રાજ્ય સરકાર જો સોલાર એનર્જી પ્રોજેક્ટની સબસિડી નહિ ચૂકવે તો ઉધોગકારો મતદાનનો બહિષ્કાર કરશે
ગુજરાતના 4 હજાર ઉધોગકારોએ 10 હજાર કરોડનું રોકાણ કર્યુ છે,સરકારે જ્યારે આ પ્રોજેક્ટ જાહેર કર્યો ત્યારે રોકાણ કરનાર ઉધોગકારોને કેપિટલ સબસિડીમાં 15 થી 35 લાખ રૂપિયા અને લોન સબસિડીમાં ૫ થી ૭ ટકાની સબસિડી આપવાની જાહેરાત કરી હતી જે અપાઈ નથી
ગુજરાતના 4 હજાર ઉધોગકારો (Industrialists)એ 10 હજાર કરોડનું રોકાણ કર્યુ છે,સરકારે જ્યારે આ પ્રોજેક્ટ જાહેર કર્યો ત્યારે રોકાણ કરનાર ઉધોગકારોને કેપિટલ સબસિડીમાં 15 થી 35 લાખ રૂપિયા અને લોન સબસિડી (subsidy) માં ૫ થી ૭ ટકાની સબસિડી આપવાની જાહેરાત કરી હતી જે અપાઈ નથી
રાજ્ય સરકારનો સ્મોલ સ્કેલ ડિસ્ટ્રીબુટેડ સોલાર પ્રોજેક્ટ વિવાદમાં આવ્યો છે.રાજ્ય સરકાર (state government) દ્વારા થોડા સમય પહેલા સોલાર (solar) પ્રોજેક્ટ અંતર્ગત વીજઉત્પાદન કરીને તેના વેચાણ માટેની મંજૂરી આપી હતી. આ માટે ગુજરાતના 4 હજાર ઉધોગકારોએ 10 હજાર કરોડનું રોકાણ કર્યુ છે,સરકારે જ્યારે આ પ્રોજેક્ટ (project) જાહેર કર્યો ત્યારે રોકાણ કરનાર ઉધોગકારોને કેપિટલ સબસિડીમાં 15 થી 35 લાખ રૂપિયા અને લોન સબસિડીમાં ૫ થી 7 ટકાની સબસિડી આપવાની જાહેરાત કરી હતી.
રાજ્ય સરકાર 4 હજાર ઉધોગકારો પાસેથી 2500 મેટાવોટ વીજળી પેદા કરવાના કરાર કર્યા હતા અને આ માટે યુનિટ દીઠ 2.83 રૂપિયા ચૂકવવાનો કરાર કર્યો હતો.જો કે રાજ્ય સરકાર દ્રારા તાજેતરમાં જ આ પરિપત્રને અવગણીને સબસિડી આપવા અંગે કોઇ જ નિર્ણય જાહેર કર્યો નથી,જેથી ઉઘોગકારો મુશ્કેલીમાં મુકાયા છે.સોલાર પ્રોજેક્ટના ઉધોગકારોએ આગામી વિધાનસભાની ચૂંટણીમાં મતદાન બહિષ્કાર સુધીની ચીમકી ઉચ્ચારી છે.
મોટા ઉધોગકારોને લાલ જાજમ,નાના ઉધોગકારોને નુકસાનની સરકારની નિતી
આ અંગે ગુજરાત ફેડરેશન ઓફ સોલાર ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ કિશોરસિંહ ઝાલાએ કહ્યું હતું કે રાજ્ય સરકાર એક તરફ રોકાણકારો માટે લાલ જાજમ પાથરી રહ્યા છે.જો કે બીજી તરફ 10 હજાર કરોડનું રોકાણ કરનાર સોલાર પ્રોજેક્ટના ઉધોગકારો કે જેઓ 10 હજારથી વધારે લોકોને રોજીરોટી આપે છે તેને મૃતપાય અવસ્થામાં ધકોલી રહી છે.રાજ્ય સરકાર દ્રારા વીજ ઉત્પાદન કરતી મોટી સંસ્થાઓને ખટાવવા માટે ના ના ઉધોગકારોનો વિકાસ રૂંધી રહી હોવાનો દાવો કર્યો હતો..
રાજ્ય સરકાર દ્રારા ઉધોગકારોને સબસિડી પેટે 3 હજાર કરોડ ચૂકવાવના બાકી
રાજ્ય સરકાર દ્રારા આ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે જે સબસિડી જાહેર કરવામાં આવી હતી તેમાં અલગ અલગ ઝોન પ્રમાણે સબસિડી નક્કી કરવામાં આવી હતી જે પેટે સબસિડીના ૩ હજાર કરોડ રૂપિયા થાય છે જે ચૂકવાના બાકી છે.ઉધોગકારો દ્રારા ઉર્જામંત્રી નાણામંત્રી તથા મુખ્યમંત્રી સુઘી રજુઆત કરવામાં આવી છે પરંતુ હજુ સુધી તેના પ્રશ્નનું નિરાકરણ આવ્યું નથી.
પ્રશ્ન હલ નહિ થાય તો ગાંઘીચિંધ્યા માર્ગે થશે આંદોલન.
આ અંગે ફેડરેશનના સેક્રેટરી પાર્થિવભાઇ દવેએ કહ્યુ હતું કે સરકારે રજૂઆત કરવા છતા કોઇ પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવ્યું નથી.જો સરકાર દ્રારા આ અંગે નિર્ણય લેવામાં નહિ આવે તો ફેડરેશન દ્રારા ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ કરવામાં આવશે અને ગામડે ગામડે પહોંચીને વિરોધ કરાશે.આ વિરોધ પ્રદર્શનમાં ફેડરેશન દ્રારા MSMEના તમામ ઉધોગકારોને જોડવામાં આવશે અને રાજ્યવ્યાપી વિરોધ કરાશે.
આ પણ વાંચોઃ લો બોલો! ભીખ માંગવા માટે પણ હપ્તા આપવા પડે છે, અમદાવાદમાં પકડાયું કૌભાંડ
આ પણ વાંચોઃ Ahmedabad : અમરાઇવાડીમાં ગેસનો બાટલો લિકેજ થતા બ્લાસ્ટ, 3 ઘાયલ, એકની હાલત ગંભીર