14 જાન્યુઆરીના મહત્વના સમાચાર : જામનગરમાં સંબંધોને શર્મસાર કરતી ઘટના, સિક્કામાં કૌટુંબિક મામાએ 8 વર્ષની ભાણેજને કર્યા અડલપા, બાદમાં માથુ પછાડી નીપજાવી ક્રુર હત્યા
આજ 14 જાન્યુઆરીના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
જામનગર: સિક્કામાં કૌટુંબિક મામાનું શરમજનક કૃત્ય
- જામનગર: સિક્કામાં કૌટુંબિક મામાનું શરમજનક કૃત્ય
- 8 વર્ષીય ભાણેજને કૌટુંબિક મામાએ કર્યા અડપલાં
- અડપલાં કર્યા બાદ માથું પછાડી નીપજાવી ક્રૂર હત્યા
- અગાઉ બાળકીએ માતાને અડપલાં અંગે કરી હતી વાત
- બાળકીની માતાએ કૌટુંબિક મામાને આપ્યો હતો ઠપકો
- ત્રણ દિવસ પહેલાની ઘટનામાં પોલીસની કાર્યવાહી
- નરાધમ આરોપીને પોલીસે ઝડપી પાડ્યો
-
રાજકોટ: ગોંડલમાં અસામાજિક તત્વ બેફામ
- રાજકોટ: ગોંડલમાં અસામાજિક તત્વ બેફામ
- અજાણ્યા બાઇક ચાલકે 4 યુવકોને મારી છરી
- ગોંડલના કડિયા લાઇનની ઘટના આવી સામે
- પગપાળા જતા પરિવાર સામે બાઇક ચાલકે કરી દાદાગીરી
- રસ્તા પર જોઇને ચાલવાનું કહીને જમાવ્યો રોફ
- ઘટનામાં ઇજાગ્રસ્ત 4 યુવકોને ગોંડલ સિવિલમાં ખસેડાયા
- સ્થાનિક પોલીસ અને LCBએ સ્થળ પર પહોંચીને કરી તપાસ
-
-
સુરતઃ બારડોલીના ધામડોદ ઉતારા ગામેથી દીપડો પાંજરે પુરાયો
- સુરતઃ બારડોલીના ધામડોદ ઉતારા ગામેથી દીપડો પાંજરે પુરાયો
- છેલ્લા ઘણા સમયથી ગામમાં દીપડાના હતા આંટાફેરા
- વન વિભાગે ગોઠવેલા પાંજરામાં દીપડો પૂરાયો
- દીપડો પાંજરે પૂરાતા ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ
-
અંબાજી: મકરસંક્રાંતિનાં પર્વે અંબાજી મંદિરે ભક્તોની ભીડ
અંબાજી: મકરસંક્રાંતિનાં પર્વે અંબાજી મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી. અંબાજી મંદિરને પતંગ અને ફુલોનો શણગાર કરવામાં આવ્યો. ભક્તોએ પોતાના હાથે મંદિરને શણગાર્યુ હતુ. પતંગોનો શણગાર શ્રદ્ધાળુઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો.
-
આણંદ: પતંગ પકડવા જતા 11 વર્ષના બાળકનું મોત
આણંદ: પતંગ પકડવા જતા 11 વર્ષના બાળકનું મોત થયુ છે. ખેતરની ફેન્સીંગમાંથી બાળકને કરંટ લાગ્યો હતો. ફેન્સીંગમાં ભરાયેલી પતંગ કાઢતા આ દુર્ઘટના સર્જાઈ. ખેડૂતે ફેન્સીંગમાં ઝટકાં મશીનથી મુક્યો કરંટ મુક્યો હતો. પશુઓથી પાકને બચાવવા ખેડૂતો કરંટ મુક્યો હતો. વાસદ આરોગ્ય કેન્દ્રમાં બાળકને મૃત જાહેર કરવામાં આવ્યો છે. સુંદણ ગામના ગોહિલપુરા વિસ્તારમાં આ બનાવ બન્યો. વાસદ પોલીસને જાણ થતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
-
-
પોસ્ટ ઓફિસમાં નોકરીની આશાએ યુવકે ગુમાવ્યા 14 લાખ
પોસ્ટમાં ઓફિસમાં નોકરીના આશાએ યુવકે ગુમાવ્યા 14 લાખ. જુનાગઢ જિલ્લામાં નોકરીને લાલચ આપીને ચાર શખ્સોએ છેતરપિંડી આચરી છે. વિસાવદરમાં દિવ્યાંગ યુવક સાથે 4 શખ્સોએ ઠગાઈ કરી છે. અમદાવાદ પોસ્ટ ઓફિસમાં નોકરી અપાવવાની લાલચ આપીને અલગ અલગ સમયે યુવાન પાસેથી 14 લાખ રૂપિયા પડાવી લેવાયા છે. આરોપીઓએ ડુપ્લીકેટ લેટરપેડ, કોલ લેટર, સરકારી રાઉન્ડ સીલવાળો લેટર યુવાનને આપ્યો હતો. ડુપ્લીકેટ લેટર આપીને યુવક સાથે ઠગાઈ કરી. વિસાવદર, ગાંધીનગર, MP અને મુંબઈના કુલ ચાર શખ્સ સામે ભોગ બનનારના પિતાએ ફરિયાદ નોંધાવી છે.
