Bigg Boss 18 : બિગ બોસનો ગ્રાન્ડ ફિનાલે ક્યારે અને ક્યાં લાઈવ જોઈ શકશો, વિજેતાને કેટલી પ્રાઈઝ મની મળશે જાણો
બિગ બોસ 18નો ગ્રાન્ડ ફિનાલેની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તો આજે આપણે જાણીએ બિગ બોસ 18નો ફિનાલે ક્યારે છે અને વિજેતાને કેટલી પ્રાઈઝ મની મળશે.

ટીવીનો લોકપ્રિય રિયાલિટી શો બિગ બોસ 18 ગ્રાન્ડ ફિનાલે તરફ આગળ વધી રહ્યો છે. આ સીઝને ચાહકોને શરુઆતથી લઈ અત્યારસુધી પોતાના રોમાંચ, ડ્રામા અને ઈમોશનલ મોમેન્ટથી જોડાયેલા રાખ્યા છે. હવે ચાહકો ફિનાલેની રાહ જોઈ રહ્યા છે.

ચાલો અમે તમને ફિનાલે વિશેની બધી મહત્વપૂર્ણ બાબતો જણાવીએ. બિગ બોસ 18નો ફિનાલે 19 જાન્યુઆરી 2025ના રાત્રે 9 કલાકથી શરુ થશે. જે અંદાજે 3 કલાક સુધી ચાલશે. કલર્સ ટીવી પર શોનું લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. તેમજ જિઓ સિનેમા પર સ્ટ્રીમ કરવામાં આવશે.

જેમ જેમ શો તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહ્યો છે, ચાહકો જાણવા માટે ઉત્સુક છે કે કયો સ્પર્ધક 50 લાખ રૂપિયાની ઇનામ રકમ અને બિગ બોસ ટ્રોફી જીતશે. સ્પર્ધકની લોકપ્રિયતા અને તેની રમતના આધારે વોટિંગ થઈ રહ્યું છે. જેમ જેમ ફિનાલે આગળ વધી રહ્યો છે તેમ શો વધુ રસપ્રદ બની રહ્યો છે.

19 જાન્યુઆરીના રોજ બિગ બોસ 18નો વિનર મળી જશે. જેની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બિગ બોસના ઘરમાંથી શ્રુતિકા અને ચાહત વીકએન્ડના વારમાં બહાર થશે. હવે બિગ બોસ 18ના ફિનાલેના ટોપ 5 સ્પર્ધકનું લિસ્ટ સામે આવ્યું છે.

લેટેસ્ટ લિસ્ટ મુજબ રજત દલાલ નંબર 1, વિવિયન ડીસેના બીજા નંબર, કરણવીર મેહરા ત્રીજા નંબર, શિલ્પા શિરોડકર ત્રીજા, ચોથા નંબર પર અવિનાશ મિશ્રા આવ્યો છે.

હવે, બિગ બોસ 18ના ઘરમાં વિવિયન ડીસેના, કરણ વીર મહેરા, ચુમ દરંગ, શિલ્પા શિરોડકર, રજત દલાલ, ઈશા સિંહ અને અવિનાશ મિશ્રા છે. તો જોવાનું રહેશે કે, બિગ બોસ 18નો વિજેતા ક્યો ખેલાડી બને છે.
બિગ બોસ એ ટીવી જગતનો સૌથી ફેમસ અને મોસ્ટ કોન્ટ્રોવર્શિયલ રિયાલિટી શો છે. છેલ્લા ઘણા સમયથી સલમાન ખાન જેવો સુપરસ્ટાર તેને હોસ્ટ કરી રહ્યો છે, બિગ બોસના વધુ સમાચાર વાંચવા માટે અહિ ક્લિક કરો

































































