વ્હાઇટ હાઉસની એ સિક્રેટ સુરંગ, જ્યાં અમેરિકી રાષ્ટ્રપતિ સંકટ સમયે રહે છે સુરક્ષિત…એક બટન દબાવતા જ ખુલે છે સુરંગનો દરવાજો
વ્હાઇટ હાઉસ એ અમેરિકાના સૌથી સુરક્ષિત સ્થળોમાંનું એક છે. પરંતુ શું તમે જાણો છો કે આ ઐતિહાસિક ઈમારતમાં ઘણી સિક્રેટ સુરંગો છે. કટોકટીની સ્થિતિમાં રાષ્ટ્રપતિ અને તેમના પરિવારને સુરક્ષિત બહાર કાઢવા માટે આ સુરંગ બનાવવામાં આવી છે. ત્યારે આ લેખમાં આ સુરંગની અનોખી ડિઝાઈન અને તેની સુરક્ષા વિશે વિગતવાર જાણીશું.
વ્હાઇટ હાઉસ એ અમેરિકાના રાષ્ટ્રપતિનું સત્તાવાર નિવાસસ્થાન છે અને દેશના સૌથી સુરક્ષિત સ્થળોમાંનું એક છે. પરંતુ શું તમે જાણો છો કે આ ઐતિહાસિક ઈમારતમાં ઘણી સિક્રેટ સુરંગો છે. કટોકટીની સ્થિતિમાં રાષ્ટ્રપતિ અને તેમના પરિવારને સુરક્ષિત બહાર કાઢવા માટે આ સુરંગ બનાવવામાં આવી છે. ત્યારે આ લેખમાં આ સુરંગની અનોખી ડિઝાઈન અને તેની સુરક્ષા વિશે વિગતવાર જાણીશું.
ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરીએ અમેરિકાના નવા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. અમેરિકામાં દરેક નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ હંમેશા આ તારીખે પદના શપથ લઈને ચાર્જ સંભાળે છે. ટ્રમ્પ એ જ દિવસે વ્હાઇટ હાઉસ પહોંચશે અને તે આગામી ચાર વર્ષ માટે તેમનું ઘર હશે. વ્હાઇટ હાઉસમાં એ દરેક વસ્તુ છે, જે અમેરિકન રાષ્ટ્રપતિને કન્ફર્ટ અને સલામત રાખે છે. ટેક્નોલોજીની રીતે વ્હાઇટ હાઉસને અભેદ્ય કિલ્લો માનવામાં આવે છે.
વ્હાઇટ હાઉસ : સુરક્ષા અને ટેકનોલોજીનું અદ્ભુત ઉદાહરણ
વ્હાઇટ હાઉસ માત્ર એક ઇમારત નથી, તે સુરક્ષા અને ટેક્નોલોજીનું અદ્ભુત ઉદાહરણ છે. વ્હાઇટ હાઉસને 1800માં બનાવવામાં આવ્યું હતું અને અમેરિકન ઇતિહાસમાં ઘણી ઘટનાઓનું સાક્ષી માનવામાં આવે છે. જો કે, સમય જતાં વધતા જોખમો અને તકનીકી પ્રગતિએ વ્હાઇટ હાઉસની સુરક્ષાને વધુ મજબૂત કરવાની જરૂરિયાત ઊભી કરી. આ સુરક્ષાને ધ્યાનમાં રાખીને સિક્રેટ સુરંગ બનાવવામાં આવી હતી. આ સુરંગ કટોકટીના સમયે રાષ્ટ્રપતિ અને તેમના પરિવારને સુરક્ષિત રાખે છે.