-
જુનાગઢ: ઈકો ઝોન મુદ્દે ઉત્તરાયણમાં કોંગ્રેસનો અનોખો વિરોધ
જુનાગઢમાં ઈકો ઝોન મુદ્દે ઉત્તરાયણના દિવસે અનોખો વિરોધ કરવામાં આવ્યો. વિસાવદરના કાલસારી ગામે ઉત્તરાયણની થીમ પર ખેડૂતો અને કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યુ. ઈકોઝોન નાબૂદ કરો ના સ્લોગનવાળી પતંગ ઉડાડવામાં આવી. ઈકો ઝોન કાયદો સત્વરે દૂર કરવાની માગ કરવામાં આવી.
-
-
વિંછીયામાં પથ્થરમારાના કેસમાં જયેશ ઠાકોરને પૂછપરછ માટે બોલાવાયા
રાજકોટ જિલ્લાના વિંછીયામાં પોલીસ સ્ટેશન બહાર પથ્થરમારાના કેસમાં ગુજરાત કોળી સેનાના પ્રમુખ જયેશ ઠાકોરને પૂછપરછ માટે બોલાવાયા છે. બીજી તરફ ગુજરાત કોળી સેનાના પ્રમુખ જયેશ ઠાકોરે પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવતા દાવો કર્યો કે જ્યારે પથ્થરમારાની ઘટના ઘટી ત્યારે તેઓ રાજકોટ હતા. જયેશ ઠાકોરે પોલીસ પર આક્ષેપ કરતા કહ્યું કે..પથ્થરમારાની ઘટના વિશે મને કોઈ જાણકારી નથી. ઘટના ઘટી ત્યારે હું રાજકોટ હતો છતાં પોલીસ મને હેરાન કરવા માટે નોટિસ મોકલી છે અને પૂછપરછ માટે બોલાવ્યો છે. ગઈકાલે યોજાયેલા શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં પણ પોલીસે દબાણ કર્યું હોવાનો આક્ષેપ. મહત્વનું છે કે વિંછીયાના થોરયાળી ગામે થયેલી હત્યાના આરોપીના સરઘસ અંગે પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું..જેમાં પથ્થરમારાની ઘટના ઘટી હતી.
