‘ખરા રૂપિયા તો ગુજરાતીઓ પાસે જ છે’ ઝેરોધાના નીતિન કામથે કેમ આમ કહ્યું ?

અબજોપતિ બિઝનેશમેન નીતિન કામથે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર દેશમાં ઇક્વિટી ડિલિવરી ટ્રેડ્સ સંબંધિત ચોંકાવનારા આંકડા શેર કર્યા છે. આ આંકડાઓ શેર કરતી વખતે નીતિન કામથે લખ્યું છે કે દેશમાં ખરા પૈસા તો ગુજ્જુઓ એટલે કે ગુજરાતીઓ પાસે જ છે.

‘ખરા રૂપિયા તો ગુજરાતીઓ પાસે જ છે’ ઝેરોધાના નીતિન કામથે કેમ આમ કહ્યું ?
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 10, 2025 | 4:07 PM

ટોચના સ્ટોક માર્કેટ ટ્રેડિંગ પ્લેટફોર્મ ઝેરોધાના સહ-સ્થાપક અને અબજોપતિ ઉદ્યોગપતિ નીતિન કામથે, શેરબજારને લગતા ચોંકાવનારા આંકડા શેર કર્યા છે. આંકડા શેર કરતી વખતે તેમણે લખ્યું કે દેશમાં ખરા રૂપિયા તો ગુજ્જુઓ એટલે કે ગુજરાતીઓ પાસે જ છે. નીતિન કામથે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર દેશમાં ઇક્વિટી ડિલિવરી ટ્રેડ્સ સંબંધિત કેટલાક આશ્ચર્યજનક આંકડા શેર કર્યા છે. ચાલો જાણીએ કે તેમણે આંકડાઓ વિશે શું કહ્યું અને શા માટે…

ગુજ્જુઓ પાસે વધુ પૈસા છે

ઝેરોધાના CEO નીતિન કામથે સોશિયલ મીડિયા X પર એક પોસ્ટ શેર કરી અને કહ્યું કે, કુલ નોંધાયેલા રોકાણકારોમાં ગુજરાતનો હિસ્સો માત્ર 8 ટકા જ છે અને આ હિસ્સો સતત ઘટી રહ્યો છે. આ સાથે, કામથે એવુ પણ જાહેર કર્યું કે, ઇક્વિટી ડિલિવરી ટ્રેડમાં સૌથી વધુ યોગદાન આપનારા ટોચના 2 શહેરો કયા છે ? એ એક સામાન્ય હકીકત છે કે, ગુજરાતમાં સૌથી વધુ ઉદ્યોગપતિઓ છે. અહીંના ઉદ્યોગપતિઓ માત્ર દેશમાં જ નહીં પણ વિશ્વમાં પણ સક્રિય છે. આ જ કારણ છે કે, ગુજરાતીઓ અથવા ગુજ્જુઓ પાસે સૌથી વધુ રૂપિયા છે.

Fruits : સંતરા ખાધા પછી પાણી પીવું જોઈએ કે નહીં?
Saif Ali Khan Stabbed: ઈબ્રાહિમ નહીં, પણ 8 વર્ષના તૈમુરની સાથે હોસ્પિટલ પહોંચ્યો હતો સૈફ અલી ખાન !
આજનું રાશિફળ તારીખ : 18-01-2025
ઈંગ્લેન્ડની ક્યૂટ ખેલાડીની WPL 2025માં એન્ટ્રી
વિરાટ કોહલી પાસે કેટલા ઘર છે અને તેની કિંમત કેટલી છે?
હવે WhatsApp પર જોઈ શકો છો Instagram Reels ! જાણો સિક્રેટ ટ્રિક

કોનો કેટલો હિસ્સો છે ?

ઝેરોધાના કામથે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ X પર લખ્યું, “અમદાવાદ અને મુંબઈ 80 % ઇક્વિટી ડિલિવરી ટ્રેડ્સ ધરાવે છે. હકીકતમાં, ખરા પૈસા ગુજરાતીઓ પાસે છે.

આ શહેરોના લોકોનો હિસ્સો કેટલો છે?

ઝેરોધાના અબજોપતિ સ્થાપકે તેમની ‘X’ પોસ્ટમાં BSE, NSE ના રોકડ સેગમેન્ટ પરના ટર્નઓવરનો શહેરવાર ડેટા શેર કર્યો છે. યાદીમાં પ્રકાશિત થયેલા ડેટા અનુસાર, અમદાવાદ ટોચ પર છે, ત્યારબાદ બેંગલુરુ, વડોદરા, ભુવનેશ્વર, ચેન્નાઈ, એર્નાકુલમ, કોઈમ્બતુર, નવી દિલ્હી, ગુવાહાટી, હૈદરાબાદ આવે છે.

નીતિન કામથ દ્વારા શેર કરાયેલા આંકડાકીય ડેટા દર્શાવે છે કે, નવેમ્બર 2024 માં ઇક્વિટી ટ્રેડ ડિલિવરીમાં મુંબઈનું પ્રભુત્વ 64.28% હતું, જ્યારે તે જ સમયગાળા દરમિયાન અમદાવાદનું યોગદાન 17.53% હતું.

સપ્ટેમ્બરની શરૂઆતમાં, કામથે ગુજરાતની નોંધપાત્ર બજાર ભાગીદારી પર પ્રકાશ પાડ્યો હતો, ખાસ કરીને તેની પ્રભાવશાળી IPO ભાગીદારીનો ઉલ્લેખ કર્યો હતો. વિશ્લેષણ દર્શાવે છે કે, ગુજરાત સ્થિત રિટેલ રોકાણકારોએ રિટેલ કેટેગરી ફાળવણીનો 39.3% હિસ્સો મેળવ્યો હતો, ત્યારબાદ મહારાષ્ટ્ર અને રાજસ્થાન અનુક્રમે 13.5% અને 10.5% હતા.

IPO સહભાગીઓનું ભૌગોલિક વિતરણ દર્શાવે છે કે આશરે 70 % રોકાણકારો ચાર મુખ્ય રાજ્યોમાંથી આવ્યા હતા. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે.

g clip-path="url(#clip0_868_265)">