ભારતમાં પ્રથમ વખત ભેંસને કૃત્રિમ ગર્ભાધાનની આઈવીએફ ટેકનિક દ્વારા ગર્ભાધાન થયું અને વાછરડાનો જન્મ થયો હતો. આ ભેંસ બન્ની જાતિની છે. આ સાથે OPU-IVF ટેક્નોલોજી ભારતમાં નેક્સ્ટ લેવલ પર પહોંચી ગઈ છે.
બની જાતિની ભેંસનું છ IVF ગર્ભાધાન પછી પ્રથમ IVF વાછરડાનો જન્મ થયો હતો. આ પ્રક્રિયા સુશીલા એગ્રો ફાર્મના ખેડૂત વિનય એલ. વાલાના ઘરે જઈને પુરી કરવામાં આવી હતી. આ ફાર્મ ગુજરાતના સોમનાથ જિલ્લાના ધણેજ ગામમાં આવેલું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ડિસેમ્બર 2020 ના રોજ ગુજરાતના કચ્છની મુલાકાત લીધી હતી. તે સમયે તેમણે બન્ની ભેંસની જાતિ વિશે ચર્ચા કરી હતી. બીજા જ દિવસે, એટલે કે 16 ડિસેમ્બર 2020 ના રોજ, બન્ની ભેંસના અંડાણુ કાઢી તેને વિકસિત કરીને ભેંસના ગર્ભાશયમાં સ્થાપિત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.
વૈજ્ઞાનિકોએ પ્રક્રિયા કેવી રીતે પૂર્ણ કરી
વૈજ્ઞાનિકો વિનય એલ. વાલાએ ગુજરાતના સોમનાથ જિલ્લાના ધાણેજ ખાતે સુશીલા એગ્રો ફાર્મની બન્ની જાતિની ત્રણ ભેંસોને ગર્ભધારણ માટે તૈયાર કરી હતી. વૈજ્ઞાનિકો ભેંસના અંડાશયમાંથી ઇન્ટ્રાવાજિનલ કલ્ચર ડિવાઇસ- IVC દ્વારા 20 અંડાણુ કાઢયા હતા. ત્રણ ભેંસ પૈકી એક ભેંસમાંથી કુલ 20 ઇંડા IVC પ્રક્રિયા દ્વારા કાઢવામાં આવ્યા હતા.
હકીકતમાં એક ડોનર પાસેથી કાઢવામાં આવેલા 20 અંડાણુમાંથી 11 ભ્રુણ બન્યા હતા. નવ ગર્ભની સ્થાપના કરવામાં આવી હતી, જેમાંથી ત્રણ IVF ગર્ભાવસ્થા અસ્તિત્વમાં આવ્યા હતા. બીજા ડોનર પાસેથી પાંચ અંડાણુ કાઢવામાં આવ્યા હતા. જેમાંથી પાંચ ગર્ભ 100 ટકા તૈયાર કરવામાં આવ્યા હતા. પાંચમાંથી ચાર ભ્રૂણને સ્થાપિત કરવા માટે પસંદ કરવામાં આવ્યા હતા અને પ્રક્રિયાના પરિણામે બે ગર્ભાવસ્થા થઈ હતી. ત્રીજા દાતા પાસેથી ચાર ઇંડા અંડાણુ કાઢવામાં આવ્યા હતા. જેમાંથી બે ભ્રૂણ વિકસાવવામાં આવ્યા હતા અને તેમને સ્થાપિત કરીને 1 ગર્ભાધાન થયું હતું.
કુલ, 29 ઇંડામાંથી 18 ભ્રૂણ વિકસિત થયા. તેનો BL દર 62 ટકા હતો. પંદર ભ્રૂણોની સ્થાપના કરવામાં આવી અને તેમની પાસેથી છ ગર્ભાવસ્થા થઈ. ગર્ભાધાનનો દર 40 ટકા હતો. આ છ ગર્ભાવસ્થામાંથી પ્રથમ IVF વાછરડાનો જન્મ થયો હતો. આ દેશનું પહેલું બન્ની વાછરડું છે. જેનો જન્મ કૃત્રિમ ગર્ભાધાનની IVF ટેક્નિક દ્વારા થયો છે. સરકાર અને વૈજ્ઞાનિક આ સમુદાય ભેંસોની IVF પ્રક્રિયામાં અપાર સંભાવના જુએ છે અને દેશની પશુ સંપત્તિ સુધારવા માટે પ્રયત્નશીલ છે.
આ પણ વાંચો : અફઘાનિસ્તાનમાં તાલિબાનને નિશાન બનાવીને કરાયો હુમલો, રસ્તાની બાજુમાં થયા બે બોમ્બ વિસ્ફોટ, નાગરિકોના થયા મોત
આ પણ વાંચો :સિડની-દિલ્હી એરલાઈન ટૂંક સમયમાં શરૂ થશે, ઓસ્ટ્રેલિયાની નેશનલ કેરિયર Qantasએ કરી જાહેરાત