Makar Sankranti 2025 : અહીં મકાન નહિ પરંતુ એક દિવસ માટે ભાડે મળે છે અગાશી, 1 દિવસનો ભાવ છે લાખોમાં

સમગ્ર ગુજરાતમાં ઉત્તરાયણની ધૂમ રહે છે. અને તેમાં પણ પોળની ઉત્તરાયણની તો મજા જ કંઈક ઓર હોય છે. ઉત્તરાયણની ઉજવણી માટે વિદેશથી પણ લોકો અહીં આવે છે. તો ચાલો જાણીએ અહિ લોકો એક દિવસ માટે અગાશી કેમ ભાડે રાખે છે.

| Updated on: Jan 14, 2025 | 12:48 PM
ઉત્તરાયણ પર લોકો એ કાપ્યો છે....થી લઈ લપેટ લપેટની બુમો પાડતા અગાશી પર જોવા મળે છે. તો કેટલાક લોકો ડિજેના તાલે નાચતા હોય છે. એકબાજુ ઊંધિયું-જલેબી, ચીકી, મમરાના લાડુ, શેરડી, બોર ખાવા જોવા મળતા હોય છે.

1 / 7
ગુજરાતીઓ માટે ઉત્તરાયણનો તહેવાર એટલે નાના થી લઈ મોટેરાનો તહેવાર લોકો સવાર થી લઈ સાંજ સુધી અગાશી પર રહે છે. લોકો પતંગો ચગાવે છે. ત્યારે આખું આકાશ પતંગોથી ભરેલું જોવા મળે છે.પોળની ઉત્તરાયણમાં એવું શું છે કે લોકો ધાબાં ભાડે લે છે.

2 / 7
જે રીતે લોકો ભાડે રહેવા માટે મકાન રાખે છે, ત્યારે અહિ તો લોકો માત્ર એક જ દિવસ માટે લાખો રુપિયા ખર્ચીને ધાબાઓ ભાડે રાખે છે. 14 જાન્યુઆરીના દિવસે અહિ પગ મુકવાની પણ જગ્યા હોતી નથી.

3 / 7
પોળ એ એવા મકાનોનો સમૂહ છે જેમાં એક જ જ્ઞાતિ, વ્યવસાય કે ધર્મથી જોડાયેલા લોકો સાથે રહે છે. અમદાવાદની પોળો ખુબ ફેમસ છે. અમદાવાદની પોળોનો યુનેસ્કોની યાદીમાં સ્થાન પણ મળ્યું છે.

4 / 7
મોટા ટેરેસનો ભાવ રૂપિયા 50 હજારથી 1 લાખ સુધીનો હોય છે. પણ પતંગરસિયાઓ આટલું ઊંચું ભાડું ચુકવીને પણ પતંગ ચગાવવા માટે જાય છે. પોળમાં દેશ વિદેશથી લોકો આવતા હોય છે.અનલિમિટેડ ગુજરાતી ફૂડ અને અનલિમિટેડ પતંગ-દોરી આપવામાં આવે છે.

5 / 7
પોળમાં  ખાવા-પીવાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. જેમ કોઈ ટૂરનું પેકેજ હોય છે તેવી જ રીતે ઉત્તરાયણમાં પોળના ઘરની અગાશીનું પણ પેકેજ તમે ખરીદી શકો છો. જેમાં 5-6 કલાક પતંગ ચગાવવાનું તેમજ સાથે શુદ્ધ ગુજરાતી ભોજન પીરસવામાં આવે છે.લંચમાં ઉંધિયું, જલેબી, પૂરી અને કચોરીની વ્યવસ્થા કરવામાં આવે છે.

6 / 7
 પોળોમાં અગાશી ભાડે રાખવાનું એક કારણ એ પણ છે કે, અહિ આજુબાજુ મોટી ઈમારતો નથી. તેમજ લોકોના ઘર બાજુ બાજુમાં આવેલા છે. ત્યારે ઉત્તરાયણ પર અગાશી પર આજુબાજુ મોટી સંખ્યામાં લોકો પતંગ ઉડાડતા જોવા મળે છે. અહિ ઉંચી બિલ્ડિંગો કે વૃક્ષ કે પછી વીજળીના તાર પતંગ ચગાવવા માટે નડતા નથી.

7 / 7

ધાર્મિક માન્યતાઓ અનુસાર જ્યારે સૂર્ય ભગવાન મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે મકરસંક્રાંતિનો તહેવાર મનાવવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે ગંગા સ્નાન અને દાન કરવાનું વિશેષ મહત્વ છે. મકરસંક્રાંતિના વધુ સમાચાર વાંચવા માટે અહિ ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">