Makar Sankranti 2025 : વિજય રુપાણીએ પરિવાર સાથે રાજકોટમાં કરી ઉત્તરાયણની ઉજવણી, રાજકારણના પવન અંગે પણ આપ્યું નિવેદન, જુઓ Video

Makar Sankranti 2025 : વિજય રુપાણીએ પરિવાર સાથે રાજકોટમાં કરી ઉત્તરાયણની ઉજવણી, રાજકારણના પવન અંગે પણ આપ્યું નિવેદન, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 14, 2025 | 10:54 AM

રાજકોટમાં પૂર્વ CM વિજય રુપાણીએ પણ ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યાં છે. પરિવારજનો સાથે પતંગોત્સવની મઝા માણી રહ્યાં છે. ઉત્તરાયણ અને પતંગોત્સવ ગુજરાતીની ઓળખાણ છે. ત્યારે પૂર્વ CM વિજય રુપાણી રાજકારણના પવન અંગે પણ બોલ્યા છે.

ગુજરાતભરમાં ઉત્તરાયણની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ત્યારે રાજકોટમાં પૂર્વ CM વિજય રુપાણીએ પણ ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યાં છે. પરિવારજનો સાથે પતંગોત્સવની મઝા માણી રહ્યાં છે. ઉત્તરાયણ અને પતંગોત્સવ ગુજરાતીની ઓળખાણ છે. ત્યારે પૂર્વ CM વિજય રુપાણી રાજકારણના પવન અંગે પણ બોલ્યા છે. તેમના જણાવ્યા અનુસાર દેશ અને ગુજરાતમાં માત્ર ભાજપનો પવન જોવા મળી રહ્યો છે. ચારેય બાજુ PM મોદીની હવા ચાલી રહી છે.

રાજકારણના પવન અંગે બોલ્યા વિજય રૂપાણી

મહારાષ્ટ્ર અને હરિયાણાની જેમ દિલ્લી પણ ભાજપ સરકાર બનાવશે. કેજરીવાલ પ્રત્યે જનતાને ભ્રમ તુટ્યો હતો. આ સાથે પૂર્વ CM વિજય રુપાણીએ જણાવ્યુ કે કેજરીવાલની સાચી છબી લોકો સામે આવી છે. ભાજપના સંગઠન પૂર્વ અંગે વિજય રુપાણીનું નિવેદન આપ્યું છે. આ વખતે સંગઠનમાં ઉત્સાહ પૂર્વક કામ કરવા જોડાવવા માટે પડાપડી કરી છે. અમરેલી લેટરકાંડ અને ભાજપનાં આંતરીક વિખવાદ અંગે રુપાણીનું નિવેદન આપ્યું છે. રાજ્ય સરકાર જવાબદારો સામે યોગ્ય પગલા લેશે તેવો વિશ્વાસ છે. કોંગ્રેસ આ મામલે ખોટા હવાતિયા મારી રહી છે.

g clip-path="url(#clip0_868_265)">