-
અમદાવાદમાં પકવાન નજીક આવેલા મોહિની ટાવરમાં 75 વર્ષના વૃદ્ધની હત્યા કરી ચલાવી લૂટ
- અમદાવાદઃ પકવાન ચાર રસ્તા પાસે લૂંટ બાદ વૃદ્ધની હત્યા
- 75 વર્ષીય વૃદ્ધ ઘરમાં મૃત અવસ્થામાં મળી આવ્યા
- પોલીસે લૂંટ સાથે હત્યાની દિશામાં તપાસ કરી શરૂ
- અલગ અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરવામાં આવી
- પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ મામલે થશે સ્પષ્ટતા
-
રાજ્યના 6 શહેરોમાં પતંગની દોરીથી પાંચ વર્ષના બાળક સહિત 6ના મોત
રાજકોટ, સુરેન્દ્રનગર અને પંચમહાલમાં પતંગની દોરી બની છે લોકો માટે જીવલેણ. રાજકોટના કુવાડવા રોડ પરથી પસાર થતી વખતે યુવકને પતંગની દોરી વાગી. એમ્બ્યૂલન્સ પહોંચે તે પહેલા જ ઈજાગ્રસ્ત બાઇકચાલકનું ઘટનાસ્થળે મોત થઈ ગયું. તો આ તરફ સુરેન્દ્રનગરના ઓડુમાં પતંગની દોરી વાગતા યુવકનું મોત થયું. ગળામાં પતંગની દોરી ભરાતા યુવકે જીવ ગુમાવવાનો વારો આવ્યો. યુવકના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો. તો આ તરફ પંચમહાલના હાલોલમાં 5 વર્ષના માસૂમનું મોત થયું. પતંગની દોરી ગળાના ભાગે વાગતા કુણાલ નામના બાળકનું મોત થયું. બાળકને પિતા બાઈક પર બેસાડી ફુગ્ગા અપાવવા લઈ જતા હતા ત્યારે આ દુર્ઘટના બની. ભાવનગરની વાત કરીએ તો ચિત્રા પ્રેસ કોટર પાસે પિતાને બહારગામ મૂકી બાઈક પર પરત ફરતી વખતે યુવકને ગળામાં દોરી વાગી. ટ્રાફિક પોલીસકર્મી દ્વારા યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો છે.. જ્યારે વડોદરાના કરજણ NH-48 પર પતંગની દોરીથી બાઈક સવાર ઈજાગ્રસ્ત થયો.. હાઈવે પરથી પસાર થતી વખતે ગળાના ભાગે દોરી વાગી હતી. એમ્બ્યુલન્સની મદદથી યુવકને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયો જ્યારે પાદરાના કરખડી ગામના યુવકનું ગળું કપાતા ગંભીર ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો.
-
અમદાવાદમાં નંબર પ્લેટ વગરની કારે સર્જ્યો અકસ્માત
અમદાવાદમાં YMCA ક્લબથી SP રિંગ રોડ તરફ જતી બેફામ કારે અકસ્માત સર્જ્યો, કાર ચાલક દારૂના નશામાં અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હોવાનો લોકોનો આક્ષેપ છે. બે લોકો રસ્તા પર ઊભા છે અને તેઓ કંઇ વિચારે તે પહેલા જ એક કાર પુરપાટ ઝડપે આવે છે અને તેમની નજીક પડેલી કારને અડફેટે લે છે. પાર્ક કરેલી કાર દૂર ફંગોળાઈ જાય છે. અકસ્માત કરનાર પોલીસ કર્મચારી હોવાનો નજરે જોનારા લોકોનો આક્ષેપ છે. જો કે સદનસીબે આ ઘટનામાં કોઇને જાનહાની થઈ ન હતી, પરંતુ જો કોઇનો જીવ ગયો હોત તો જવાબદાર કોણ. મોડી રાત્રે અકસ્માત કરીને કાર ચાલક ગાડી મૂકી ફરાર થઈ ગયા હતા.
-
ગાંધીનગરઃ સેકટર 4 પતંગ લૂંટવાની બાબતે જામ્યું ધીંગાણું
ગાંધીનગરમાં સેકટર 4માં પતંગ લૂંટવા બાબતે ધીંગાણુ થયુ. રહેણાક બોર્ડિંગ અને તેની બાજુમાં રહેતા લોકો વચ્ચે બબાલ થઈ હતી. લાકડીઓ સહિતના હથિયાર સાથે હુમલો કરવામાં આવ્યો. પોલીસે સમયસર પહોંચી કાર્યવાહી કરી. પોલીસ સમયસર પહોંચતા મોટી મારામારી અટકી હતી.
-
S G હાઈવે પરના પેલેડીયમ મોલ પાસેની મારામારીના આરોપીઓ મહારાષ્ટ્રથી ઝડપાયા
S G હાઈવે પરના પેલેડીયમ મોલ પાસેની મારામારીના આરોપીઓ, મારામારી કરીને મહારાષ્ટ્ર ભાગી ગયા હતા. પોલીસે 5 આરોપીની મહારાષ્ટ્રથી ધરપકડ કરી છે. જેમા પ્રિન્સ જંગીડ, મિહિર દેસાઈ , જીગર દેસાઈ , પવન ઠાકોર અને કૈલાશ દરજીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓને જૂની અદાવત હતી જેથી આરોપીને શંકા હતી કે તેમના પર હુમલો થઈ શકે છે. આથી તેઓએ હથિયાર સાથે રાખ્યા હતા. આરોપીઓની પૂછપરછ ચાલુ છે અને સમગ્ર મામલે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.
