આજનું હવામાન : પતંગ રસિયાએ માટે ખુશીના સમાચાર ! હવામાન વિભાગ અને પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી, જુઓ Video

આજનું હવામાન : પતંગ રસિયાએ માટે ખુશીના સમાચાર ! હવામાન વિભાગ અને પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી, જુઓ Video

| Updated on: Jan 14, 2025 | 7:36 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. રાજ્યના વિવિધ જિલ્લાઓનું લઘુતમ તાપમાન 2થી 6 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટતા ગુજરાતવાસીઓ ભુક્કા બોલાવતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. હજુ પણ આગામી બેથી ત્રણ દિવસ ઠંડીનું જોર યથાવત્ રહેવાની શક્યતાઓ છે.

મહત્વનું છે કે ગુજરાત પર આવતા પવનોની દિશા બદલાતા ફરી એક વખત ઠંડીનું જોર વધ્યું છે જે ઉત્તરાયણના દિવસે પણ ઠંડી યથાવત જોવા મળશે. ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વની દિશામાં પવન ફૂંકાઈ રહ્યો છે. ત્યારે ઉત્તરાયણના દિવસે એટલે 14મી જાન્યુઆરીએ 15થી 20 કિમી પ્રતિકલાકના પવન ફૂંકાશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.

પરેશ ગોસ્વામીએ ઠંડીને લઈને કરી મોટી આગાહી

બીજી તરફ હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીની આગાહી અનુસાર આજે પતંગ રસિકોને પવનનું વિઘ્ન નહીં નડે. આજે પવનની દિશઆ સારી રહેશે. તેમજ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વાતાવરણ ચોખ્ખુ રહેશે. જો કે મહત્તમ તાપમાન 25 થી 30 ડિગ્રી સુધી જઈ શકે છે.

g clip-path="url(#clip0_868_265)">