ખ્યાતિ હોસ્પિટલે કરેલા કારનામાં અંગે સૌ કોઈ વાકેફ છે. આ કાંડમાં માત્ર 5 કે 6 આરોપી નહિ અન્ય અનેક આરોપીઓ હોય શકે છે તે શક્યતાઓને આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પોલીસ કમિશ્નરના આદેશથી તપાસ શરૂ કરી દઈ અત્યાર સુધી નહીં ઝડપાયેલા આરોપીઓને ઝડપવા માટે લુકઆઉટ નોટિસ સહિતની પ્રકીર્યા શરૂ કરવામાં આવી છે.
ખ્યાતિ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલના ડૉ. પ્રશાંત વજીરાણીની પોલીસ ધરપકડ કરી છે પરંતુ FIR માં જે નામો નોંધાયા છે તેમાં
ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડ અંગે આરોગ્ય વિભાગ દ્વારા રચવામાં આવેલી તપાસ સમિતિના સભ્ય અને સોલા સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ CDMO ડો પ્રકાશ મહેતાએ વસ્ત્રાપુર પોલીસ મથકે નામજોગ નોંધાવેલી ફરિયાદને એક સપ્તાહ આજે પૂરો થઈ ગયો છતાં વસ્ત્રાપુર પોલીસ માત્ર એકજ આરોપીને પકડી શકી અને એટલેજ વસ્ત્રાપુર પોલીસની તપાસ પર અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.
Ahmedabad : ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ મોટી કાર્યવાહી, 7 હોસ્પિટલોને કરાઇ સસ્પેન્ડ | TV9Gujarati#ahmedabad #khyatihospital #stategovtaction #pmjayscheme #hospitalsuspend #gujarat #tv9gujarati pic.twitter.com/meUsFE36Ci
— Tv9 Gujarati (@tv9gujarati) November 19, 2024
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશ્નર શરદ સિંઘલેને તો શંકા છે કે FIR માં નોંધાયેલ અન્ય આરોપીઓ ઉપરાંતના નામો પણ આ મામલામાં હોય શકે છે. FIR માં રહેલા બાકીના આરોપીઓ ને શોધવા તથા અન્ય મુદ્દાઓની ઊંડાણ પૂર્વક તપાસ કરવા ત્રણ PI ની ટીમ બનાવવામાં આવી છે, જે વિવિધ દિશામાં તપાસ કરી રહ્યા છે. તેવું JCP ક્રાઇમ શરદ સિંઘલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું.
આ કૌભાંડનો એક આરોપી ઓસ્ટ્રેલિયામાં છે અને અન્ય આરોપીઓ વિદેશના ભાગી જાય તે માટે પાસપોર્ટની વિગતો મેળવી લુક આઉટ નોટિસ જાહેર કરવાની પ્રકીર્યા શરૂ કરવામાં આવી છે.
વિદેશમાં જે આરોપી છે તે જો ભારત પરત નહીં ફરે તો તેની રેડ કોર્નર નોટિસ ઇસ્યુ કરવાની પ્રકીર્યા આગામી દિવસોમાં કરવામાં આવશે
ખ્યાતિમાં ક્રાઇમ બ્રાન્ચનું ચાર કલાક સર્ચ ઓપરેશન ચાલ્યું.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ત્રણ PI ની ટીમોએ ખ્યાતિ હોસ્પિટલમાં સાંજે 4 વાગ્યા થી શરૂ કરેલ સર્ચ ઓપરેશન રાત્રે આઠ વાગે પૂર્ણ કર્યું હતું. સરકાર દ્વારા નિમાયેલ તબીબી અને મેડિકલ ટીમને સાથે રાખીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખ્યાતિ હોસ્પિટલ ના તમામ માળ પર તપાસ કરી હતી. દરેક વિભાગો અને એડમિન ઓફિસમાં સર્ચ કરી બોક્સ ભરીને વિવિધ ફાઇલ તથા દસ્તાવેજો કબ્જે કર્યા હતા સાથેજ કોમ્પ્યુટર અને સીપીયુ કબ્જે કરવા ઉપરાંત કેટલાક ડીઝીટલ ડેટા પણ મેળવ્યા હતા. કબ્જે કરાયેલ દસ્તાવેજો નો મેડિકલ અને લીગલ ટિમોને સાથે રાખી અભ્યાસ અને તપાસ કરવામાં આવશે અને તેના આધારે PMJY ના વધુ કૌભાંડના ખુલાસા થઈ શકે છે.
Published On - 10:00 pm, Tue, 19 November 24