બનાસકાંઠાના વિભાજન અંગે સૌથી મોટા સમાચાર, કાંકરેજને મૂળ બનાસકાંઠા જિલ્લામાં રાખવાનું લગભગ નક્કી
બનાસકાંઠાના વિભાજનને લઈને કાંકરેજ તાલુકામાં સતત વિરોધ થઈ રહ્યો હતો. તાલુકાવાસીઓની માંગ હતી કે કાંકરેજને મૂળ બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે. વિરોધના પગલે સરકારે જિલ્લા વિભાજન અંગે ફેર વિચારણા શરૂ કરી છે અને કાંકરેજને મૂળ બનાસકાંઠા જિલ્લામાં રાખવાનું લગભગ નક્કી જ છે.
બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને નવો વાવ-થરાદ જિલ્લો બનાવવાની સરકારે તાજેતરમાં જાહેરાત કરી હતી. નવા જિલ્લામાં વાવ, થરાદ, ભાભર, દિયોદર, સુઈગામ, ધાનેરા, લાખણી અને કાંકરેજનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જ્યારે બાકીના 6 જિલ્લા બનાસકાંઠામાં યથાવત રાખવામાં આવ્યા હતા. ત્યારે આ વિભાજનને લઈને કાંકરેજ તાલુકામાં સતત વિરોધ થઈ રહ્યો હતો. તાલુકાવાસીઓની માંગ હતી કે કાંકરેજને મૂળ બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે. કાંકરેજથી થરાદનું અંતર વધારે હોવાથી લોકો વિરોધ કરી રહ્યા છે.
કાંકરેજવાસીઓના વિરોધના પગલે સરકારે જિલ્લા વિભાજન અંગે ફેર વિચારણા શરૂ કરી છે અને કાંકરેજને મૂળ બનાસકાંઠા જિલ્લામાં રાખવાનું લગભગ નક્કી જ છે. બનાસકાંઠાના કેટલાક આગેવાનો અને સંગઠનો સાથે અધિકારીઓએ ચર્ચા કરી છે. સરકારે વિભાજનને લઈને સત્તાવાર રીતે કોઈ નોટિફિકેશન બહાર પાડ્યું નથી. ત્યારે નોટિફિકેશન પહેલા કાંકરેજને મૂળ બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે તેવી શક્યતા છે. આગામી દિવસોમાં સરકાર સત્તાવાર જાહેરાત કરશે.
(With Input : Kinjal Mishra)