ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે સુરતમાં ગ્રીષ્મા વેકરીયાના પરિજનોને સાંત્વના પાઠવી

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે યુવતીના પરિવાર સાથે વીડિયો કોલથી વાત કરીને પરિવારને સાંત્વના પાઠવી છે. તેમણે પરિવારને ખાતરી આપી છે કે દીકરીને જલ્દી ન્યાય મળશે. જ્યારે સરકાર આ મામલે કોઇ પણ પાછી પાની નહીં કરે. તેમજ પરિવાર સાથે ગુજરાતની સરકાર છે.

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે સુરતમાં ગ્રીષ્મા વેકરીયાના પરિજનોને સાંત્વના પાઠવી
Gujarat CM Bhupendra Patel sent condolences family of Grishma Vekaria in Surat (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 15, 2022 | 9:50 PM

સુરતના(Surat)  પાસોદરા ખાતે થયેલી ગ્રીષ્મા વેકરીયા હત્યાના(Murder)  કેસમાં રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે(CM Bhupendra Patel)  સમગ્ર કેસને લઈને સંવેદના વ્યક્ત કરી છે.. તેમણે યુવતીના પરિવાર સાથે વીડિયો કોલથી વાત કરીને પરિવારને સાંત્વના પાઠવી છે. તેમણે પરિવારને ખાતરી આપી છે કે દીકરીને જલ્દી ન્યાય મળશે. જ્યારે સરકાર આ મામલે કોઇ પણ પાછી પાની નહીં કરે. તેમજ પરિવાર સાથે ગુજરાતની સરકાર છે. તો પરિવારે પણ મુખ્યપ્રધાન સમક્ષ આરોપીને ફાંસીની સજા કરવામાં આવે તેવી માગ કરી છે.

સામાજીક સંસ્થાઓમાં પણ ભારે રોષ

ઉલ્લેખનીય છે કે, સુરતમાં એક તરફી પ્રેમમાં પાગલ બનેલા યુવકે જાહેરમાં યુવતીનું ગળું કાપીને તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્યારે સુરતના પાસોદરાના ગ્રીષ્મા હત્યાકાંડથી સમગ્ર ગુજરાત સમસમી ઉઠ્યું છે. મૃતક યુવતી ગ્રીષ્માની અંતિમ વિધિમાં મોટી સંખ્યામાં મહિલાઓ પહોંચી હતી  બીજી તરફ આ હત્યાકાંડને લઈને હવે સામાજીક સંસ્થાઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.સુરત શહેરના પાસોદરા વિસ્તારમાં કંપારી છૂટી જાય તેવી ઘટના બનવા પામી હતી. જેમાં પ્રેમમાં આંધળા બનેલા યુવકે યુવતીને જાહેરમાં છરીના ઘા મારી ગળું કાપી હત્યા કરી નાખી હતી. મૃતક યુવતી ગ્રીષ્માની આજે અંતિમ વિધિ કરવામાં આવી હતી.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

જલદી ન્યાય અપાવવાનું આશ્વાસન

ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે આ ઘટનાને લઈને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી એ મૃતકના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી હતી અને યુવતીને જેમ બને તેમ જલદી ન્યાય અપાવવાનું આશ્વાસન આપ્યુ હતું.સુરત શહેરના પાસોદરા વિસ્તારમાં કંપારી છૂટી જાય તેવી ઘટના બનવા પામી હતી જેમાં પ્રેમમાં આંધળા બનેલા યુવકે યુવતીને જાહેરમાં છરીના ઘા મારી ગળું કાપી હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ યુવતીના કાકા અને ભાઈ પર ચપ્પુથી હુમલો કરીને ઇજા પહોચાડી હતી અને પોતે પણ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

ત્યારે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ મૃતક યુવતીના પરિવારજનોને મળ્યા હતા અને હર્ષ સંઘવીએ પરિવારને વહેલી તકે ન્યાયની આપી બાંહેધરી પણ આપી હતી.

આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર અંત તરફ, નવા 998 કેસ નોંધાયા,16 લોકોના મૃત્યુ

આ પણ વાંચો :  Rajkot: મોટી માત્રામાં વિસ્ફોટક પદાર્થ સાથે ભડલાથી 1 વ્યક્તિને SOGએ પકડી પાડ્યો, જાણો શા માટે લાવ્યો હતો ગેરકાયદે જથ્થો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">