દિલ્હીના નારાયણા ગામના લોકો સાથે લોહરી ઉજવતા PM નરેન્દ્ર મોદી
13 જાન્યુઆરીને સોમવારે બપોરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના કેબિનેટ સાથી અને તેલંગાણા ભાજપ પ્રમુખ જી. કિશન રેડ્ડીના નિવાસસ્થાને મકરસંક્રાંતિ અને પોંગલ ઉજવણીમાં હાજરી આપી હતી. સાંજે, તેમણે દિલ્હીના નારાયણા ગામમાં લોહરી ઉત્સવમાં ભાગ લીધો અને ગ્રામ્યજનોને લોહરી ઉત્સવની શુભેચ્છા પાઠવી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, 13 જાન્યુઆરીને સોમવારે મકરસંક્રાંતિની ઉજવણી પહેલા લોહરીની ઉજવણીમાં હાજરી આપી હતી. સોમવારે સાંજે, પીએમ મોદી લોહરી ઉજવવા માટે દિલ્હીના નારાયણા ગામમાં પહોંચ્યા હતા. નરેન્દ્ર મોદીએ લોહરી પર્વ નિમિત્તે અગનજ્વાળા પ્રગટાવી હતી અને ત્યાં હાજર ગ્રામ્યજનો સાથે વાતચીત કરી. આ પ્રસંગે ત્યાં હાજર લોકોએ પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત પણ કર્યું હતું.
પીએમ મોદીએ સોશિયલ સાઈટ X પર ટ્વીટ કરીને લખ્યું કે, આજે સાંજે મને દિલ્હીના નારાયણામાં લોહરી ઉજવવાની તક મળી. આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના લોકો, ખાસ કરીને યુવાનો અને મહિલાઓએ ભાગ લીધો હતો. બધાને લોહરીની શુભકામનાઓ!
Highlights from a special Lohri in Naraina… pic.twitter.com/MQloHvfQuM
— Narendra Modi (@narendramodi) January 13, 2025
અત્રે ઉલ્લેખનીય છે કે મકરસંક્રાંતિના આગલા દિવસે લોહરી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. મકરસંક્રાંતિની પૂર્વસંધ્યાએ, પરિવાર અને પડોશીઓ ખુલ્લી જગ્યામાં ભેગા થાય છે અને રાત્રે અગ્નિની આસપાસ વર્તુળકારે બેસે છે અને રેવડી, મગફળી વગેરે ખાઈને તહેવારની ઉજવણી કરે છે.
પંજાબ, જમ્મુ, હિમાચલ પ્રદેશ, દિલ્હી અને હરિયાણા સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં લોહરી પર્વ ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે અને લોકો સપરિવાર તેમાં ભાગ લે છે.
પીએમ મોદીએ સક્રાંતિ અને પોંગલ ઉજવણીમાં હાજરી આપી
અગાઉ, પીએમ મોદીએ તેમના કેબિનેટ સાથી અને તેલંગાણા ભાજપ પ્રમુખ જી. કિશન રેડ્ડીના નિવાસસ્થાને સંક્રાંતિ અને પોંગલ ઉજવણીમાં હાજરી આપી હતી. આ પ્રસંગે, તેલુગુ ફિલ્મ સ્ટાર ચિરંજીવી, દિગ્ગજ બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ અને ઘણા કેન્દ્રીય મંત્રીઓએ રેડ્ડીના નિવાસસ્થાને આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી હતી, જ્યાં લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા પણ ઉપસ્થિત રહ્યાં હતા.
ઇન્સ્ટાગ્રામ પરની એક પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું, “મારા કેબિનેટ સાથી જી કિશન રેડ્ડી ગારુના નિવાસસ્થાને સંક્રાંતિ અને પોંગલ ઉજવણીમાં હાજરી આપી. એક અદ્ભુત સાંસ્કૃતિક કાર્યક્રમ પણ જોયો.”
તેમણે કહ્યું કે સમગ્ર ભારતમાં લોકો સંક્રાંતિ અને પોંગલ ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે. તેમણે કહ્યું કે તે કૃતજ્ઞતા, વિપુલતા અને નવીકરણનો ઉત્સવ છે, જે આપણી સંસ્કૃતિની કૃષિ પરંપરાઓમાં ઊંડા મૂળ ધરાવે છે.
પ્રધાનમંત્રીએ મહાકુંભની શરૂઆતની શુભેચ્છા પાઠવી
આ પહેલા, પીએમ મોદીએ સોશિયલ સાઇટ X પર મહાકુંભની શરૂઆતના પ્રસંગે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે લખ્યું કે પોષ પૂર્ણિમાના પવિત્ર સ્નાન સાથે, આજે પ્રયાગરાજની પવિત્ર ભૂમિ પર મહાકુંભનો પ્રારંભ થયો છે.
पौष पूर्णिमा पर पवित्र स्नान के साथ ही आज से प्रयागराज की पुण्यभूमि पर महाकुंभ का शुभारंभ हो गया है। हमारी आस्था और संस्कृति से जुड़े इस दिव्य अवसर पर मैं सभी श्रद्धालुओं का हृदय से वंदन और अभिनंदन करता हूं। भारतीय आध्यात्मिक परंपरा का यह विराट उत्सव आप सभी के जीवन में नई ऊर्जा…
— Narendra Modi (@narendramodi) January 13, 2025
તેમણે લખ્યું કે આપણી શ્રદ્ધા અને સંસ્કૃતિ સાથે જોડાયેલા આ દિવ્ય પ્રસંગે, હું બધા ભક્તોને હૃદયપૂર્વક સલામ અને અભિનંદન આપું છું. મને આશા છે કે ભારતીય આધ્યાત્મિક પરંપરાનો આ ભવ્ય તહેવાર તમારા બધાના જીવનમાં નવી ઉર્જા અને ઉત્સાહ લાવશે.