Success Story: ખેડૂતે માત્ર 500 રૂપિયાના ખર્ચમાં સાઈકલના ટાયર, બ્લેડ અને લાકડીથી બનાવ્યું કૃષિ ઓજાર

|

Jan 19, 2022 | 8:39 AM

ખેતીમાં ખેડના સાધનો મહત્વની ભૂમિકા ભજવે છે. કૃષિ સાધનો વિના ખેતીનું કામ ખૂબ જ મુશ્કેલ છે. આવા સંજોગોમાં કૃષિ સાધનોનું મહત્વ જોઈને એક ખેડૂત કે જેમણે ખાસ કરીને કૃષિ મશીનો તૈયાર કરીને એક ઉદાહરણ બેસાડ્યું છે.

Success Story: ખેડૂતે માત્ર 500 રૂપિયાના ખર્ચમાં સાઈકલના ટાયર, બ્લેડ અને લાકડીથી બનાવ્યું કૃષિ ઓજાર
Selavraj Farmer (PC: krishijagran)

Follow us on

ખેતી(Farming)માં ખેત ઓજાર ખુબ જ જરૂરી છે. આજે આધુનિક ખેતી કરવામાં ઓજારો (Farm implements) મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. ત્યારે હજુ પણ ઘણા ખેડૂતો પાસે પુરતા આધુનિક સાધનો હોતા નથી ત્યારે ખેડૂતો ભાડે અથવા ઉછીના લઈ કામ ચલાવતા હોય છે. પરંતુ ઘણા ખેડૂતો તેમની કોઠાસૂઝથી કે એમ કહીએ કે દેશી જૂગાડથી એવા સાધનો બનાવે છે જેનાથી કામ બની જાય. ત્યારે અહીં પણ એક ખેડૂતે દેશી જૂગાડથી ખેડ માટે ખુબ જ ઉપયોગી એક મશીન બનાવ્યું છે જેમાં ન કોઈ ઈંધણની જરૂર પડે છે અને ન તો તેમાં વધુ ખર્ચો થાય છે. 500 રૂપિયા જેટલા ખર્ચમાં ખેડૂતે આ મશીન તૈયાર કર્યું છે. ત્યારે નાના ખેડૂતો (Progressive farmer)જેઓ શાકભાજીની ખેતી કરે છે તેમના માટે આ મશીન ખુબ જ ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે.

ચેન્નાઈના કૃષ્ણાગિરીના 58 વર્ષીય ખેડૂત એમ. સેલ્વરાજે ખેતીમાં ઉપયોગમાં લેવાતા કૃષિ મશીનોની નવી શોધ કરી છે. જે સાયકલના ટાયર, બ્લેડ, લાકડાની લાકડીઓ વગેરેનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. તેમની કિંમત માત્ર રૂ.500 છે. આ ઉપરાંત પાકને જંગલી ભૂંડથી બચાવવા માટે તેમણે કિંમતી પંખા અને નિંદામણના સાધનો પણ બનાવ્યા છે.

સેલ્વરાજનું શું છે કહેવું ?

સેલ્વરાજ કહે છે કે તેમની પાસે સેસૂરજાપુરમ ગામમાં 2.75 એકર જમીન હતી. જ્યાં તેઓ પોતાના ખેતરમાં મગફળી, ટામેટા અને બાજરી જેવા પાકની ખેતી કરે છે. તેઓ શરૂઆતથી જ વિવિધ કૃષિ ઓજારો સાથે પ્રયોગો કરતા આવ્યા છે. તે કહે છે કે ખેતી શરૂ કરતા પહેલા તેઓ જમીનને સમતળ કરવા માટે રોટાવેટરનો ઉપયોગ કરે છે, તે પછી તેઓ જાતે બનાવેલા કૃષિ સાધનો પર કામ કરે છે. અને આ સાધનો તેમનું ઘણું કામ બચાવે છે અને કામદારો પર નિર્ભર રહેવાની જરૂર રહેતી નથી.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

લોકો માટે પ્રેરણા

આસપાસના ખેડૂતો પણ સેલ્વરાજના આ કૃષિ ઓજારો અને મશીનોનો ઉપયોગ કરવા પ્રેરિત થાય છે. તેમના દ્વારા પ્રેરિત થઈને, તેઓ સાયકલના ટાયરમાંથી નીંદણ મશીનો બનાવી રહ્યા છે. હાલમાં તેઓ નજીકના ખેડૂતોને માર્ગદર્શન આપી રહ્યા છે. તેઓ અન્ય ગામોમાં પણ જાય છે અને ખેડૂતોને તેમના પાક સંબંધિત પ્રશ્નોના ઉકેલમાં મદદ કરે છે.

આ ઉપરાંત નજીકના જિલ્લાના ખેડૂતો પણ કૃષિ સાધનો માટે સેલવરાજનો સંપર્ક કરી રહ્યા છે. સાધનસામગ્રીની વધતી જતી માંગને જોઈને તેમણે સોશિયલ મીડિયાનો સહારો લઈને તેમના દ્વારા ઉત્પાદિત કૃષિ સાધનોનો પ્રચાર પણ કર્યો છે.

આ પણ વાંચો: Viral: ધરતી પર સ્વર્ગ! આટલો સુંદર વીડિયો જોઈ લોકો થયા મંત્રમુગ્ધ, કહ્યું આવું ધરતી પર ના હોય

આ પણ વાંચો: Technology News: Twitter Spaces કરવા માંગો છો રેકોર્ડ, શેર અને ડિલીટ, અહીં છે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

Next Article