મધ્યકાલીન સમયગાળામાં ભારતથી યુરોપ સુધીના રાજાઓ, મહારાજાઓ અને શાસકોએ તેમના કિલ્લાઓમાં મોટા પાયે સુરંગો બનાવી હતી. જેથી કરીને સંકટ સમયે તેઓ એવી જગ્યાએ ભાગી શકે જ્યાં તેઓ સુરક્ષિત રહે. કિલ્લા પર કોઈપણ પ્રકારનો હુમલો થાય તો પણ તેમને બચવાનો મોકો મળે છે. એટલે જ દુનિયાના ખૂણે ખૂણે સિક્રેચ સુરંગો જોવા મળે છે. વ્હાઇટ હાઉસમાં પણ સુરંગો છે જે રાષ્ટ્રપતિ, તેમના પરિવાર અને વ્હાઇટ હાઉસના કર્મચારીઓને કટોકટીની સ્થિતિમાં સુરક્ષિત રાખે છે.
જ્યારે સુરંગ બનાવવામાં આવી ન હતી ત્યારે પણ મીડિયામાં તેના વિશે ઘણી ચર્ચા થતી હતી. વર્ષ 1930માં આ ચર્ચાઓ પૂરજોશમાં થતી હતી. જો કે તે સમયે વ્હાઇટ હાઉસમાં આવી કોઈ સુરંગ નહોતી, પરંતુ 1941માં પર્લ હાર્બર હુમલા બાદ તેના નિર્માણની જરૂરિયાત ખરેખર અનુભવાઈ હતી. કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી હતી.
સુરંગનું બાંધકામ 1950ના દાયકામાં શરૂ થયું હતું
સુરંગોનું નિર્માણ વર્ષ 1950માં તત્કાલિન રાષ્ટ્રપતિ હેરી એસ ટ્રુમેનના કાર્યકાળ દરમિયાન શરૂ થયું હતું. ત્યારબાદ લગભગ 150 વર્ષ પહેલા બનેલા આ રાષ્ટ્રપતિ હાઉસની હાલત ખરાબ થવા લાગી. તેની દિવાલોમાં વિવિધ જગ્યાએ તિરાડો પડવા લાગી. તેથી નક્કી કરવામાં આવ્યું કે બિલ્ડિંગને ફરીથી બનાવવાની જરૂર છે. પછી રાષ્ટ્રપતિ ટ્રુમેન નજીકના બ્લેર હાઉસમાં શિફ્ટ થયા. પૂરા ત્રણ વર્ષ ત્યાં રહ્યા. આ સમયગાળા દરમિયાન વ્હાઇટ હાઉસનું નવેસરથી નિર્માણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સલામતીને ધ્યાનમાં રાખીને, એક સુરંગ પણ તૈયાર કરવામાં આવી હતી જે પૂર્વ વિંગને પશ્ચિમ વિંગ સાથે જોડતી હતી. તેના દ્વારા સિક્રેટ બંકર સુધી પહોંચી શકાય છે.
એક બટન દબાવતા જ સિક્રેટ સુરંગનો દરવાજો ખુલે છે
બીજી સિક્રેટ સુરંગ વર્ષ 1987માં પૂર્ણ થઈ હતી, જ્યારે રોનાલ્ડ રીગન યુએસના 40મા રાષ્ટ્રપતિ હતા. રીગનના કાર્યકાળ દરમિયાન આતંકવાદી હુમલાના વધતા જતા ખતરાને કારણે આ સુરંગ બનાવવામાં આવી હતી.
વ્હાઇટ હાઉસની વેબસાઇટ અનુસાર, સુરંગ દ્વારા રાષ્ટ્રપતિ એક સિક્રેટ સીડી સુધી પહોંચી શકે છે, જે ઓવલ ઓફિસની નજીક છે, અહીં પહોંચ્યા પછી એક બટન દબાવતા જ એક સિક્રેટ દરવાજો ખુલે છે. જો કે, આ દરવાજો ક્યાં જાય છે તે અંગે કોઈ માહિતી નથી.