-
મહેસાણાઃ વીજતાર પરની ચાઈનીઝ દોરી દૂર કરવા જતા મહિલાને લાગ્યો કરંટ, બચાવવા દોડેલા યુવકનુ મોત
વીજ તાર પર પડેલ ચાઇનીઝ દોરી દૂર કરવા જતા મહિલાને વીજ કરંટ લાગ્યો હતો. જેમને બચાવવા ગયેલ યુવકનું મોત થયું છે. મહેસાણાના કડીના કસ્બા વિસ્તારમાં દુખદ ઘટના બની છે. સુફેરા રમજાનભાઈ મલેક નામની મહિલાને વીજ કરંટ લાગ્યો હતો. કૌટુંબિક બહેનને બચાવવા ફરહાન મલેક અને અન્ય લોકો દોડ્યા હતા. કૌટુંબિક બહેનને બચાવવા જતા ફરહાનને પણ વીજ કરંટ લાગ્યો હતો. મહિલા સારવાર હેઠળ છે. જ્યારે યુવકનું મોત થયું છે. સમગ્ર મામલે ugvcl અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
-
વડોદરાના પાદરમાં કરખડી ગામના યુવકનું દોરીથી ગળુ કપાયું, 30 ટાંકા લેવાયા
વડોદરા પાદરામાં પતંગની દોરી ગળા ઉપર આવી જતા યુવકને 30 ટાંકા આવ્યાં. પાદરામાં પતંગની દોરીથી યુવકનું ગળું કપાયું હતું. કરખડી ગામના યુવકનું કપાયું ગળું. યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યા ફરજ પરના તબીબે યુવકના ગળે 30 ટાંકા લીધા હતા.
-
જેતપુર ભાદર કેનાલમાંથી દીપડાનો મૃતદેહ મળ્યો
રાજકોટના જેતપુર ભાદર કેનાલમાંથી દીપડાનો મૃતદેહ મળી આવ્યો છે. બોરડી સમઢીયાળા થાણા ગાલોર ગામ વચ્ચેથી પસાર થતી ભાદર કેનાલમાંથી દીપડા નો મૃતદેહ મળ્યો છે. દીપડાને કોઈ કેનાલમાં નાખી ગયું કે અન્ય કોઈ કારણે દીપડાનું મોત થયું તે પીએમ બાદ બહાર આવશે. કેનાલમાં હાલ પાણીનો પ્રવાહ બંધ હોવાથી દીપડાનું કારણ જાણવા વન વિભાગે તપાસ હાથ ધરી છે. દીપડાનો મૃતદેહ કેનાલમાં જોતા સ્થાનિકો વન વિભાગને જાણ કરી છે.
-
જામનગર મોખાણા બાયપાસ નજીક અકસ્માત, 1નુ મોત
જામનગરમાં વહેલી સવારે બાયપાસ નજીક અકસ્માત સર્જાતા એક વ્યક્તિનુ મોત થયું છે. કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત થતા 1 વ્યકિતનુ મોત થયું છે. મોખાણા નજીક રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. મોખાણા તરફ જતી રીક્ષાને કારે હડફેટે લેતા અકસ્માત સર્જાયો છે. રીક્ષાચાલકનુ ધટના સ્થળએ મૃત્યુ થયું છે.
-
જામનગરના જાંબુડા પાટીયા નજીક અકસ્માત, 8ને ઈજા
જામનગરના જાંબુડા પાટીયા નજીક ખાનગી બસનો અકસ્માત સર્જાયો હતો. જેમા 8 મુસાફરોને ઈજા થવા પામી હતી. ખાનગી બસ પલટી જતા તેમા સવાર 8 જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ થવા પામી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
-
સુરતમા પૈસાની લેતીદેતીમાં માર મારીને અપહરણ કરાયેલા યુવકને પોલીસે છોડાવ્યો
સુરત જિલ્લામાં પૈસાની લેતીદેતીમાં, માર મારી અપહરણ કરી સામેથી ખંડણી માંગી રૂપિયા નહિ આપે તો હત્યા કરી દેવાની ધમકી આપવા જેવી ગંભીર ઘટના સામે આવી છે. જિલ્લા પોલીસે યુવકને છોડાવવા આખા જિલ્લાની પોલીસને કામે લગાવી ગુપ્ત ઓપરેશન શરૂ કર્યું. પોલીસે યોજનાબંધ રીતે રેડ કરતા પાંચ ઓરિસ્સાવાસી આરોપીઓના ચૂંગાલમાંથી યુવકનેને છોડાવી પરિવારને સુરક્ષિત સોંપ્યો.
