ગરીબ છોકરીએ, કાર્તિક આર્યનને સંભળાવી ‘ભૂલ ભુલૈયા 2’ની પૂરી વાર્તા, એક્ટરે શેર કર્યો વીડિયો

કાર્તિક આર્યનની (Kartik Aaryan) ફિમેલ ફેન ફોલોઈંગ દિવસેને દિવસે વધી રહી છે, પરંતુ તેની પોપ્યુલારિટી ગરીબ લોકોમાં પણ જોવા મળી રહી છે. એક્ટરે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં એક નાની છોકરી તેના ભાઈ-બહેન સાથે કાર્તિક આર્યન સાથે વાતચીત કરતી જોવા મળે છે.

ગરીબ છોકરીએ, કાર્તિક આર્યનને સંભળાવી ‘ભૂલ ભુલૈયા 2’ની પૂરી વાર્તા, એક્ટરે શેર કર્યો વીડિયો
kartik-aaryan Image Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 17, 2022 | 4:50 PM

બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યનની (Kartik Aaryan) ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા 2’ (Bhool Bhulaiya 2) ચારેબાજુ ધૂમ મચી ગઈ છે. આ ફિલ્મને રિલીઝ થયાને એક મહિનો થઈ ગયો છે, પરંતુ તેની ચર્ચા આજે પણ દર્શકોમાં અને ફેન્સમાં જોવા મળી રહી છે. કાર્તિક આર્યનની આ ફિલ્મે અત્યાર સુધીમાં 175.02 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી લીધો છે. ઓછા બજેટમાં બનેલી ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબ જ સારૂં પ્રદર્શન કરી રહી છે. દરેક એક્ટર માટે તે મોટી વાત હોય છે. પોપ્યુલારિટીમાં પણ કાર્તિક આર્યન ઘણા એ-લિસ્ટ અભિનેતાઓથી આગળ છે. એક્ટરે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં એક નાની છોકરી તેના ભાઈ-બહેન સાથે કાર્તિક આર્યન સાથે વાતચીત કરતી જોવા મળે છે.

વાયરલ થઈ રહ્યો છે વીડિયો

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
View this post on Instagram

A post shared by KARTIK AARYAN (@kartikaaryan)

કાર્તિક આર્યનની ફિમેલ ફેન ફોલોઈંગ દરરોજ વધી રહી છે, પરંતુ તેની પોપ્યુલારિટી ગરીબ લોકોમાં પણ જોવા મળી રહી છે. એક્ટરે પોતાના સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો, જેમાં એક નાની છોકરી તેના ભાઈ-બહેન સાથે કાર્તિક આર્યન સાથે વાતચીત કરતી જોવા મળે છે. આ 4-5 વર્ષની છોકરીની બોલવાની સ્ટાઈલ ખૂબ જ સુંદર છે કે કાર્તિકના ચહેરા પરથી સ્માઈલ જતી નથી. આ નાની છોકરી તેની ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા 2’ ની આખી વાર્તા કાર્તિક આર્યનને મોઢે સંભળાવે છે, જે સાંભળીને એક્ટર ખૂબ જ ખુશ થઈ જાય છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે કાર્તિક આર્યનના ખોળામાં તેનું ડોગી લઈને ઊભો છે. તેની મમ્મી જોડે ઉભી છે અને તેની આખી ટીમ આ છોકરીના બોલવાનો આનંદ લઈ રહી છે. વીડિયો શેર કરતી વખતે કાર્તિક આર્યનએ એક ફની કેપ્શન પણ લખ્યું છે. તેણે લખ્યું, “ઔર તુ આતા હે. ઈસ તરહ કે મોમેંટ્સ, નરેશન હો તો ઐસી, પૂરી કહાની બતા દી લડકીને ફિલ્મ કી.” કાર્તિક આર્યનના આ વીડિયો પર ભૂમિ પેડનેકરે રિએક્ટ કરતા તેને ‘ક્યુટ’ કહ્યું.

ફેન્સને પણ કાર્તિક આર્યનનો આ વીડિયો પસંદ આવી રહ્યો છે. કાર્તિક આર્યન તેના ફેન્સ સાથે સોશિયલ મીડિયા દ્વારા ખૂબ જ કનેક્ટેડ રહેવાનું પસંદ કરે છે. જ્યારે પણ તેના ફેન્સ તેની બિલ્ડિંગની બહાર મળવા આવે છે, ત્યારે તે તેમને નિરાશ કરતો નથી. હંમેશા બહાર આવીને તેમની સાથે સેલ્ફી ક્લિક કરે છે અને વાતચીત પણ કરે છે. તાજેતરમાં જ કાર્તિક આર્યન કોરોનાવાયરસથી સંક્રમિત થયો હતો, પરંતુ હવે તે સંપૂર્ણપણે સ્વસ્થ છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">