AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IT Raid On Hetero Pharma Group: 550 કરોડની બેનામી સંપતિ મળી, અધધધ 142 કરોડ રોકડા જપ્ત

સીબીડીટીએ જણાવ્યું હતું કે ગ્રુપ ફાર્માસ્યુટિકલ ઘટકો (API) વગેરેના ઉત્પાદનનો વ્યવસાય કરે છે અને મોટાભાગના ઉત્પાદનો અમેરિકા અને દુબઇ જેવા દેશોમાં અને કેટલાક આફ્રિકન અને યુરોપિયન દેશોમાં નિકાસ કરવામાં આવે છે.

IT Raid On Hetero Pharma Group: 550 કરોડની બેનામી સંપતિ મળી, અધધધ 142 કરોડ રોકડા જપ્ત
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2021 | 9:06 PM
Share

હૈદરાબાદ સ્થિત હેટેરો ફાર્માસ્યુટિકલ ગ્રુપ (Hetero Pharma Group) પર તાજેતરના દરોડા બાદ આવકવેરા વિભાગે 550 કરોડ રૂપિયાની “બેનામી” આવક શોધી કાઢી છે અને 142 કરોડથી વધુની રોકડ જપ્ત કરી છે. તેવો સુત્રો દ્વારા શનિવારે દાવો કરાયો છે.  હાલમાં કંપનીના અધિકારીઓ તરફથી આ અંગે કોઈ ટિપ્પણી મળી નથી. 6 ઓક્ટોબરના રોજ આવકવેરા વિભાગે લગભગ છ રાજ્યોમાં લગભગ 50 સ્થળોએ દરોડા પાડ્યા હતા.

ઘણા બેંક લોકરની પણ જાણકારી મળી

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT)એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે દરોડા દરમિયાન ઘણા બેંક લોકર શોધી કાઢવામાં આવ્યા હતા, જેમાંથી 16 કાર્યકારી સ્થિતીમાં હતા. અત્યાર સુધી દરોડામાં 142.87 કરોડની બિનહિસાબી રોકડ જપ્ત કરવામાં આવી છે.

અત્યાર સુધીમાં શોધી કાઢવામાં આવેલી બિનહિસાબી આવક લગભગ 550 કરોડ રૂપિયા છે. સત્તાવાર સૂત્રોએ તેને હૈદરાબાદ સ્થિત હેટેરો ફાર્મા જૂથ સાથે જોડાયેલુ ગણાવ્યું છે. CBDT એ કહ્યું કે વધુ તપાસ ચાલુ છે. CBDT આવકવેરા વિભાગ માટે નીતિ તૈયાર કરે છે.

ઉત્પાદનો ઘણા દેશોમાં નિકાસ કરવામાં આવે છે

સીબીડીટીએ જણાવ્યું હતું કે ગ્રુપ ફાર્માસ્યુટિકલ ઘટકો (API) વગેરેના ઉત્પાદનનો વ્યવસાય કરે છે અને મોટાભાગના ઉત્પાદનો અમેરિકા અને દુબઈ જેવા દેશોમાં અને કેટલાક આફ્રિકન અને યુરોપિયન દેશોમાં નિકાસ કરવામાં આવે છે.

સીબીડીટીએ દાવો કર્યો હતો કે “બોગસ અને અસ્તિત્વ ધરાવતી સંસ્થાઓમાંથી કરવામાં આવેલી ખરીદીમાં વિસંગતતા અને ખર્ચની અમુક વસ્તુઓના કૃત્રિમ ફુગાવા સંબંધિત મુદ્દાઓ શોધી કાવામાં આવ્યા હતા. આ સિવાય જમીન ખરીદવા માટે નાણાં ચૂકવ્યાના પુરાવા પણ મળ્યા હતા.

કેટલાક અન્ય કાનૂની મુદ્દાઓ પણ શોધી કાઢવામાં આવ્યા હતા, જેમ કે કંપનીના ખાતાઓમાં વ્યક્તિગત ખર્ચ લખાઈ રહ્યો હતો અને સંબંધિત પક્ષો દ્વારા ખરીદવામાં આવેલી જમીનની કિંમત ‘સરકારી નોંધણી મૂલ્યથી નીચે’ હોવાનું નોંધાયું હતું. કંપની પર આરોપ લગાવતા કહેવામાં આવ્યું છે કે દરોડા દરમિયાન તે સ્થળોની ઓળખ કરવામાં આવી હતી જ્યાં હિસાબના ચોપડા અને રોકડનું અન્ય બંડલ મળી આવ્યું હતું.

ગુનો સાબિત કરતા દસ્તાવેજો પણ મળી આવ્યા હતા

સીબીડીટીએ જણાવ્યું હતું કે “ડિજિટલ મીડિયા, પેન ડ્રાઈવ, દસ્તાવેજો વગેરેના રૂપમાં ગુના સાબિત દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા અને જૂથ દ્વારા બનાવેલા એસએપી અને ઈઆરપી સોફ્ટવેરથી ડિજિટલ ‘પુરાવા’ એકત્ર કરવામાં આવ્યા હતા.” હેટરો જૂથ ઘણા કરારો પર હસ્તાક્ષર કરવા અને કોવિડ -19ની સારવાર માટે રેમડેસિવીર અને ફેવિપીરાવીર જેવી વિવિધ દવાઓના વિકાસમાં સામેલ હોવાના કારણે ચર્ચામાં હતું. હેટેરો ગ્રુપ ભારત, ચીન, રશિયા, ઈજિપ્ત, મેક્સિકો અને ઈરાનમાં 25થી વધુ ઉત્પાદન કેન્દ્રો ધરાવે છે.

આ પણ વાંચો :  SBIમાં ખોલી શકાય છે આ 8 પ્રકારના સેવિંગ્સ એકાઉન્ટ, વિનામુલ્યે મળશે આ સુવિધાઓ

Follow Us
રાજકોટમાં SOG ના દરોડામાં ડુપ્લીકેટ તમાકુ ફેક્ટરી ઝડપાઈ
રાજકોટમાં SOG ના દરોડામાં ડુપ્લીકેટ તમાકુ ફેક્ટરી ઝડપાઈ
મમ્મી-પપ્પાના લગ્નમાં બાળકોએ કર્યો 'નાગિન ડાન્સ', વાયરલ થયો 'વિડીયો'
મમ્મી-પપ્પાના લગ્નમાં બાળકોએ કર્યો 'નાગિન ડાન્સ', વાયરલ થયો 'વિડીયો'
માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો
માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો
રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ
રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
g clip-path="url(#clip0_868_265)">