-
અમરેલીના બોગસ લેટર કાંડ મુદ્દે સુરતમાં કોંગ્રેસના ધરણા, પોલીસની પરવાનગી નહીં
અમરેલીના બોગસ લેટર કાંડ મામલે પાયલ ગોટીની પોલીસે કરેલ ફજેતીને લઈને, કોંગ્રેસ હવે આકરા પાણીએ છે. અમરેલીમાં ધરણાં પૂર્ણ થયા બાદ આજરોજ સુરતના વરાછા વિસ્તારમાં ધરણાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી, પ્રતાપ દુધાતની આગેવાનીમાં ધરણાં યોજાશે. કાર્યક્રમ પહેલા વરાછા માનગઢ ચોક ખાતે પોલીસના ધાડેધાડા ઉતર્યા છે. કાર્યક્રમને પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવી નથી. મેટ્રોની કામગીરી તેમજ ટ્રાફિકની સમસ્યા સર્જાશે તેવું કારણ ધરીને પોલીસે કાર્યક્રમની મંજૂરી આપી નથી.
-
મામલતદાર કચેરીનો કોમ્પ્યુટર ઓપરેટર લાંચ લેતા ઝડપાયો
વડોદરા જિલ્લાના ડેસર મામલતદાર કચેરીનો કોમ્પ્યુટર ઓપરેટર રૂપિયા 6000 ની લાંચ લેતા ઝડપાયો છે. ઈ ધરા ડેસર મામલતદાર કચેરી ખાતે, વેચાણ દસ્તાવેજની તેમજ મૈયતની કાચી નોંધની પાકી નોંધ કરવા અરજી કરી હતી. ફરિયાદીએ વડોદરા ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા છટકું ગોઠવ્યું હતું, જેમા કોમ્પ્યુટર ઓપરેટર રાજેન્દ્રસિંહ રામસિંહ પરમાર રહેવેસી- પરથમપુરા, તાલુકા સાવલીને ઝડપી લેવાયો છે. કોમ્પ્યુટર ઓપરેટર 6000 ની લાંચ લેતા ઝડપાયાના અહેવાલ વાયુવેગે પ્રસરતા, ડેસર મામલતદાર કચેરીએ સન્નાટો છવાયો છે.
-
પોરબંદર સમુદ્રમા ઇન્ડિયન નેવીનું ડ્રોન ક્રેશ થયુ
પોરબંદર સમુદ્રમા ઇન્ડિયન નેવીનું ડ્રોન ક્રેશ થયુ છે. ઇન્ડિયન નેવીનું Drishti 10 Starliner Drone ડ્રોન ક્રેશ થવા પામ્યું છે. તાજેતરમાં જ એક ખાનગી કંપની દ્રારા સમુદ્રી સુરક્ષા માટે બનાવવામાં આવેલ હતું Drishti 10 Starliner Drone ગત સાંજે સમુદ્રી સુરક્ષા માટે ઉડાન ભરેલ Drishti 10 Starliner Drone ક્રેશ થયું છે. ગઈકાલ અને આજના બે દિવસીય પોરબંદર પ્રવાસે આવેલા રાજ્યપાલની પોરબંદર ઉપસ્થિતિ દરમિયાન બની ઘટના. Drishti 10 Starliner Drone ના ક્રેશ થવાના સમાચારથી સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ છે. થોડા દિવસ પહેલા જ કોસ્ટગાર્ડ એરપોર્ટ ખાતે હેલિકોપ્ટર ક્રેશ થયેલ હતું. Drishti 10 Starliner Drone ક્રેશ ના સમાચાર મળતા તમામ સુરક્ષા એજન્સીઓ ટેક્નિકલ કારણો જાણવા અને ક્રેશ થવાના કારણો શોધવા કામે લાગી છે.
-
આજે પ્રયાગરાજ મહાકુંભ મેળામાં પહેલું અમૃત સ્નાન
પ્રયાગરાજમાં મહાકુંભ-2025નું પહેલું અમૃત સ્નાન આજે મકરસંક્રાંતિના અવસર પર થયું. ભક્તોએ સંગમમાં આવીને પવિત્ર સ્નાન કર્યું, અને આ પ્રસંગ ધાર્મિક શ્રદ્ધાનું પ્રતીક બની ગયો.
આજે 14 જાન્યુઆરીને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - Jan 14,2025 7:24 AM