ડ્રગ્સ કેસમાં મોટી કાર્યવાહી, મુંબઈ NCBના બે અધિકારીઓ સસ્પેન્ડ
આર્યન ખાન ડ્રગ્સ કેસમાં મુંબઈ NCBના બે અધિકારીઓ સામે કાર્યવાહી (2 NCB Officers suspended) કરવામાં આવી છે. મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસની યોગ્ય રીતે તપાસ ન કરવા બદલ NCB અધિકારીઓ વી.વી.સિંહ (V.V.Singh) અને આશિષ રંજન પ્રસાદને (Ashish Ranjan Prasad) સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આર્યન ખાન ડ્રગ કેસમાં (Aryan Khan Drug Case) એક મોટી અપડેટ સામે આવી છે. મુંબઈના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (Mumbai NCB)એ મુંબઈથી ગોવા જઈ રહેલા ક્રૂઝમાં ડ્રગ પાર્ટી પર દરોડો પાડ્યો હતો. સમીર વાનખેડેની (Sameer Wankhede NCB) આગેવાનીમાં આ દરોડામાં આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં ખોટી તપાસ કરવા બદલ મુંબઈ NCBના બે અધિકારીઓ સામે કાર્યવાહી (2 NCB Officers suspended) કરવામાં આવી છે. આર્યન ખાન ડ્રગ્સ કેસની યોગ્ય રીતે તપાસ ન કરવા બદલ NCB અધિકારીઓ વી.વી.સિંહ અને આશિષ રંજન પ્રસાદને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આર્યન ખાનની મુંબઈ ક્રૂઝની ડ્રગ્સ પાર્ટીમાં ધરપકડ કરવામાં આવી હતી
2જી અને 3જી ઓક્ટોબરની વચ્ચેની રાત્રે મુંબઈ એનસીબીના અધિકારીઓ દ્વારા મુંબઈથી ગોવા જતા કાર્ડિલિયા ક્રૂઝ પર દરોડા પાડીને આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. આર્યન ખાન અને અન્ય 19 લોકોની NCB ટીમે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ (NDPS Act) હેઠળ ધરપકડ કરી હતી. આ લોકો પર ગેરકાયદેસર રીતે ડ્રગ્સ રાખવા, તેનો ઉપયોગ અને વેચાણ કરવાનો આરોપ હતો. આ પછી આર્યન ખાનને મુંબઈની આર્થર રોડ જેલમાં મોકલવામાં આવ્યો હતો. બાદમાં આર્યન ખાન અને અન્ય 17 લોકોને જામીન મળી ગયા હતા. માત્ર બે લોકોની જ્યુડિશિયલ કસ્ટડી અકબંધ રહી હતી.
મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિકે NCBના કેટલાક અધિકારીઓ પર ગંભીર આરોપ લગાવ્યા હતા
મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકે આરોપ લગાવ્યો હતો કે મુંબઈ NCBના કેટલાક અધિકારીઓ તેમની અંગત સેના રાખે છે અને તેના દ્વારા આર્યન ખાન જેવા લોકોને નિશાન બનાવીને વસુલીનો ધંધો ચલાવે છે. તેણે આરોપ લગાવ્યો હતો કે ક્રૂઝમાં દરોડા દરમિયાન આર્યન ખાન પાસેથી ડ્રગ્સ મળી આવ્યું ન હતું. વાસ્તવમાં ક્રુઝ પર કોઈ દરોડો પડ્યો ન હતો. જો ક્રૂઝમાં ડ્રગ્સ મળી આવ્યું હતું તો ત્યાંથી ડ્રગ્સ મળ્યાના પુરાવા કેમ ન મળ્યા? ક્રુઝમાં રેડની ન તો વીડિયો રેકોર્ડિંગ કે ફોટોગ્રાફ લેવામાં આવ્યા હતા. તમામ આરોપીઓને NCB ઓફિસમાં લાવવામાં આવ્યા હતા અને તેમને ડ્રગ્સ સાથે બતાવવામાં આવ્યા હતા.