AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akaay Kohli Pics: વિરાટ કોહલીના દીકરા અકાયનો ચહેરો આવ્યો સામે ! લોકોએ કહ્યું વિરાટ જેટલો જ ક્યુટ

અનુષ્કા અને વિરાટ તેના બંને બાળકો પ્રત્યે ખૂબ જ સભાન છે અને તેમને લાઈમલાઈટથી દૂર રાખવાનું પસંદ કરે છે. તેમણે ખાતરી કરી છે કે તેમના ફોટા કે વીડિયો સોશિયલ મીડિયા પર લીક ન થાય, પરંતુ તેમના તમામ પ્રયાસો છતાં, બાળક અકાયનો ચહેરો સામે આવી ગયો છે.

Akaay Kohli Pics: વિરાટ કોહલીના દીકરા અકાયનો ચહેરો આવ્યો સામે ! લોકોએ કહ્યું વિરાટ જેટલો જ ક્યુટ
Virat Kohli son Akaay face reveal video viral
| Updated on: Jan 13, 2025 | 9:48 AM
Share

ગયા વર્ષે 2024 માં, અનુષ્કા શર્મા પુત્ર અકાયનું જન્મ આપ્યો હતો. ફેબ્રુઆરી મહિનામાં, બંનેએ સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે ખુશખબર શેર કરી અને તેની સાથે એક વિનંતી પણ કરી. બંનેએ સ્પષ્ટપણે કહ્યું કે તેમની પ્રાઈવસીનું ધ્યાન રાખવું જોઈએ. આવી સ્થિતિમાં, પુત્રની કોઈ સત્તાવાર ઝલક જાહેર કરવામાં આવી ન હતી. સોશિયલ મીડિયા પર પણ અકાયનો કોઈ ફોટો આજ સુધી જોવા મળ્યો નથી.જોકે હવે એક વીડિયો સામે આવ્યો છે જેમાં અકાયનો ચેહરો રિવિલ થઈ ગયો હોવાનું લાગી રહ્યું છે.

વિરાટના દિકરા અકાયનો ફોટો વાયરલ

અનુષ્કા અને વિરાટ તેના બંને બાળકો પ્રત્યે ખૂબ જ સભાન છે અને તેમને લાઈમલાઈટથી દૂર રાખવાનું પસંદ કરે છે. તેમણે ખાતરી કરી છે કે તેમના ફોટા કે વીડિયો સોશિયલ મીડિયા પર લીક ન થાય, પરંતુ તેમના તમામ પ્રયાસો છતાં, બાળક અકાયની એક ઝલક સામે આવી છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં દેખાતુ બાળક અકાય હોવાનું કહેવામાં આવી રહ્યું છે કારણ કે તે બાળકને અનુષ્કાએ ઉચક્યું છે.

અકાયને અનુષ્કા સાથે મુંબઈ એરપોર્ટ પર જોવામાં આવ્યા હતા અને આ ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. વીડિયોમાં વિરાટ અને વામિકા દેખાતા નથી. આ ક્લિપ વિરાટ અને અનુષ્કાના એક ફેન પેજ પર શેર કરવામાં આવી છે, જેમાં લખ્યું છે કે, ‘બેબી અકાય કોહલીનો ચહેરો આવ્યો સામે.’

વાયરલ થયો વીડિયો

આ વિડીયો કદાચ તે સમયનો છે. વિરાટ પહેલેથી જ બહાર આવી ગયો હતો અને ખાતરી કરવામાં વ્યસ્ત હતો કે તેના બાળકોના ફોટા ન લેવાય. આમ છતાં, આ વીડિયો હવે સામે આવ્યો છે. અનુષ્કા ચહેરા પર માસ્ક પહેરેલી જોવા મળી રહી છે. તેના ખોળામાં બેબી અકાય કેમેરા તરફ જોતી વખતે ખૂબ જ ક્યુટ લાગે છે. તેની ક્યુટનેસ જોઈને લોકો તેના વખાણ કરવાથી પોતાને રોકી શકતા નથી.

બાય ધ વે, આ વીડિયો જોયા પછી એક વ્યક્તિએ લખ્યું, ‘અકાય બિલકુલ વિરાટ જેવો છે.’ જ્યારે બીજા એક વ્યક્તિએ લખ્યું, ‘તે જેહ જેટલો જ ક્યૂટ છે.’ તમને જણાવી દઈએ કે આ એક વાયરલ વીડિયો છે તે ડિપ ફેકથી કે કોઈ એડિટિંગથી બનાવ્યો હોઈ શકે છે.

નોંધ: આ માત્ર એક વાયરલ વીડિયો છે તે વિરાટનો પુત્ર અકાય જ છે તેની TV9 ગુજરાતી પુષ્ટિ કરતુ નથી

g clip-path="url(#clip0_868_265)">