ગૃહ મંત્રી અમિત શાહની પતંગબાજી…મેમનગરમાં લોકો સાથે કરી મકરસંક્રાંતિ પર્વની ઉજવણી
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતશાહે મેમનગરમાં શાંતિનિકેતન સોસાયટીના પ્રજાજનો સાથે મકરસંક્રાંતિ પર્વની ઉજવણી કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉતરાયણની ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા. આ દરમિયાન તેમણે ધાબા પરથી પતંગ ચગાવવાનો આનંદ માણ્યો હતો અને સૌને મકરસંક્રાંતિ પર્વની શુભકામનાઓ પાઠવી હતી.
ધાર્મિક માન્યતાઓ અનુસાર જ્યારે સૂર્ય ભગવાન મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે મકરસંક્રાંતિનો તહેવાર મનાવવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે ગંગા સ્નાન અને દાન કરવાનું વિશેષ મહત્વ છે. મકરસંક્રાંતિના વધુ સમાચાર વાંચવા માટે અહિ ક્લિક કરો
Most Read Stories