Corona Omicron variant: શું ઓમિક્રોનથી બાળકોને છે વધુ જોખમ? જાણો એક્સ્પર્ટ શું કહે છે
અત્યાર સુધી આવેલા કોરોનાના તમામ પ્રકારોમાં બાળકો માટે અલગથી કોઈ ખતરો નથી. તેથી એવું ન કહી શકાય કે બાળકોને ઓમિક્રોનથી વધુ જોખમ છે. એવા કોઈ અહેવાલ પણ મળ્યા નથી કે આ નવા પ્રકારથી બાળકોને વધુ જોખમ હોય.
કોરોના વાયરસની બીજા લહેર બાદ લાંબા સમયથી સ્થિતિ ઘણી સારી હતી, પરંતુ હવે ઓમિક્રોન વેરિઅન્ટના કારણે લોકોમાં થોડો ડર છે. વાલીઓને સૌથી વધુ ચિંતા થઈ રહી છે. કારણકે કે અન્ય લોકોને કોરોનાની રસી મળી ગઈ છે, પરંતુ બાળકોને હજુ સુધી વેક્સિન આપવામાં આવી નથી. આવી સ્થિતિમાં તેમને ડર છે કે જો આ નવો વેરિઅન્ટ ફેલાશે તો બાળકો પર મોટું જોખમ થઈ શકે છે, જોકે નિષ્ણાતોનું કહેવું છે કે નવા વેરિઅન્ટને લઈને ગભરાવાની જરૂર નથી. જો આ પ્રકારના કિસ્સાઓ હોય તો પણ બાળકો પર તેની બહુ અસર થવાની શક્યતા નથી.
ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS), નવી દિલ્હીના મેડીસીન વિભાગના એડિશનલ પ્રોફેસર ડો. નીરજ નિશ્ચલે જણાવ્યું હતું કે બાળકોની રોગપ્રતિકારક શક્તિ પુખ્ત વયના લોકો કરતા વધુ મજબૂત હોય છે. તેઓ સંક્રમણ માટે ઓછી સંભાવના ધરાવે છે. કોરોનાની છેલ્લી બે લહેર દરમિયાન પણ બાળકોમાં કોરોના હતો, પરંતુ તેમનામાં લક્ષણો નહોતા. ફક્ત તે જ બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર હતી જેમને પહેલેથી જ ગંભીર બીમારી હતી. જે થોડા સમય બાદ ઠીક થઈ જતા હતા.
ડોકટરે કહ્યું કે સિરોન સર્વેનો રિપોર્ટ એ પણ દર્શાવે છે કે કોરોના દરમિયાન બાળકો અને પુખ્ત વયના લોકોના ચેપના દરમાં કોઈ ખાસ તફાવત જોવા મળ્યો નથી. અત્યાર સુધી આવેલા કોરોનાના તમામ પ્રકારોમાં બાળકો માટે અલગથી કોઈ ખતરો નથી. એવા કોઈ અહેવાલ પણ મળ્યા નથી કે આ નવા વેરિએન્ટથી બાળકો વધુ જોખમમાં હશે.
માતાપિતાને વેક્સિન અપાવો
ડો. નીરજ કહે છે કે જે વાલીઓએ હજુ સુધી વેક્સિન નથી લગાવી તેઓને વહેલી તકે વેક્સિન લઇ લેવી જોઈએ. આ સાથે એ પણ જરૂરી છે કે લોકો કોવિડના નિયમોનું ચુસ્તપણે પાલન કરે અને બાળકોને પણ કરાવે. આ પ્રકારથી ગભરાશો નહીં અને પોતાને બચાવવા માટે કામ કરો.
અફવાઓને અવગણો
સફદરજંગ હોસ્પિટલના કોમ્યુનિટી મેડિસિન વિભાગના એચઓડી, ડૉ. જુગલ કિશોર કહે છે કે આ પ્રકારને લઈને એવી કોઈ માહિતી સામે આવી નથી કે તે ખૂબ જ ખતરનાક છે અથવા તેનાથી ઘણાં મૃત્યુ થઈ રહ્યાં છે. એટલા માટે કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપવું જરૂરી છે. અત્યાર સુધી જે અહેવાલો આવ્યા છે. તેમના જણાવ્યા અનુસાર, હાલમાં ઓમિક્રોનના દર્દીઓમાં હળવા લક્ષણો જોવા મળ્યા છે.
બાળકોનું રસીકરણ હજુ શરૂ થયું નથી
દેશમાં હજુ બાળકોનું રસીકરણ શરૂ થયું નથી. Xycov-D રસી 12 વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે મંજૂર કરવામાં આવી છે, પરંતુ આ વેક્સિનનો ઉપયોગ હજુ શરૂ થયો નથી. આવી સ્થિતિમાં માતા-પિતા ચિંતિત છે કે રસી વિના બાળકોને કોરોનાનું જોખમ તો નહીં રહે. કોવિડ ટાસ્ક ફોર્સના અધ્યક્ષ ડૉ. એનકે અરોરા કહે છે કે કોમોર્બિડિટીઝવાળા બાળકો માટે રસીકરણ ડિસેમ્બરમાં શરૂ થઈ શકે છે અને તે પછી સ્વસ્થ બાળકો માટે રસીનો રોલઆઉટ થશે.
આ પણ વાંચો: કોરોનાના ડેલ્ટા-બીટા વાયરસની સરખામણીએ 500 ટકા ઝડપથી ફેલાય છે ઓમિક્રોન
આ પણ વાંચો: Winter Health: સ્વાસ્થ્ય માટે કાળા તલ છે આશીર્વાદરૂપ, જાણો તેના આશ્ચર્યજનક 6 ફાયદાઓ