Mehsana: મહેસાણાના એક પરિવારને પુત્રવધુ લાવવી મોંઘી પડી છે. 1 લાખ 70 હજાર આપીને વચેટીયા મારફતે પુત્રના ભરૂચની એક યુવતી સાથે લગ્ન કરાવ્યા હતા. લગ્નના સાતમાં જ દિવસે યુવતી તમામ દાગીના લઈ નાસી ગઈ હતી. લગલગાટ 2 માસ બાદ પણ દુલ્હન પરત ના ફરતા પરિવારે પોલીસમાં અરજી આપી હતી. છેતરપીંડીનો ભોગ બનેલા પરિવારે વચેટીયાઓનો સંપર્ક કરતા 1 લાખ 70 હજારમાંથી માત્ર 30 હજાર રૂપિયા જ પરત અપાવ્યા હતા. જ્યારે પરિવારે યુવતીના પરિવારજનોનો સંપર્ક કરતા તેઓને માત્ર 40 હજાર જ મળ્યાનું રટણ કર્યું હતું. આમ છેતરપીંડીનો ભોગ બનેલા પરિવારે ન્યાય મેળવવા પોલીસ ફરિયાદ દાખલ કરે એવી માગ કરી છે.
મહેસાણાની નાનકડી તન્વીનો મોદીએ ‘મન કી બાત’માં ઉલ્લેખ કર્યો
ઉંમર ભલે રહી નાની પણ સપના છે આકાશને આંબવાના. મહેસાણાની નાનકડી તન્વીના આ સપના ટૂંક સમયમાં જ સાકાર થવાના છે. વાત છે એ દીકરીની જેનો ઉલ્લેખ પીએમ મોદી એ આજે ‘મન કી બાત’ કાર્યક્રમમાં કર્યો હતો. આજે પીએમ મોદીના મન કી બાત કાર્યક્રમનો 90મો એપિસોડ હતો. જેમાં તેમણે મહેસાણાની નાનકડી તન્વી પટેલનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ મન કી બાતમાં કહ્યું કે- ઈન-સ્પેસ કાર્યક્રમ અંતર્ગત હું મહેસાણાની શાળામાં ભણતી દીકરી તન્વી પટેલને મળ્યો હતો. તે બહુ જ નાના સેટેલાઈટ પર કામ કરી રહી છે, જે આગામી મહિનાઓમાં સ્પેસમાં લોન્ચ થવા જઈ રહ્યો છે. તન્વીએ મને ગુજરાતી ભાષામાં સરળતાથી પોતાના વિશે અને આ પ્રોજેક્ટ વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, તન્વીની જેમ દેશના અંદાજે 750 સ્કૂલના વિદ્યાર્થીઓ, અમૃત મહોત્સવમાં આવા જ 75 સેટેલાઈટ પર કામ કરી રહ્યાં છે. ખુશીની વાત એ છે કે, તેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ દેશના નાના શહેરોમાંથી આવે છે.
Published On - 7:39 pm, Mon, 27 June 22