Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગોળી શરીરમાં પ્રવેશ કરતા જ કેમ થઈ જાય છે મોત? કારતૂસમાં એવું શું હોય છે જેનાથી નિપજે છે મૃત્યુ, જાણો

ફિલ્મો જોયુ હશે કે, વેબ સિરીઝમાં કે પછી સોશિયલ મીડિયામાં યુદ્ધ અને અન્ય ઘટનાઓના વાયરલ વીડિયોમાં કે ગોળી વાગતા જ વ્યક્તિ ઢળી પડીને મોતને ભેટતો હોય છે. એક નાનકડી ગોળીમાં એવુ તો શું હોય છે કે, વ્યક્તિ તે વાગતા જ ઢળી પડતો હોય છે અને જે તેના મોતનુ કારણ બને છે. જીવ લેનારી ગોળીને લઈ સવાલ થતા હોય છે કે, તેમાં શું ઝેર હોય છે કે અન્ય એવી કોઈ ચીઝ કે જે મોતનુ કારણ બનતુ હોય છે.

ગોળી શરીરમાં પ્રવેશ કરતા જ કેમ થઈ જાય છે મોત? કારતૂસમાં એવું શું હોય છે જેનાથી નિપજે છે મૃત્યુ, જાણો
કારતૂસમાં એવું શું હોય છે?
Follow Us:
| Updated on: Nov 17, 2023 | 7:26 PM

ફિલ્મો થી લઈને સોશિયલ મીડિયામાં અનેક વીડિયોમાં જોયુ હશે કે, બંદૂકમાંથી છોડવામાં આવેલી ગોળી વાગતાં જ સામેની વ્યક્તિ ઢળી પડે છે. આ સાથે જ તેનુ મૃત્યુ નિપજ્યુ હોય છે. ફિલ્મોમાં કે વેબ સિરીઝમાં તો આ ઘટનાનુ ફિલ્માંકન કરવામાં આવેલુ હોય છે, પરંતુ યુદ્ધ કે અન્ય ઘટનાઓના વાયરલ થયેલા વીડિયોમાં અનેક વાર આવી વાસ્તવિક ઘટનાઓને જોઈ હશે. ત્યારે સવાલ એ પણ થતો હશે કે, ગોળી વાગતા જ એ ઘડીએ માણસ કેમ ઢળી જ પડે છે.

આ પણ વાંચોઃ  હિંમતનગર રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડ, રાજસ્થાન અને મધ્યપ્રદેશ તરફ જતી ટ્રેન ભરચક, જુઓ

તમે ખરેખર આવુ વિચાર્યુ છે ખરું કે માણસનુ ગોળી વાગતા જ મોત કેમ નિપજે છે? ગોળીમાં એવુ તે શુ હોય છે કે માણસ તુરત જ ઢળી પડે છે અને થોડીવારમાં જ એ મોતને ભેટ્યો હોય છે. શું ગોળીમાં ઝેર હોતુ હશે કે, એવો જ કોઈ પદાર્થ કે જે માણસના પ્રાણપંખેરુ ઉડાવી દે છે. અહીં જાણીશુ એ વિશે કે એવુ તો આખરે શુ થાય છે કે, માણસના શરીરમાં ગોળીના પ્રવેશ સાથે જ તેનુ મોત નિપજે છે.

ગોળી ખરેખરે કેવી હોય છે?

સૌથી પહેલા વાત ગોળી અંગેની કરી લઈએ કે ગોળી કેવી હોય છે. બંદૂકમાંથી છૂટતી ગોળીના અંગે જાણી લો કે, એ ત્રણ હિસ્સામાં બનેલ એક કારતૂસ હોય છે. જેમાં સૌથી આગળના હિસ્સાને બુલેટ કહેવામાં આવે છે. જે વ્યક્તિના શરીરમાં પ્રવેશ કરતા જ માણસને ઈજા પહોંચાડે છે. બીજો હિસ્સો કે જેને કેસ એટલે કે ખોખુ કહેવામાં આવે છે. જેમાં જ બારુદ ભરેલો હોય છે. જ્યારે સૌથી છેલ્લે રહેલા હિસ્સા ને પ્રાયમર કંપાઉન્ડ કહેવામાં આવે છે. જે ફાયરિંગની પ્રક્રિયા વખતે વિસ્ફોટ થતા જ બુલેટને બહાર આગળની તરફ ધકેલે છે. જ્યારે ખોખુ ત્યાં જ સ્થળ પર બંદૂકથી બહાર નિકળીને પડી જાય છે.

ડાલામથ્થા ક્યા બે પ્રાણીનો શિકાર ક્યારેય નથી કરતો?
RCBએ રચ્યો ઈતિહાસ, બધી ટીમોને પાછળ છોડી દીધી
Jio એ આપી મોટી ભેટ ! આ સેવા મળશે એકદમ ફ્રી
IPLમાં સૌથી વધુ વાર નર્વસ 90 નો શિકાર બનનાર ખેલાડીઓ
શાહરૂખ ખાન કરતા પણ વધુ પૈસાદાર છે આ ટોક શો હોસ્ટ,જુઓ ફોટો
રાજકુમાર રાવની પત્ની છે ખુબ સુંદર, જુઓ ફોટો

બંદૂકની ગોળીથી કેમ થઈ જાય છે મોત?

ખુબ હેવી મેટલથી બંદુરની ગોળીને તૈયાર કરવામાં આવે છે. લેડનો ઉપયોગ થવા સાથે આજકાલ કેલ્શિયમ અને સિલિકોટનો ઉપયોગ થતો હોય છે. આ મેટલ્સના દુષ્પ્રભાવને કારણે જ વ્યક્તિનો જીવ જતો હોય છે. જે ગેસ ફ્યૂમ નિકળે છે તેના કારણે પણ મોત નિપજતુ હોય છે. આ સિવાય ગોળીમાં સળગ્યા વિનાનો રહેલો બારુદ પણ મોતનુ કારણ બનતુ હોય છે. ગોળી જ્યારે શરીરમાં પ્રવેશે છે ત્યારે તેમાં રહેલી હીટ પણ શરીરમાં ખૂબ જ ગર્મી પેદા કરતી હોય છે, જે પણ મોત માટેનુ એક કારણ હોય છે.

આ સિવાય પણ ગોળી વાગવાને લઈ ખૂબ લોહી વહી જવાને લઈ પણ વ્યક્તિ જીવ ગુમાવી દેતો હોય છે. તો વળી ઘણી વાર એવા હિસ્સામાં શરીર પર ગોળી વાગી હોય છે કે, તેને કારણે પણ વધારે લોહી વહી જતુ હોય છે. સાથે જ શરીરમાં ઈન્ફેક્શન ફેલાઈ જતુ હોય છે. તેમજ ઓર્ગન ડેમજ થવા પર પણ તુરત જ મોત થવાનુ નિમિત્ત બની જતુ હોય છે.

g clip-path="url(#clip0_868_265)">