Adani Group ના શેર્સની તેજી ઉપર લાગી બ્રેક, આ કારણે ગૌતમ અદાણીની કંપનીઓના શેર પટકાયા
અદાણી ગ્રુપની કંપનીઓમાં સૌથી વધુ ઘટાડો અદાણી ટોટલ ગેસના શેરના ભાવમાં થયો હતો. તે 6.87 ટકાના ઘટાડા સાથે રૂ.2362 પર બંધ રહ્યો હતો. તોઅદાણી એન્ટરપ્રાઇઝ રૂ. 2099 પર બંધ થયો હતો.
અદાણી ગ્રૂપ(Adani Group) શેરબજારમાં 200 અબજ ડોલરનું માર્કેટ કેપિટેશન હાંસલ કરનાર દેશનું ત્રીજું ગ્રુપ બન્યું પરંતુ બપોર પછી અદાણી ગ્રુપના શેરમાં જોરદાર પ્રોફિટ-બુકિંગ જોવા મળ્યું હતું. શેરબજારમાં કંપનીના તમામ 7 લિસ્ટેડ શેર્સમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો હતો. આ મોટા ઘટાડાનું કારણ શેરબજારમાં ઘટાડો પણ છે. ગુરુવારે સેન્સેક્સ 575 અને નિફ્ટી 168 પોઈન્ટ ઘટીને બંધ થયો છે. સાત લિસ્ટેડ કંપનીઓ ધરાવતી અદાણી ગ્રૂપની કંપનીઓનું માર્કેટ કેપ વધીને 200 અબજ ડોલર થયું હતું તેનો પોર્ટ મેનેજમેન્ટ, પાવર જનરેશન અને ડિસ્ટ્રિબ્યુશન, રિન્યુએબલ એનર્જી, માઇનિંગ, એરપોર્ટ ઓપરેશન્સ, નેચરલ ગેસ, ફૂડ પ્રોસેસિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધી બિઝનેસ ફેલાયેલો છે.
અદાણી ગ્રુપના શેરમાં ઘટાડો થયો
અદાણી ગ્રુપની કંપનીઓમાં સૌથી વધુ ઘટાડો અદાણી ટોટલ ગેસના શેરના ભાવમાં થયો હતો. તે 6.87 ટકાના ઘટાડા સાથે રૂ.2362 પર બંધ રહ્યો હતો. તોઅદાણી એન્ટરપ્રાઇઝ રૂ. 2099 પર બંધ થયો હતો. છેલ્લા કેટલાક દિવસોથી દોડી રહેલા અદાણી પાવર અને અદાણી વિલ્મરના ગ્રોથ પર બ્રેક લગાવવામાં આવી હતી. બંને કંપનીઓના શેર 4.98 ટકા અને 4.99 ટકાના ભાવે બંધ થયા હતા. બંનેમાં લોઅર સર્કિટ હતી. અદાણી પોર્ટ્સના શેરમાં 3.82 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. અદાણી ટ્રાન્સમિશનનો શેર 1.38 ટકા અને અદાણી ગ્રીન એનર્જીનો શેર 1.43 ટકા ઘટીને બંધ થયો હતો.
અદાણી ગ્રૂપના શેરોએ ઘણી કમાણી કરી હતી
છેલ્લા ઘણા સમયથી અદાણી ગ્રૂપના શેર મોટા પાયે ઉછાળો દેખાયો હતો. છેલ્લા એક વર્ષમાં અદાણી પાવરમાં 157 ટકા, અદાણી ટોટલ ગેસમાં 50 ટકા, અદાણી ગ્રીન એનર્જીમાં 67 ટકા, અદાણી ટ્રાન્સમિશનમાં 51 ટકા, અદાણી પોર્ટ્સ અને અદાણી એન્ટરપ્રાઇઝમાં 17 ટકાનો વધારો થયો છે. આ વર્ષે લિસ્ટેડ અદાણી વિલ્મરના શેરમાં 180 ટકાનો ઉછાળો આવ્યો છે.
આ કારણે કંપનીઓમાં તેજી જોવા મળી
અદાણી ટોટલ ગેસમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી કારણ કે કંપનીએ અમદાવાદમાં તેનું પ્રથમ ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન શરૂ કરીને ઇલેક્ટ્રિક મોબિલિટીમાં પ્રવેશવાની જાહેરાત કરી છે. સુપ્રીમ કોર્ટનો આદેશ કંપનીની તરફેણમાં આવ્યા બાદ અદાણી પાવરના શેરના ભાવમાં ઉછાળો આવ્યો હતો જેમાં કોર્ટે રાજસ્થાનમાં કેટલીક સરકારી વિતરણ કંપનીઓને અદાણી પાવરને 30.48 અબજની લેણાં ચૂકવવા જણાવ્યું હતું. આના પગલે સાત લિસ્ટેડ કંપનીઓ ધરાવતી અદાણી ગ્રૂપની કંપનીઓનું માર્કેટ કેપ વધીને 181 અબજ ડોલર થયું છે. તેનો પોર્ટ મેનેજમેન્ટ, પાવર જનરેશન અને ડિસ્ટ્રિબ્યુશન, રિન્યુએબલ એનર્જી, માઇનિંગ, એરપોર્ટ ઓપરેશન્સ, નેચરલ ગેસ, ફૂડ પ્રોસેસિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધી બિઝનેસ ફેલાયેલો છે.