આ સિવાય એક અન્ય ટનલ પણ છે
આ સિવાય એક અન્ય ટનલ પણ છે, જેના વિશે ઘણા લોકો જાણે છે. તે ઈસ્ટ વિંગના ભોંયરામાં થઈને ટ્રેઝરી બિલ્ડિંગ સુધી જાય છે. તે 33મા રાષ્ટ્રપતિ ફ્રેન્કલિન ડી. રૂઝવેલ્ટ દ્વારા બનાવવામાં આવી હતી. તેને એવી રીતે બનાવવામાં આવી છે કે તેના પર હવાઈ હુમલાની કોઈ અસર થતી નથી. ત્રીજી ટનલ વ્હાઇટ હાઉસને જૂની એક્ઝિક્યુટિવ ઓફિસ બિલ્ડિંગ સાથે જોડે છે. જો કે, એવું કહેવાય છે કે આ સુરંગ ઘણી જગ્યાઓ પર ખુલે છે, જ્યાંથી વ્યક્તિ બહારના ઘણા સુરક્ષિત અને અજાણ્યા સ્થળોએ પહોંચી શકે છે. જો કે, આના કોઈ લેખિત પુરાવા નથી.
વ્હાઇટ હાઉસમાં ગુપ્તચર સુવિધાઓને રાષ્ટ્રપતિ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (PEOC) નામ આપવામાં આવ્યું છે. આ અંતર્ગત GSA (જનરલ સર્વિસ એડમિનિસ્ટ્રેશન) સંસ્થા સરકારી ઈમારતોની સુરક્ષા નક્કી કરે છે, સિક્રેટ બંકરો અને સુરંગ તૈયાર કરે છે.
પરમાણુ બોમ્બ કે રેડિયેશનની આ સુરંગ પર અસર થતી નથી
મીડિયા રિપોર્ટ અનુસાર, નિર્માણ કાર્ય સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવ્યું હતું. કામદારોના ફોન પણ ટેપ થતા હતા. અહીંના સિક્રેટ બંકરની દીવાલ એટલી જાડી કોંક્રીટની બનેલી છે કે તેના પર પરમાણુ બોમ્બ કે કોઈપણ રેડિયેશનની અસર થતી નથી. આ ઉપરાંત, એવી વ્યવસ્થા છે કે ભૂગર્ભમાં હોવા છતાં બંકરો અને સુરંગમાં પૂરતો ઓક્સિજન રહે છે. સુરંગમાં હંમેશા પૂરતો ખોરાક રાખવામાં આવે છે જે કટોકટીની સ્થિતિમાં ઘણા મહિનાઓ સુધી ચાલી શકે છે.
જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે 2017માં સત્તા સંભાળી ત્યારે તેમને અને કેટલાક ઉચ્ચ અધિકારીઓને તમામ સુરક્ષા વ્યવસ્થા બતાવવામાં આવી હતી. એ જ રીતે જો બાઈડેન અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમને પણ આ સુરંગો બતાવવામાં આવી હતી. જ્યારે પણ અમેરિકાના નવા રાષ્ટ્રપતિ શપથ ગ્રહણ કરે છે ત્યારે તેમને વ્હાઇટ હાઉસની આ બાબતો વિશે ચોક્કસપણે જાણ કરવામાં આવે છે.
વ્હાઇટ હાઉસની આ સિક્રેટ સુરંગને પ્રેસિડેન્ટના ઇમરજન્સી ઓપરેશન્સ સેન્ટર (PEOC)નો ભાગ ગણવામાં આવે છે. આ માત્ર એક માળખું નથી, પરંતુ તે અમેરિકાની સુરક્ષાનું પ્રતીક છે. આ સુરંગોના કારણે વ્હાઇટ હાઉસને અભેદ્ય કિલ્લો કહી શકાય. વ્હાઇટ હાઉસની સિક્રેટ સુરંગો માત્ર એક તકનીકી અજાયબી નથી, પરંતુ તે રાષ્ટ્રપતિ અને તેમના પરિવારની સુરક્ષાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ ટનલ સુનિશ્ચિત કરે છે કે રાષ્ટ્રપતિ અને તેમની ટીમ કોઈપણ કટોકટીની સ્થિતિમાં સુરક્ષિત રહે. તેથી એવું કહી શકાય કે વ્હાઇટ હાઉસની આ સિક્રેટ સુરંગ દુનિયાની સૌથી સુરક્ષિત જગ્યાઓમાંથી એક છે.